[raw]
ગઢડા પ્રથમ : ૩૯
સંવત 1876ના મહા સુદ 3 ત્રીજને દિવસ શ્રીજીમહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં શ્રી વાસુદેવનારાયણના મંદિરની આગળ લીંબડાના વૃક્ષ હેઠે ઓટા ઉપર ઢોલિયો ઢળાવીને વિરાજમાન હતા, ને ધોળો ખેસ પહેર્યો હતો, ને ધોળી ચાદર ઓઢી હતી ને માથે ધોળી પાઘ બાંધી હતી, ને પીળા પુષ્પના તોરા પાઘમાં લટકતા હતા, ને કાન ઉપર ધોળા ને પીળા પુષ્પના ગુચ્છ ખોસ્યા હતા, ને કંઠમાં પીળા પુષ્પના હાર પહેર્યા હતા, ને પોતાના મુખારવિંદની આગળ સર્વે મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
પછી શ્રીજીમહારાજે એક વેદાંતી બ્રાહ્મણ આવ્યો હતો તેને પ્રશ્ન પૂછ્યો જે,
ઇતિ વચનામૃતમ્ || 39 ||
રહસ્યાર્થ પ્રદી. — આમાં પ્રશ્ન (૧) છે. તેમાં સવિકલ્પ સમાધિવાળા જીવનમુક્ત જીવ, ઈશ્વર, માયા ને બ્રહ્મ એ સર્વેને જુદા જુદા દેખે છે, માટે સર્વેને સત્ય કહે છે. અને નિર્વિકલ્પ સમાધિવાળા વિદેહ મુક્ત તે જીવ, માયા, ઈશ્વર તેમને બ્રહ્મરૂપે દેખે છે, અર્થાત્ જીવ, માયા, ઈશ્વર તેમને દેખતા જ નથી; એક બ્રહ્મને જ એટલે અમને જ દેખે છે, જેમ લોકાલોક ઉપર ચડેલા પુરુષને પૃથ્વી ઉપર ઝાડ, મનુષ્ય તથા બીજા પર્વત તે કાંઈ દેખાતાં નથી; એક પૃથ્વી જ દેખાય છે, તે માટે તે જીવ, માયા, ઈશ્વરને અસત્ય કહે છે, અને આવી સ્થિતિ ન થઈ હોય ને તે શાસ્ત્રમાંથી શીખીને જીવ, માયા, ઈશ્વર, ગુરુ, શિષ્ય, વેદ, પુરાણ, શાસ્ત્ર તેમને મિથ્યા કહે તે નારકી થાય છે. (1) બાબત છે.
પ્ર.૧ આમાં બ્રહ્મ કહ્યા તે કોને જાણવા?
ઉ.૧ આ ઠેકાણે બ્રહ્મ શબ્દે કરીને શ્રીજીમહારાજને કહ્યા છે.
પ્ર.૨ (પ્ર. 45, 66/1,પં. 1/1, મ. 3/1.2, 10ના પહેલા પ્રશ્નમાં,13/2 અને 65/1માં) બ્રહ્મને પરબ્રહ્મનો પ્રકાશ કહ્યો છે તથા (લો. 1ના આઠમા પ્રશ્નમાં, 10ના 6/8 છઠ્ઠા પ્રશ્નમાં,મ. 8ના બીજા પ્રશ્નમાં ઇત્યાદિકમાં) બ્રહ્મરૂપ થઈને પરબ્રહ્મના દાસ થવું એમ કહ્યું છે. અને (મ. 21ના 4/8 ચોથા પ્રશ્નમાંં,30માં અને અ. 2/1માં) બ્રહ્મરૂપ થઈને પરબ્રહ્મની ભક્તિ-ઉપાસના કરવાનું કહ્યું છે, તથા (છે. 36ના 2/3 બીજા પ્રશ્નમાં) શ્રીજીમહારાજની મૂર્તિની ઉપાસના વિના આત્મા તથા બ્રહ્મ દેખાય જ નહિ એમ કહ્યું છે માટે એમ જોતાં તો બ્રહ્મ તે શ્રીજીમહારાજની મૂર્તિનો પ્રકાશ છે અને તમે શ્રીજીમહારાજને બ્રહ્મ કહો છો તે કેવી રીતે સમજવું?
ઉ.૨ આમાં નિર્વિકલ્પ સ્થિતિવાળાને સર્વત્ર બ્રહ્મ દેખાય છે એમ કહ્યું તે બ્રહ્મ શ્રીજીમહારાજને જાણવા; તે હરિવાક્ય-સુધાસિંધુના તરંગ (39)માં કહ્યું છે કે:–
आद्यायां तत्र पश्यंति जीवेशाद्यखिलं पृथक् |
द्वितीयायां तु नेक्षंते मुक्ता: किंचित्पृथग्धरे: || १२ ||
लोकालोकनगारुढास्-त्वेतत् किंचित् क्षिते: पृथक् |
न पश्यंति यथा तद्वद् अन्येप्येतद्धरे: पृथक् || १५ ||
પહેલી સવિકલ્પ સ્થિતિવાળાને જીવ, ઈશ્વર વગેરે પૃથક્ પૃથક્ દેખાય છે પણ બીજી નિર્વિકલ્પ સ્થિતિવાળા મુક્તને તો એક હરિ શ્રીજીમહારાજ વિના બીજું કાંઈ દેખાતું નથી. (12) જેમ લોકાલોક પર્વત પર ઊભેલા મનુષ્યને પૃથ્વી વિના કાંઈ પણ દેખાતું નથી તેમ બીજી નિર્વિકલ્પ સ્થિતિવાળા મુક્તને પણ એક શ્રીહરિ વિના બીજું કાંઈ દેખાતું નથી. (15) માટે બ્રહ્મ જે શ્રીજીમહારાજ તે સર્વત્ર દેખાય છે તે (કા. 7ના 4/5 ચોથા પ્રશ્નમાં) આત્યંતિક કલ્યાણ પામીને સિદ્ધદશા પામ્યો હોય તે “અક્ષરધામને વિષે જે ભગવાનની મૂર્તિ અખંડ વિરાજમાન રહે છે તે મૂર્તિને સ્થાવર-જંગમ સર્વે આકારને વિષે જ્યાં જ્યાં દૃષ્ટિ જાય ત્યાં ત્યાં સાક્ષાત્કાર દેખે ને એ મૂર્તિ વિના બીજું અણુમાત્ર પણ ભાસે નહિ એ સિદ્ધદશાનું લક્ષણ છે.” એમ કહ્યું છે. માટે આ ઠેકાણે બ્રહ્મ તે શ્રીજીમહારાજને કહ્યા છે પણ તેજને બ્રહ્મ કહેલ નથી, કેમ જે (અશ્લા. 1ના 2/3 બીજા પ્રશ્નમાં) આત્મદર્શનની ઇચ્છા રાખે તેને મધ્યમ કહ્યો છે તથા (છે. 5ના ત્રીજા પ્રશ્નમાં) અમારા વિના બીજું કાંઈ આત્મદર્શનાદિક ઇચ્છે તેને ન્યૂન સુખની પ્રાપ્તિ થાય છે એમ કહ્યું છે. અને (કા. 1ના 5/6 પાંચમા પ્રશ્નમાં) કૈવલ્યાર્થીનું અમારી મૂર્તિને વિષે તદાકારપણું થતું નથી. અને (લો. 14/2માં) “અમારું તેજ એકલું દેખાય તો કષ્ટ પામવું” અને (પાંચમી બાબતમાં) “અમારી સાકારપણે ઉપાસના-ભક્તિ કરવી.” અને (વ. 2/1માં) “અમને નિરાકાર જાણે તે અમારો દ્વેષી છે.” અને (મ. 65/2માં) “એકલું બ્રહ્મજ્ઞાન નકારું અને અકલ્યાણકારી છે.” અને (છે. 36ના બીજા પ્રશ્નમાં) મૂર્તિની ઉપાસના વિના આત્મા કે બ્રહ્મ દેખાય જ નહિ અને (છે. 30/1માં) કેવળ તેજને માનતો હોય ને તેની ઉપાસના કરતો હોય તે અમને ગમે જ નહિ. એવી રીતે પોતાના તેજરૂપ બ્રહ્મનો પણ નિષેધ કર્યો છે, અને શુષ્ક વેદાંતીનો તો શ્રીજીમહારાજે (મ. 18, 19, પ્ર. 48, લો. 7ના 3/9 ત્રીજા પ્રશ્નમાં, છે. 28ના પહેલા પ્રશ્નમાં ઇત્યાદિકમાં) અતિશે નિષેધ કર્યો છે. (અને પ્ર. 42, 50 તથા પરથારાની બીજી બાબતમાં તથા વ. 13ના બીજા પ્રશ્નમાં) બ્રહ્મ તો અમે જ છીએ એમ શ્રીજીમહારાજે કહ્યું છે. માટે બ્રહ્મ નામે શ્રીજીમહારાજને જ જાણવા પણ નિરાકાર બ્રહ્મ જે શ્રીજીમહારાજનું તેજ તે આ ઠેકાણે ન જાણવું.
|| ——-x——- ||
[/raw]