[raw]
ગઢડા મધ્ય : ૧૯
સંવત 1878ના માગશર વદિ 14 ચૌદશને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં પરમહંસને ઉતારે દિવસ ઊગ્યા સમે પધાર્યા હતા. પછી ત્યાં આવીને ગાદી-તકિયા ઉપર ઉદાસ થઈને બેઠા, તે કોઈને બોલાવે પણ નહિ, અને કોઈના સામું પણ જુએ નહિ. અને મસ્તક ઉપર ધોળો ફેંટો બાંધ્યો હતો તે છૂટીને શિથળ થઈ ગયો તેને પણ સંભારે નહિ, એવી રીતે એક ઘડી સુધી અતિશે ઉદાસ થઈને બેસી રહ્યા અને નેત્રમાંથી જળ પડવા લાગ્યાં.
પછી શ્રીજીમહારાજ પરમહંસ પ્રત્યે બોલ્યા જે,
ઇતિ વચનામૃતમ્ || 19 || (152)
રહસ્યાર્થ પ્રદી. — આમાં કૃપાવાક્ય (૧) છે. તેમાં શ્રીજીમહારાજે કહ્યું છે જે વેદાંત શાસ્ત્રના શ્રવણથી બુદ્ધિ ભ્રષ્ટ થાય છે ને પોતાને ભગવાન મનાય છે ને અમારી ઉપાસનાનું ખંડન થઈ જાય છે, માટે તેનું શ્રવણ ન કરવું. (1) અને અમારા એકાંતિક ભક્તને દર્શન દેવા ને તેમની રક્ષા કરવા ને અધર્મનો નાશ કરવા મનુષ્યરૂપે થયા છીએ, એવી અમારે વિષે નિષ્ઠા રાખીને માનસીપૂજા તથા ભક્તિ કરવી અને જ્યારે અમે આ મનુષ્ય સ્વરૂપ અદૃશ્ય કરીએ ત્યારે અમારી પ્રતિમાની પૂજા, ભક્તિ, ઉપાસના તથા ધ્યાન કરવું, પણ બીજા કોઈ દેવનું ધ્યાન કરવું નહિ ને સાધને કરીને સિદ્ધ ગતિને પામ્યા હોય એવા સાધુનું પણ ધ્યાન કરવું નહિ, તો અમારે વિષે દૃઢ ભક્તિ થશે અને આ અમારા વચનથી બીજી રીતે વર્તશે તેની ભક્તિ વેશ્યાના જેવી થશે. (2) બાબતો છે.
પ્ર.૧ પહેલી બાબતમાં શુષ્ક વેદાંત શાસ્ત્રના શ્રવણે કરીને ભગવાનની ઉપાસનાનું ખંડન થઈ જાય છે એમ કહ્યું અને પછી અન્ય દેવની ઉપાસના થઈ જાય છે એમ કહ્યું તે ભગવાનની ઉપાસના ટળીને અન્ય દેવની ઉપાસના થવાનો શો હેતુ હશે?
ઉ.૧ શુષ્ક વેદાંત શાસ્ત્રના શ્રવણથી સર્વ દેવને વિષે સમભાવ થઈ જાય છે, પણ એ શ્રવણ કરનાર પાકો વેદાંતી થયો ન હોય તેને જ્યારે કાંઈક સંકટ આવે ત્યારે પોતાની રક્ષાને માટે કોઈક દેવની ઉપાસના કરે એમ અન્ય દેવની ઉપાસના આપત્કાળે કરે.
પ્ર.૨ બીજી બાબતમાં શ્રીજીમહારાજે કહ્યું જે અમો ગોલોકમાં ગયા ત્યાં અનંત પાર્ષદ દીઠા તે ગોલોક કોને કહ્યું હશે?
ઉ.૨ પોતાના તેજરૂપ અક્ષરધામને આ ઠેકાણે ગોલોક નામે કહ્યું છે તે (અ. 6ના બીજા પ્રશ્નમાં) ગોલોક અમે એને જ કહીએ છીએ એમ કહ્યું છે.
પ્ર.૩ ભગવાનના અવતાર દેવ-મનુષ્યાદિકને વિષે થાય છે એમ કહ્યું તે દેવલોકમાં એકાંતિક ભક્ત હશે અને ત્યાં ભગવાન એકાંતિક ધર્મ સ્થાપન કરતા હશે કે નહિ?
ઉ.૩ દેવલોકમાં એકાંતિક ધર્મનું સ્થાપન થાતું નથી અને ત્યાં એકાંતિક ભક્ત પણ નથી; એકાંતિક ભક્ત તો ર્મત્ય લોકમાં જ છે અને એકાંતિક ધર્મ પણ ર્મત્ય લોકમાં સ્થાપન થાય છે કેમ જે આ કર્મ ભૂમિ છે ને એ ભોગ ભૂમિ છે માટે દેવલોકમાં શ્રીજીમહારાજ પ્રગટ થતા નથી; બીજા અવતારો કોઈક પ્રયોજન માટે દેવલોકમાં પ્રગટ થાય છે તે બીજા અવતારોને વિષે પોતે અંતર્યામી શક્તિએ રહ્યા છે માટે અવતારોના અભેદપણે કરીને દેવલોકને વિષે પ્રગટ થાય છે એમ કહ્યું છે.
પ્ર.૪ ધ્યાન કરવાનું કહ્યું તે ધ્યાન કેવી રીતે કરવું?
ઉ.૪ દેહાત્મબુદ્ધિ સોતો શ્રીજીમહારાજને સન્મુખ ધારીને ધ્યાન કરે તે અવરભાવનું ધ્યાન છે; અને સદા દિવ્ય સાકાર મૂર્તિમાન સર્વોપરી પુરૂષોત્તમ એવા જે શ્રી સ્વામિનારાયણ તેમના તેજરૂપ થઈને એ તેજરૂપ જે અક્ષરબ્રહ્મ તેમાં મૂર્તિ ધારવી તે પરભાવનું ધ્યાન છે અને મૂર્તિના તદાકારભાવને પામીને ધ્યાન કરવું તે પરભાવમાં ઉત્તમ ધ્યાન છે.
પ્ર.૫ બીજા કોઈ દેવનું ધ્યાન કરવું નહિ એમ કહ્યું તે દેવ કિયા જાણવા?
ઉ.૫ તે ટાણે પ્રત્યક્ષ સર્વોપરી શ્રી સ્વામિનારાયણ ભગવાન પોતે વિરાજમાન હતા તેમણે પોતાનું જ ધ્યાન કરવાનું કહ્યું છે જે અમારા આશ્રિતોએ અમારું જ ધ્યાન કરવું, પણ બીજા કોઈ દેવનું એટલે કોઈ અવતાર માત્રનું ધ્યાન કરવું નહિ એમ પતિવ્રતાપણે નિષ્ઠા રાખવી તે (લો. 11ના 2/4ના બીજા પ્રશ્નમાં) પણ કહ્યું છે અને સિદ્ધગતિને પામ્યા એવા સાધુનું પણ ન કરવું એમ કહ્યું છે.
પ્ર.૬ આ અમારી આજ્ઞા પાળશે તેને શ્રીકૃષ્ણ નારાયણને વિષે નારદ, લક્ષ્મી, રાધિકા તથા ગોપીઓના જેવી ભક્તિ થશે એમ શ્રીજીમહારાજે કહ્યું તે શ્રીકૃષ્ણ નારાયણ કોને કહ્યા હશે? અને નારદાદિકના જેવી ભક્તિ થાશે એમ કહ્યું તે કેવી રીતે સમજવું?
ઉ.૬ શ્રીકૃષ્ણ નારાયણ પોતાને કહ્યા છે અને જેવી ભક્તિ નારદને તથા લક્ષ્મી આદિકને એમના ઇષ્ટદેવને વિષે હતી તેવી ભક્તિ અમારી આજ્ઞા પાળશે એવા જે અમારા આશ્રિત તેમને અમારે વિષે થાશે એમ કહ્યું છે.
|| ——-x——- ||
[/raw]