[raw]
ગઢડા મધ્ય : ૩૦
સંવત 1879ના દ્વિતીય ચૈત્ર સુદિ 9 નવમીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં શ્રી વાસુદેવનારાયણના મંદિરની ઓસરીએ ગાદી-તકિયા ઉપર વિરાજમાન હતા, ને શ્વેત ખેસ પહેર્યો હતો, ને શ્વેત ચાદર ઓઢી હતી, ને કાળા છેડાની ધોતલી મસ્તકે બાંધી હતી, ને ધોળા પુષ્પનો હાર પહેર્યો હતો, ને ધોળા પુષ્પનો તોરો પાઘમાં લટકતો હતો, ને પોતાના મુખારવિંદની આગળ સાધુ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
પછી શ્રીજીમહારાજ બોલ્યા જે,
ઇતિ વચનામૃતમ્ || 30 || (163)
રહસ્યાર્થ પ્રદી. — આમાં કૃપાવાક્ય (૧) છે. તેમાં શુદ્ધ ચૈતન્ય બ્રહ્મ જે અમારું તેજ તે રૂપ થઈને પરબ્રહ્મ જે અમે તે અમારું ભજન કરે અને અમારા વિના બીજેથી વૈરાગ્ય પામે તેને સોનું ને સ્ત્રી બંધન કરે નહિ એમ શ્રીજીમહારાજે કહ્યું છે. (1) બાબત છે.
પ્ર.૧ શુદ્ધ ચૈતન્ય બ્રહ્મ કહ્યું તેને તમે રહસ્યાર્થમાં શ્રીજીમહારાજનું તેજ કહ્યું તે શ્રીજીમહારાજના તેજને શુદ્ધ ચૈતન્ય બ્રહ્મ કહેવાનો શો હેતુ હશે?
ઉ.૧ મૂળપુરુષ ઈશ્વર, વાસુદેવબ્રહ્મ તથા મૂળઅક્ષર એમના તેજને ચૈતન્ય બ્રહ્મ કહેવાય છે, પણ એ ત્રણને વિષે એક બીજાના ઉપરીનું શક્તિ દ્વારે અન્વયપણું છે અને શ્રીજીમહારાજનું તેજ એ સર્વનું આધાર અને કારણ ને પ્રેરક છે ને એમાં પરાન્વય નથી, માટે આ ઠેકાણે શ્રીજીમહારાજના તેજને શુદ્ધ ચૈતન્ય બ્રહ્મ કહ્યું છે એમ સમજવું.
|| ——-x——- ||
[/raw]