[raw]
લોયા : ૪
સંવત 1877ના કાર્તિક વદિ 14 ચૌદશને દિવસ પહોર એક દિવસ ચઢતે સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ ગામ શ્રી લોયા મધ્યે સુરાભક્તના દરબારમાં વિરાજમાન હતા, અને ધોળો સુરવાળ પહેર્યો હતો, અને ધોળી છીંટની ડગલી પહેરી હતી, અને મસ્તક ઉપર શ્વેત પાઘ બાંધી હતી, અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
પછી અખંડાનંદ સ્વામીએ શ્રીજીમહારાજને પ્રશ્ન પૂછ્યો જે,
પછી વળી અખંડાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે,
અને વળી એક ઠેકાણે રહ્યા થકા અનંતકોટી બ્રહ્માંડને વિષે અંતર્યામીરૂપે વ્યાપીને રહે છે, જેમ વ્યાસજી એક હતા તે શુકજીને સાદ કર્યો ત્યારે સ્થાવર-જંગમ સર્વે જીવમાં રહીને સાદ કર્યો અને શુકજીએ હુંકારો દીધો ત્યારે પણ સ્થાવર-જંગમ સર્વે સૃષ્ટિમાં રહીને હુંકારો દીધો, એવી રીતે શુકજી જેવા મોટા સિદ્ધ હોય તે પણ સર્વે જગતમાં વ્યાપવાને સમર્થ થાય છે તે તો ભગવાનના ભજનના પ્રતાપે કરીને એવી યોગકળાને પામ્યા છે તો પોતે ભગવાન પુરૂષોત્તમ તે તો યોગેશ્વર છે ને સર્વ યોગ કળાના નિધિ છે તે એક ઠેકાણે રહ્યા થકા અનંત કોટી બ્રહ્માંડમાં પોતાની ઇચ્છાએ કરીને જ્યાં જેમ ઘટે ત્યાં તેમ ભાસે છે તેમાં શું કહેવું? અને એ ભગવાનમાં એમ હોય તેનું શું આશ્ચર્ય છે? કેમ જે કોઈક ગોડિયો હોય તે તુચ્છ માયાને જાણે છે તેમાં પણ લોકોને કેવું આશ્ચર્ય થાય છે ને તેની યથાર્થ ખબર પડતી નથી તો ભગવાનમાં તો સર્વયોગકળાઓ રહી છે તે મહાઆશ્ચર્ય રૂપ છે તેને જીવ કેમ જાણી શકે!(બા.૩)
માટે ભાગવતમાં કહ્યું છે જે આટલા ભગવાનની માયાને તર્યા છે અને વળી એમ કહ્યું જે, એ ભગવાનની માયાના બળને પાર પામ્યા નથી તેણે કરીને એમ જાણવું જે, એ ભગવાનની યોગકળામાં બ્રહ્માદિક જેવાને કુતર્ક થાય તો એ ભગવાનની માયાના બળના પારને ન પામ્યા કહેવાય તે કુતર્ક તે શું, તો જે એ ભગવાન તે કેમ એમ કરતા હશે? અને ભગવાનને એમ સમજે જે, એ તો સમર્થ છે તે જેમ કરતા હશે તે ઠીક કરતા હશે, એવી રીતે ભગવાનને નિર્દોષ સમજે તો માયાને તર્યા કહેવાય.(બા.૪)
અને કલ્યાણની રીત તો એક સરખી છે પણ ભજનારા જે પુરુષ તેને વિષે ઉત્તમ, મધ્યમ ને કનિષ્ઠ એ ત્રણ પ્રકારના ભેદ છે ને તેમની શ્રદ્ધા અનંત પ્રકારની છે તેને યોગે કરીને કલ્યાણના માર્ગમાં પણ અનંત ભેદ થયા છે અને વસ્તુગતે તો કલ્યાણનો માર્ગ એક છે અને ભગવાનનું સ્વરૂપ પણ એક જ છે.(બા.૫)
ને તે ભગવાન અતિ સમર્થ છે ને તે જેવો થવાને કાજે અક્ષરપર્યંત કોઈ સમર્થ થાતો નથી એ સિદ્ધાંત છે.(બા.૬)
પછી મુક્તાનંદ સ્વામીએ શ્રીજીમહારાજને કહ્યું જે, ઝીણોભાઈ તો આજ બહુ દિલગીર થયા અને એમ બોલ્યા જે, જ્યારે મહારાજ અમારે ઘેર આવ્યા નહિ ત્યારે અમારે પણ ઘરમાં રહ્યાનું શું કામ છે? એ વાત સાંભળીને શ્રીજીમહારાજ બોલ્યા જે, મૂંઝાઈને રીસે કરીને જે પ્રેમ કરે તે પ્રેમ અંતે નભવાનો નહિ અને રીસવાળાની ભક્તિ તથા પ્રેમ એ સર્વે અંતે ખોટાં થઈ જાય છે, માટે મૂંઝાઈને ઝાંખું મુખ કરવું તે તો અતિ મોટી ખોટ્ય છે.
પછી ઝીણેભાઈએ કહ્યું જે,
ઇતિ વચનામૃતમ્ || 4 || (112)
રહસ્યાર્થ પ્રદી. — આમાં પ્રશ્ન (૩) છે. તેમાં પહેલામાં શ્રીજીમહારાજે કહ્યું છે જે અમે અમારા ધામને વિષે રહ્યા થકા અમારી ઇચ્છાએ કરીને અનંતકોટી બ્રહ્માંડને વિષે અનંતરૂપે દર્શન આપીએ છીએ. (1) બીજામાં અમારી મૂર્તિ સદાય એક સરખી છે પણ જ્યાં જેવી દેખાડી જોઈએ ત્યાં તેવી અમારી ઇચ્છાએ કરીને દેખાડીએ છીએ અને જ્યાં જેટલો પ્રકાશ કરવો ઘટે ત્યાં તેટલો પ્રકાશ કરીએ છીએ અને સદાય દ્વિભુજ છીએ તો પણ અમારી ઇચ્છાએ કરીને ક્યાંક ચતુર્ભુજ, અષ્ટભુજ, અનંત ભુજને દેખાડીએ છીએ તથા મચ્છ-કચ્છાદિક રૂપે દેખાઈએ છીએ. (2) અને અનંત કોટી બ્રહ્માંડને વિષે અમે અંતર્યામીરૂપે વ્યાપીને રહ્યા છીએ. (3) અને અમને નિર્દોષ સમજે તે માયાને તર્યા કહેવાય. (4) અને કલ્યાણની રીત એક સરખી છે પણ ભજનારા પુરુષના ઉત્તમ, મધ્યમ, કનિષ્ઠ ભેદ છે ને તેમની શ્રદ્ધા અનંત પ્રકારની છે તેને યોગે કરીને કલ્યાણના માર્ગમાં પણ અનંત ભેદ થાય છે. (5) અને અમારા જેવો થાવાને અક્ષરપર્યંત કોઈ સમર્થ નથી. (6) ત્રીજામાં અમારી પાસે તથા અમારા સંતની પાસે પોતાનું ધાર્યું ન કરાવવું અને ભૂંડા દેશકાળાદિકમાં મૂંઝાવું નહિ. (7) બાબતો છે.
પ્ર.૧ પહેલા પ્રશ્નમાં બિલોરી કાચના મધ્યના મંદિરમાં પુરુષ ઊભો હોય તે પુરુષ ફરતી ઓરડીમાં ભાસે તેમ અમે અક્ષરધામમાં રહ્યા થકા સર્વે બ્રહ્માંડોમાં દેખાઈએ છીએ એમ કહ્યું તે પુરુષનું તો પ્રતિબિંબ દેખાય છે તે પ્રતિબિંબ તો દેખાવા માત્ર જ છે પણ સત્ય નથી તેમ શ્રીજીમહારાજ પણ પ્રતિબિંબની પેઠે દેખાવા માત્ર જ ઠર્યા પણ સાક્ષાત્ દેખાતા નથી એવું થયું માટે તે કેમ સમજવું?
ઉ.૧ પુરુષનો દેહ તો જડ છે તે બીજે ઠેકાણે દેખાવા સમર્થ નથી અને ભગવાન તો ચૈતન્ય મૂર્તિ છે ને અતિ સમર્થ છે ને સર્વત્ર વ્યાપક છે માટે અનંત બ્રહ્માંડમાં પોતે જ દર્શન આપે છે ને બોલવું ઘટે તેની સાથે બોલે ને ચહાય તેવું રૂપ ધરે એમાં કાંઈ આશ્ચર્ય નથી. અને જડ દૃષ્ટાંત તો એકદેશી જ હોય, પણ સર્વદેશી ન હોય માટે જડ વસ્તુના દૃષ્ટાંત પ્રમાણે જ સિદ્ધાંત હોવો જોઈએ એમ ન જાણવું.
પ્ર.૨ શ્રીજીમહારાજે કહ્યું જે અમે એક ઠેકાણે રહ્યા થકા અનંત ઠેકાણે દેખાઈએ છીએ તે એ ને એ રૂપે દેખાતા હશે કે અનંતરૂપ ધારવાં પડતાં હશે?
ઉ.૨ પોતાના તેજરૂપી અક્ષરધામમાં રહ્યા થકા જ અનંત ઠેકાણે સંકલ્પે કરીને ધામમાં છે એ જ દેખાય છે પણ બીજું રૂપ ધારવું પડતું નથી એવી પોતામાં યોગકળા છે.
પ્ર.૩ બીજા પ્રશ્નમાં જે ભગવાન અક્ષરધામમાં રહ્યા છે તે જ ભગવાન પોતે ચતુર્ભુજ, અષ્ટભુજ, અનંત ભુજને દેખાડે છે તથા મચ્છ-કચ્છાદિક અનંતરૂપે ભાસે છે એમ કહ્યું અને (પ્ર. 41,45,51, 56ના 3/4 ત્રીજા પ્રશ્નમાં,62ના પહેલા પ્રશ્નમાં,63ના ત્રીજા પ્રશ્નમાં,64/1માં,72ના 2/4 બીજા પ્રશ્નમાં, 78ના નવમા પ્રશ્નમાં,સા. 5ના 2/3 બીજા પ્રશ્નમાં,17/1.2માં, કા. 7ના ચોથા પ્રશ્નમાં,8/1. 2.3માં, 10ના 1/4 પહેલા પ્રશ્નમાં,લો. 7ના 3/8 ત્રીજા પ્રશ્નમાં,10ના 6/8 છઠ્ઠા પ્રશ્નમાં,12ના પહેલા પ્રશ્નમાં, 13ના બીજા પ્રશ્નમાં,14/2માં,17ના 5/7 પાંચમા પ્રશ્નમાં, પં. 1/1માં,2માં, 4માં,6/2માં,7/2માં , મ. 9/1માં,13/1. 2.3માં,31ના પહેલા પ્રશ્નમાં તથા 2/5 બીજા પ્રશ્નમાં,50/1માં,67માં અને અ. 7/1માં) શ્રીજીમહારાજને સર્વે અવતારોના કારણ ને સર્વેથી પર કહ્યા છે તે વિરોધ આવ્યો તે કેવી રીતે સમજવું?
ઉ.૩ શ્રીજીમહારાજમાં ને બીજા અવતારોમાં તો ભેદ અતિશે છે પણ આ વચનામૃતમાં તો શ્રીજીમહારાજ ઘણાક મતવાદીઓને મચ્છ-કચ્છાદિક તથા રામકૃષ્ણાદિક અનંતરૂપે તથા ચતુર્ભુજ, અષ્ટભુજ, અનંત ભુજરૂપે દેખાયા હતા તે રૂપ કહ્યાં છે તે પરથારામાં નવમી બાબતમાં કહ્યું છે જે, મતવાદીઓને એમના ઇષ્ટદેવરૂપે પોતે દેખાતા હવા તે સ્વરૂપ જાણવાં.
પ્ર.૪ (2/5 બીજા પ્રશ્નમાં) ભજનારામાં, શ્રદ્ધામાં ને કલ્યાણમાં ભેદ કહ્યા તે કેવી રીતે જાણવા?
ઉ.૪ શ્રીજીમહારાજને ભજે પણ મૂળઅક્ષરાદિક સર્વે અવતારોના અવતારી ને સર્વેના કારણ ને સર્વેથી પર ન જાણે ને બીજા અવતારો જેવા જાણે તે ઉપાસનાના ભેદ સમજવા તે ઉપાસનાને ભેદે કરીને ભજનારામાં ભેદ પડે છે એટલે કોઈક રામચંદ્રજી જેવા, કોઈક શ્રીકૃષ્ણ જેવા, ને કોઈક વાસુદેવ જેવા, કોઈક અક્ષર જેવા, અને કોઈક તો જેવા છે એવા જાણીને ભજે છે એવી રીતે ભજનારામાં ભેદ પડે છે અને શ્રદ્ધા એટલે આસ્થા તે પણ ઉપાસના પ્રમાણે જ બેસે એટલે આસ્થામાં પણ ભેદ પડે છે. અને કલ્યાણનો માર્ગ તો શ્રીજીમહારાજના તેજરૂપ થઈને શ્રીજીમહારાજને ભજે તો આત્યંતિક કલ્યાણ થાય તેમાં આત્યંતિક કલ્યાણ એ જ એક કલ્યાણનો માર્ગ છે પણ બીજો નથી, તે જ્યારે શ્રીજીમહારાજને સર્વોપરી જાણીને ભજે ત્યારે જ આત્યંતિક કલ્યાણ થાય; એ જ કલ્યાણ કહેવાય, પણ તે વિના બીજું એકે સર્વોપરી આત્યંતિક કલ્યાણ ન કહેવાય, માટે આત્યંતિક કલ્યાણનો એ એક જ માર્ગ છે.
|| ——-x——- ||
[/raw]