સંવત 1877ના ફાગણ સુદિ 7 સાતમને દિવસ ગામ શ્રી પંચાળા મધ્યે ઝીણાભાઈના દરબારમાં ઓટા ઉપર ઢોલિયો ઢાળ્યો હતો તે ઉપર શ્રીજીમહારાજ વિરાજમાન હતા, અને ધોળો ફેંટો મસ્તક ઉપર બાંધ્યો હતો, તથા ધોળો ખેસ પહેર્યો હતો, તથા ધોળી પછેડી ઓઢી હતી, અને પરમહંસની સભા તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને શ્રીજીમહારાજના મુખારવિંદની આગળ બેઠી હતી.
પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, મોક્ષધર્મનું પુસ્તક મંગાવો તો સાંખ્યના અધ્યાયની તથા યોગના અધ્યાયની કથા કરાવીએ, એ વચનને સાંભળીને પુસ્તક મગાવ્યું પછી નિત્યાનંદ સ્વામીએ કથા કરવાનો આરંભ કર્યો. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે,
ઇતિ વચનામૃતમ્ || 2 || (128)
રહસ્યાર્થ પ્રદી. — આમાં કૃપાવાક્ય (૧) છે. તેમાં શ્રીજીમહારાજે કહ્યું છે કે યોગવાળા જીવ-ઈશ્વરને સમ કહે છે ને અક્ષરધામને વિષે રહ્યું એવું જે ભગવાનનું સ્વરૂપ તથા પ્રકૃતિપુરુષાદિક તથા મચ્છ-કચ્છાદિક અવતાર તે સર્વેને ધ્યાન કરવા યોગ્ય કહે છે ને એમાં અંશ:અંશીભાવ કલ્પે છે એ દોષ છે; અને પ્રત્યક્ષ ભગવાનના આશ્રયે કરીને મોક્ષ થાય એમ કહે છે, તેમણે જીવથી ઈશ્વરને ભિન્ન ને સર્વજ્ઞ સમજવા ને પ્રકૃતિપુરુષથી લઈને બ્રહ્મા, વિષ્ણુ, શિવાદિક સર્વેને ભગવાનના ભક્ત સમજવા ને અંશઅંશીભાવ ટાળવો અને આત્યંતિક પ્રલયને વિષે અક્ષરધામમાં પુરૂષોત્તમ ભગવાન રહે છે તે પૃથ્વીને વિષે પ્રગટ થાય તેમનું જ ધ્યાન કરવું. અને સાંખ્યવાળા પરમાત્માને પામનારા જીવ-ઈશ્વરને તત્વથી ભિન્ન કહેતા નથી ને જીવને જ ધ્યાન કરવા યોગ્ય માને છે, તે દોષ છે, તેમણે તત્વથી જીવ-ઈશ્વરને ભિન્ન સમજવા અને પ્રકૃતિપુરુષથી થયું તેને મિથ્યા કહેવું ને ભગવાનના અવતારને સત્ય જાણવા. આ યોગ તથા સાંખ્યવાળાએ જેને અક્ષરધામ શબ્દથી કહ્યું છે તેને મૂળપુરુષનું તેજ જાણવું અને જેને પુરૂષોત્તમ શબ્દથી વર્ણન કર્યા છે તેને મૂળપુરુષ જાણવા અને નિર્ગુણ વાસુદેવ પણ એના તેજને જ કહે છે અને પ્રધાનપુરુષને પ્રકૃતિપુરુષ શબ્દથી કહ્યા છે. તે યોગવાળા જેમ પ્રત્યક્ષને આશ્રયે કરીને મોક્ષ કહે છે તેમ અમારા ભક્તોએ પ્રત્યક્ષ ભગવાન જે અમે તે અમને બ્રહ્માદિકથી લઈને મૂળઅક્ષરપર્યંત સર્વેથી પર જાણવા ને એ સર્વેને અમારા ભક્ત જાણવા અને અમે અનિરુદ્ધ જે મૂળઅક્ષર અને પ્રદ્યુમ્ન જે વાસુદેવબ્રહ્મ અને સંકર્ષણ જે મહાકાળ તેમને વિષે નિર્ગુણ વાસુદેવ જે અમારું તેજ તે દ્વારે પ્રવેશ કરીને તે તે રૂપે થઈએ છીએ તથા રામકૃષ્ણાદિક અવતારનું ગ્રહણ કરીએ છીએ તે સર્વેને સત્ય જાણવા અને પ્રકૃતિપુરુષથી થયું તેને મિથ્યા માનવું અને એ સર્વેથી પર નિર્ગુણ વાસુદેવ જે અમારા તેજરૂપ અક્ષરધામ તે રૂપ પોતાના આત્માને માનીને યોગ માર્ગે કરીને અમારી ઉપાસના, ધ્યાન, ભક્તિ કરવાં પણ અમારા વિના બીજા કોઈનું કરવું નહિ. (1) બાબત છે.
પ્ર.૧ વિશ્વ, તૈજસ ને પ્રાજ્ઞ અને બ્રહ્મા, વિષ્ણુ ને શિવ તે તુલ્ય કહ્યા તે કેવી રીતે સમજવા?
ઉ.૧ વૈરાજપુરુષ પોતાના ઉપરી જે અનિરુદ્ધ, પ્રદ્યુમ્ન ને સંકર્ષણ થકી ઉત્પત્તિ, સ્થિતિ ને પ્રલય કરવાની સામર્થી પામીને બ્રહ્મા પાસે ઉત્પત્તિ કરાવે છે તે ઉત્પત્તિના અભિમાને કરીને બ્રહ્મા નામે કહેવાય છે અને વિષ્ણુ પાસે સ્થિતિ કરાવે છે તે સ્થિતિને અભિમાને કરીને વિષ્ણુ નામે કહેવાય છે અને શિવ પાસે પ્રલય કરાવે છે તે પ્રલયના અભિમાને કરીને શિવ નામે કહેવાય છે તે એ ત્રણ દેવો દ્વારે ઉત્પત્તિ, સ્થિતિ ને પ્રલય કરે છે તે ક્રિયાના અભિમાને કરીને બ્રહ્મા, વિષ્ણુ ને શિવ નામે કહેવાય છે પણ જેમ જીવનાં પોતાનાં વિશ્વ, તૈજસ ને પ્રાજ્ઞ નામ કહેવાય છે, તેમ વૈરાજનાં પોતાના એ નામ નથી. એ તો બ્રહ્મા, વિષ્ણુ ને શિવ દ્વારે ઉત્પત્તિ, સ્થિતિ ને પ્રલય કરે છે તે માટે બ્રહ્મા, વિષ્ણુ ને શિવની તુલ્યતા કહી છે.
ઉ.૨ શ્રીજીમહારાજને અચ્યુત છે, નિરંશ છે, નિર્વિકાર છે, અક્ષર છે, અખંડ છે, એવાં વિશેષણ આપ્યાં છે પણ અક્ષર તે જ શ્રીજીમહારાજ છે એમ નથી કહ્યું.
પ્ર.૩ અનિરુદ્ધ, પ્રદ્યુમ્ન ને સંકર્ષણ તેમને મિથ્યા ન કરવા એમ કહ્યું અને પછીથી પ્રકૃતિપુરુષના કાર્યને મિથ્યા કરવું એમ કહ્યું તે અનિરુદ્ધાદિક તો પ્રકૃતિપુરુષના કાર્યમાં આવી ગયા માટે તેને તો મિથ્યા કહેવા જોઈએ જ ને મિથ્યા કરવા નહિ એમ કહ્યું તેનું શું કારણ હશે?
ઉ.૩ આ ઠેકાણે અનિરુદ્ધ, પ્રદ્યુમ્ન ને સંકર્ષણ કહ્યા તે મૂળપુરુષથી પર છે તેમાં મૂળઅક્ષરને અનિરુદ્ધ કહ્યા છે તે (લો. 7ના 1/2 પહેલા પ્રશ્નમાં) જગતની ઉત્પત્તિને અર્થે અમે અનિરુદ્ધ રૂપે થઈએ છીએ. એટલે એ મૂળઅક્ષર જે અનિરુદ્ધ તેને વિષે નિર્ગુણ વાસુદેવ જે અમારું તેજ તે તેજ દ્વારે રહ્યા છીએ એમ શ્રીજીમહારાજે કહ્યું છે, માટે અનિરુદ્ધ નામે મૂળઅક્ષરને કહ્યા છે અને માયા સુધી જંગમ એટલે ચળ વિશ્વ અને મૂળપુરુષથી લઈને બ્રહ્મકોટી તથા મૂળઅક્ષરના મુક્ત ત્યાં સુધી સર્વ સ્થાવર એટલે અચળ વિશ્વ એ બેય વિશ્વ મૂર્તિમાન મૂળઅક્ષર જે અનિરુદ્ધ તેના તેજને વિષે સાવકાશે કરીને રહ્યા છે. અને શ્વેતદ્વીપ પતિ વાસુદેવને પ્રદ્યુમ્ન કહ્યા છે. અને મહાકાળને સંકર્ષણ નામે કહ્યા છે, માટે આ સંકર્ષણાદિ ત્રણ તે મૂળપુરુષથી પર છે તેથી એમને સત્ય કહ્યા છે અને પ્રકૃતિમાંથી જે સંકર્ષણાદિક ઉત્પન્ન થાય છે તે તો પ્રલય સમે લય પામે છે માટે મિથ્યા કહેવાય.
પ્ર.૪ વાસુદેવ કોને કોને કહેવાતા હશે?
ઉ.૪ શ્રીજીમહારાજ મૂળઅક્ષરને વિષે પોતાના તેજ દ્વારે વાસ કરે છે માટે શ્રીજીમહારાજને વાસુદેવ કહેવાય, અને વાસુદેવબ્રહ્મને વિષે મૂળઅક્ષર પોતાના તેજ દ્વારે વાસ કરે છે માટે મૂળઅક્ષરને વાસુદેવ કહેવાય, અને મૂળપુરુષને વિષે વાસુદેવબ્રહ્મ પોતાના તેજ દ્વારે વાસ કરે છે માટે વાસુદેવબ્રહ્મને વાસુદેવ કહેવાય, અને માયાબદ્ધ જીવોને વિષે મૂળપુરુષ પોતાના તેજ દ્વારે વાસ કરે છે માટે મૂળપુરુષને વાસુદેવ કહેવાય અને તે મૂળપુરુષ વસુદેવના પુત્ર થયા માટે વાસુદેવ કહેવાય અને તે મૂળપુરુષ દ્વારાએ માયામાંથી અનંત પ્રધાનપુરુષ થાય છે અને તે થકી મહત્તત્વ થાય છે ને તે થકી રાજસાહંકાર (અનિરુદ્ધ), સાત્વિકાહંકાર (પ્રદ્યુમ્ન), તામસાહંકાર (સંકર્ષણ) એ ત્રણ પ્રકારનો અહંકાર થાય છે અને તેમાંથી ચોવીસ તત્વ થાય છે ને તે થકી વિરાટ થાય છે ને તે થકી બ્રહ્મા, વિષ્ણુ ને શિવ થાય છે, તે પ્રધાનપુરુષ, મહત્તત્વ, પ્રદ્યુમ્ન, વૈરાજ અને વિષ્ણુ તે પણ સૌ સૌના કાર્યમાં વાસ કરે છે માટે તેમને પણ વાસુદેવ કહેવાય, અને મૂળપુરુષ ને મૂળમાયાથી થઈ તે સૃષ્ટિને (લો. 7ના 1/2 પહેલા પ્રશ્નમાં) જંગમ એટલે પ્રલયમાં નાશ પામતી એવી ચળ સૃષ્ટિ કહી છે, આ ચળ વિશ્વના વાસુદેવ મૂળપુરુષ છે, અને જે મહત્તત્વમાંથી અનિરુદ્ધાદિક થાય છે તે તથા મહત્તત્વ, પ્રધાનપુરુષ તે સર્વે મહામાયાને વિષે લય પામે છે અને મહામાયા મૂળપુરુષમાં લય પામે છે ત્યારે મૂળપુરુષ જે તે વાસુદેવબ્રહ્મના બ્રહ્મપુરધામને વિષે વાસુદેવબ્રહ્મને સમીપે રહે છે.
પ્ર.૫ પોતાના આત્માને સર્વેથી પૃથક્ શુદ્ધ બ્રહ્મરૂપ માનીને અમારા રૂપને સત્ય જાણીને અમારું ધ્યાન કરવું એવો જે વિચાર તે તો અમ જેવા મોટા પાસેથી શીખે તો જ આવડે પણ શાસ્ત્રને ભણવે-સાંભળવે કરીને આવડે નહિ એમ શ્રીજીમહારાજે કહ્યું તે અમ જેવા મોટા કોને કહ્યા હશે?
ઉ.૫ શ્રીજીમહારાજે પોતાના સાર્ધમ્યપણાને પામેલા મુક્તને પોતા જેવા કહ્યા છે, માટે શ્રીજીમહારાજ તથા તેવા મુક્ત થકી જ આ વિચાર આવડે ને શ્રીજીમહારાજનું જ્ઞાન, ધ્યાન ને કલ્યાણ થાય છે પણ કેવળ શાસ્ત્ર થકી યથાર્થ સમજાતું નથી.