Panchala 4

[raw]

પંચાળા : ૪

સંવત 1877ના ફાગણ વદિ 3 ત્રીજને દિવસ શ્રીજીમહારાજ ગામ શ્રી પંચાળા મધ્યે ઝીણાભાઈના દરબારમાં ઓટા ઉપર ઢોલિયો ઢળાવીને વિરાજમાન હતા, અને ધોળો ફેંટો મસ્તક ઉપર બાંધ્યો હતો, તથા ધોળો ખેસ પહેર્યો હતો, તથા ઝીણી ધોળી પછેડી ઓઢી હતી, ને હસ્તકમળને વિષે તુળસીની માળા ફેરવતા હતા, અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસની સભા તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, સર્વે પરમહંસ પરસ્પર પ્રશ્ન-ઉત્તર કરો. ત્યારે મુનિબાવે બ્રહ્માનંદ સ્વામીને પ્રશ્ન પૂછ્યો જે,

ઇતિ વચનામૃતમ્ || 4 || (130)

રહસ્યાર્થ પ્રદી. — આમાં પ્રશ્ન (૧) છે. તેમાં શ્રીજીમહારાજે વેદાદિકને દૃષ્ટાંતે પોતાનું સનાતન અનાદિ દિવ્ય સ્વરૂપ અક્ષરધામમાં રહ્યું છે તેનું અવર્ણનીયપણું તથા અગોચરપણું કહ્યું છે જે, માયિક આકાર માત્રમાં અમારા તુલ્ય કોઈમાં રૂપ આદિક નથી અને અમારા ધામ જેવું કોઈનું સ્થાનક નથી અને અમારા ધામને વિષે અમારા ભક્તોને જેવું સુખ છે તેવું કોઈને સુખ નથી અને અમારા જેવો કોઈનો આકાર નથી અને પ્રકૃતિ થકી થયા જે આકાર તે માયિક છે અને અમે ને અમારા મુક્ત દિવ્ય છીએ. અને જેમ મનુષ્યને ભેંશ આદિકની ઉપમા દેવી તે અઘટિત છે તેવી રીતે અમને પ્રકૃતિના કાર્યની ઉપમા દેવી તે અતિશે અઘટિત છે, અને જેમ મનુષ્યો સજાતિ છે તેમાં પણ સાદૃશ્યપણું નથી, તેમ માયાથી પર ઈશ્વરકોટી, બ્રહ્મકોટી ને અક્ષરકોટી તે દિવ્ય, સજાતિ ને ચૈતન્ય છે તો પણ તેમાં ને અમારામાં કાંઈ સાદૃશ્યપણું નથી, અને જેમ ભગો, મૂળો સરખા છે તેમ અમારા ધામમાં અમારા મુક્ત અમારા સરખા છે તેમાં પણ અત્યંત સાદૃશ્યપણું નથી તો ઉપર કહ્યા જે ઐશ્વર્યાર્થીઓ તેમાં સાદૃશ્યપણું ન હોય તેમાં શું કહેવું? અને માયિક આકારમાં તો સાદૃશ્યપણું હોય જ ક્યાંથી? એવા દિવ્ય ને સર્વેને અગોચર અમે અક્ષરધામમાં રહ્યા છીએ અને રાજાધિરાજ ને અસંખ્ય સમૃદ્ધિ તથા પાર્ષદો તેમણે યુક્ત ને અનંતકોટી બ્રહ્માંડના પતિ છીએ અને તે બ્રહ્માંડોના પતિઓ તે અમને ભજે છે ને અમારી આજ્ઞામાં વર્તે છે ને પ્રાર્થના કરે છે, ત્યારે અમે જ્યાં જેમ ઘટે ત્યાં તેમ અમારી ઇચ્છાથી દર્શન આપીએ છીએ અને યુગાનુરૂપ આચરણ કરીએ છીએ આવો અમારો દિવ્યભાવ ને મનુષ્યભાવ યથાર્થ જાણ્યો હોય તેને અમારા નિશ્ચયમાં સંશય થાય નહિ અને દિવ્યરૂપ એવા અમે તે મનુષ્યરૂપ ધારીએ છીએ ત્યારે મનુષ્યના જેવા સ્વભાવે યુક્ત વર્તીએ તે અમારો મનુષ્યભાવ ને દિવ્યભાવ તે બુદ્ધિમાનના જાણ્યામાં આવે છે ને તેને જ અમારો નિશ્ચય થાય છે; અને અમે દિવ્યભાવે સહિત દર્શન આપીએ તો મનુષ્યને દર્શન-સ્પર્શાદિકનું સુખ ન આવે ને કલ્યાણનો નિશ્ચય ન થાય, જેમ સૂર્ય ને અગ્નિને દર્શને સુખ નથી થતું તેમ, માટે અમે તમારા કલ્યાણને અર્થે દિવ્યભાવ છુપાવીને મનુષ્ય જેવા દેખાઈએ છીએ, અને કોઈક સ્થળમાં દિવ્યભાવ જણાવીએ છીએ, જેમ શ્રીકૃષ્ણ ભગવાને ભીષ્મને જણાવ્યો તેમ. માટે અમારો દિવ્યભાવ ને મનુષ્યભાવ જાણ્યો હોય તેને અમારા ચરિત્રમાં સંશય થાય નહિ ને નિશ્ચય ટળે નહિ, નહિ તો ટળી જાય. (1) બાબત છે.

|| ——-x——- ||

[/raw]



Leave a Reply