[raw]
વરતાલ : ૧૬
સંવત 1882ના પોષ વદિ 13 તેરશને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી વરતાલ મધ્યે શ્રી લક્ષ્મીનારાયણના દરબારમાં લીંબડાના વૃક્ષ હેઠે મંચ ઉપર ગાદી-તકિયા બિછાવીને વિરાજમાન હતા, ને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં, ને પોતાના મુખારવિંદની આગળ મુનિમંડળ સમસ્ત તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
તે સભામાં વડોદરાના શાસ્ત્રી બેઠા હતા તેણે એમ કહ્યું જે,
ઇતિ વચનામૃતમ્ || 16 || (216)
રહસ્યાર્થ પ્રદી. — આમાં પ્રશ્ન (૧) છે. તેમાં શ્રીજીમહારાજે કહ્યું છે જે અમારા ભજનના સુખ આગળ ચૌદ લોકનાં તથા બ્રહ્માંડોનાં સુખ તે નરકતુલ્ય ને દુઃખ રૂપ છે. (1) અને અમારા ભજનનો ને અમારા ભક્તનો સત્સંગ રખાવ્યાનો આગ્રહ રાખવો પણ અમારું ભજન ભૂલીને કોઈ પ્રકારનો આગ્રહ રાખવો નહિ, એ અમારો રહસ્ય અભિપ્રાય છે. (2) બાબતો છે.
પ્ર.૧ બ્રહ્માંડોનું સુખ નરક તુલ્ય કહ્યું તે બ્રહ્માંડો કિયાં જાણવાં?
ઉ.૧ પ્રકૃતિ પુરુષના લોક સુધી બ્રહ્માંડ જાણવાં તે નરક તુલ્ય ને દુઃખદાયી છે કેમ જે માયા જડ, દુઃખ ને મિથ્યા રૂપ છે, તેમાં સુખ હોય જ નહિ, કેવળ દુઃખ જ રહ્યું છે.
પ્ર.૨ બીજી બાબતમાં કોઈ પ્રકારનો આગ્રહ ન કરવો એમ કહ્યું અને (મ. 57/4માં) ઉપદેશ કર્યા નિમિત્ત થોડી ઘણી ઉપાધિ રહે તો પણ ઉપદેશ કરવો એમ કહ્યું છે તે કેવી રીતે સમજવું?
ઉ.૨ જેને ધ્યાન કરીને શ્રીજીમહારાજની મૂર્તિ સિદ્ધ કરવી હોય તેને તે મૂર્તિનું અનુસંધાન ચૂકી જવાય એવો આગ્રહ ન કરવો; મૂર્તિનું અનુસંધાન રાખીને સત્સંગ કરાવવો. એવી રીતે ધર્મની, જ્ઞાનની, વૈરાગ્યની, પંચ વર્તમાનની, ધ્યાન-ઉપાસનાની વાતો કરીને સત્સંગીને પુષ્ટિ કરવી તેમાં મૂર્તિનું અનુસંધાન ભૂલી જવાય એવો આગ્રહ ન રાખવો એમ કહ્યું છે, અને તે ઉપાસના આદિકની વાતો કરવામાં કોઈ ઉપાધિ કરે તો પણ વાતો કરવી એમ (મ. 57માં) કહ્યું છે.
|| ——-x——- ||
[/raw]