સંવત 1881ના અષાઢ સુદિ 6 છઠને દિવસ સંધ્યા-આરતીને સમે સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં ઉગમણે બાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા, અને મસ્તક ઉપર શ્વેત પાઘ પુષ્પને તોરે યુક્ત વિરાજમાન હતી, અને શ્વેત ચાદર ઓઢી હતી, ને શ્વેત ખેસ પહેર્યો હતો. અને શ્રીજીમહારાજના મુખારવિંદ આગળ પરમહંસ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી, અને મશાલનો પ્રકાશ થઈ રહ્યો હતો, અને મુનિમંડળ દુકડ-સરોદા લઈને ભગવાનના કીર્તનનું ગાન કરતા હતા.
પછી શ્રીજીમહારાજ બોલ્યા જે,
ઇતિ વચનામૃતમ્ || 57 || (190)
રહસ્યાર્થ પ્રદી. — આમાં કૃપાવાક્ય (૧) છે. તેમાં શ્રીજીમહારાજે કહ્યું છે જે સત્તારૂપ એવો જે આત્મા તેને માયાનું આવરણ નથી તો પરમાત્મા નારાયણ વાસુદેવ જે અમે તે અમારે વિષે તો કોઈ જાતનું આવરણ હોય જ કેમ? એવો અમારો મહિમા જાણીને અમારે વિષે પ્રીતિ કરવી. (1) અને જે પદાર્થ અમારાથી અધિક જણાય અને અમારા ભજનમાં આડું આવે તેનો ત્યાગ કરવો. (2) અને અમારા કરતાં બીજું પદાર્થ વહાલું રાખે તે મીનડિયો ભક્ત છે. (3) અને અમારા સ્વરૂપનું જ્ઞાન કહેવામાં ઉપાધિ રહે તો પણ અમારી વાત કરવામાં કાયરપણું રાખવું નહિ. (4) અને અમારે વિષે પ્રીતિ કરવામાં અધૂરું રહે ને દેહ પડે તો પણ ઇન્દ્ર કે બ્રહ્માના જેવો તો દેહ આવશે જ એમ નિર્ભય રહીને અમારું ભજન કરવું. (5) બાબતો છે.
પ્ર.૧ પહેલી બાબતમાં આત્માને સત્તારૂપ કહ્યો તે સત્તારૂપ એટલે કેવો જાણવો? અને આત્માને વિષે આવરણ નથી એમ કહ્યું અને (કા. 12ના પહેલા પ્રશ્નમાં) કારણ શરીરરૂપ જીવની માયા તે કોઈ રીતે જુદી પડતી નથી એમ કહ્યું છે તે કેવી રીતે સમજવું?
ઉ.૧ જીવને આંબલિયાની છાલની પેઠે માયાનો દૃઢ સંબંધ છે, પણ જીવ ભેળી ભળીને એકરસ થઈ ગઈ નથી એમ સત્તારૂપ કહ્યો છે તે એને શ્રીજીમહારાજના સ્વરૂપનું જ્ઞાન થાય ને શ્રીજીમહારાજનું ધ્યાન કરે ને આજ્ઞા પાળે એટલે માયાનું આવરણ નાશ પામે, ને પોતે શ્રીજીમહારાજના તેજરૂપ થાય ત્યારે તે આત્મસત્તારૂપ કહેવાય.
પ્ર.૨ ચોથી બાબતમાં મને ભગવાન મળ્યા છે, માટે હું કલ્યાણની વાત ન કરું ત્યારે મારું જ્ઞાન શા કામમાં આવ્યું? એમ કહ્યું તે જ્યારે વાત કરી તે વખતે તો મનુષ્યરૂપે મળ્યા હતા, પણ આજ કેવી રીતે મળ્યા જાણવા?
ઉ.૨ જ્યારે શ્રીજીમહારાજના સ્વરૂપનું યથાર્થ જ્ઞાન થાય ને યથાર્થ મહિમા સમજાય ત્યારે એને સદાય ભેળા જ છે અને જો મહિમા યથાર્થ ન જાણ્યો હોય ને મનુષ્યરૂપે રાત-દિવસ ભેળા રહેતા હોય તો પણ તેને પરોક્ષ જ છે; એ તો જ્યારે શ્રીજીમહારાજનું યથાર્થ જ્ઞાન થાય ત્યારે જ મળ્યા સમજવા. માટે જ્ઞાને કરીને મળ્યા એ જ મળ્યા કહેવાય કેમ જે જ્ઞાનીને ભગવાન આવતા જતા નથી; સદાય છે, છે ને છે જ. તે મનુષ્યરૂપે અથવા પ્રતિમારૂપે મળે, પણ જ્યારે મનુષ્યરૂપમાંથી મનુષ્યભાવ ટળે અને પ્રતિમાને વિષેથી પ્રતિમાભાવ ટળે ને દિવ્યભાવ સમજાય તો જ મળ્યા કહેવાય, પણ જ્યાં સુધી દિવ્યભાવ ન આવે ત્યાં સુધી મનુષ્યરૂપે મળે તો પણ યથાર્થ મળ્યા ન કહેવાય અને પ્રતિમારૂપે મળે તો પણ યથાર્થ મળ્યા ન કહેવાય, માટે જ્યારે દિવ્યભાવે સહિત સાક્ષાત્ જ્ઞાન થાય ત્યારે જ મળ્યા કહેવાય.
પ્ર.૩ અમારી વાત કરવામાં ઉપાધિ રહે તો પણ વાત કરવી એમ શ્રીજીમહારાજે કહ્યું તે ઉપાધિ શી સમજવી?
ઉ.૩ શ્રીજીમહારાજનો મહિમા કહેતાં જેને ઉપાસના પૂરી ન હોય તે ઉપાધિ કરે જે તમે આવી વાતો કરશો નહિ કેમ જે શાસ્ત્રમાં બાધ આવે છે, માટે તમારે ઝાઝો મહિમા કહેવો નહિ એવી રીતે ઉપાધિ કરે તે ઉપાધિને સહન કરીને પણ શ્રીજીમહારાજની ઉપાસનાની વાતો કરવી.