Sarangpur 17

[raw]

સારંગપુર : ૧૭

સંવત 1877ના ભાદરવા સુદિ 6 છઠને દિવસ સંધ્યા સમે શ્રીજીમહારાજ ગામ શ્રી સારંગપુર મધ્યે જીવાખાચરના ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા, ને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં, ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે,

ઇતિ વચનામૃતમ્ || 17 || (95)

રહસ્યાર્થ પ્રદી. — આમાં કૃપાવાક્ય (૧) છે. તેમાં શ્રીજીમહારાજે કહ્યું છે જે, અમારો ભક્ત પોતાને દેહરૂપ માને ત્યારે અમને સાક્ષી જેવા એટલે પ્રધાનના પતિ પુરુષ જેવા જાણે અને પોતાને સાક્ષીરૂપ માને ત્યારે અમને સાક્ષીથી પર જે મૂળપુરુષ જેવા જાણે, ત્યાર પછી સૂક્ષ્મદૃષ્ટિ થાવા માંડે તે જેમ જેમ સૂક્ષ્મદૃષ્ટિ થાતી જાય તેમ તેમ અમને પોતાથી પર જાણતો જાય અને અમારો મહિમા વધુ વધુ સમજાતો જાય અને અમારી ઉપાસના દૃઢ થાતી જાય અને અમારી અતિ અપાર મોટપ જણાતી જાય અને અમારે વિષે દાસપણું અતિ દૃઢ થાતું જાય. (1) અને ભજનનો કરનારો જીવરૂપે હતો ત્યારે એમાં ખદ્યોત જેટલો પ્રકાશ હતો પછી દીવા જેવો થાય છે, પછી મશાલ જેવો થાય છે, પછી જ્વાળા જેવો થાય છે, પછી દાવાનળ જેવો થાય છે, પછી વીજળી જેવો થાય છે, પછી ચંદ્ર જેવો થાય છે, પછી સૂર્ય જેવો થાય છે, પછી પ્રલયકાળના અગ્નિ જેવો થાય છે, પછી મહાતેજ જેવો થાય છે, એવી રીતે સુખ, સામર્થી ને પ્રકાશ તે વૃદ્ધિ પામે છે ત્યારે એ ભક્તને અમારે વિષે દાસપણું અતિ દૃઢ થાતું જાય છે. (2) બાબતો છે.

|| ——-x——- ||

[/raw]



Leave a Reply