Loya 8

[raw]

લોયા : ૮

સંવત 1877ના માગશર સુદિ 5 પંચમીને દિવસ રાત્રિને સમે શ્રીજીમહારાજ ગામ શ્રી લોયા મધ્યે સુરાખાચરના દરબારમાં વિરાજમાન હતા, અને ધોળો ફેંટો મસ્તકે બાંધ્યો હતો, ને ધોળી છીંટની ડગલી પહેરી હતી, ને ધોળો ખેસ પહેર્યો હતો, ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.

તે સમયને વિષે શ્રીજીમહારાજને મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે,

ત્યાર પછી શ્રીજીમહારાજ નાના નાના પરમહંસને તેડાવીને પોતે પ્રશ્ન શીખવવા લાગ્યા ને પોતે ઉત્તર કરવા લાગ્યા. તેમાં પ્રથમ તો પોતે એમ પ્રશ્ન પૂછ્યો જે,

અને વળી શ્રીજીમહારાજે પ્રશ્ન પૂછ્યો જે,

પછી વળી શ્રીજીમહારાજે પ્રશ્ન પૂછ્યો જે,

પછી કપિલેશ્વરાનંદ સ્વામીએ પૂછ્યું જે,

અને ત્યાર પછી વળી શ્રીજીમહારાજે પ્રશ્ન પૂછ્યો જે,

અને વળી શ્રીજીમહારાજે પ્રશ્ન પૂછ્યો જે,

ત્યાર પછી વળી શ્રીજીમહારાજે પ્રશ્ન પૂછ્યો જે,

અને વળી શ્રીજીમહારાજે પ્રશ્ન પૂછ્યો જે,

અને વળી શ્રીજીમહારાજે પ્રશ્ન પૂછ્યો જે,

અને વળી શ્રીજીમહારાજે પ્રશ્ન પૂછ્યો જે,

ઇતિ વચનામૃતમ્ || 8 || (116)

રહસ્યાર્થ પ્રદી. — આમાં પ્રશ્ન (૧૧) છે. તેમાં પહેલામાં શ્રીજીમહારાજે કહ્યું છે જે, જેને પોતાના અયોગ્ય સ્વભાવ ઉપર અભાવ હોય ને તે સ્વભાવ બીજા સંતને વિષે દેખીને તેનો અભાવ આવે તે ડાહ્યો છે ને જે પોતાના સ્વભાવને ટાળે નહિ ને બીજા સંતના સ્વભાવ દેખીને અવગુણ લે તે મૂર્ખ છે. (1) બીજામાં યૌવન અવસ્થામાં આહાર ઓછો કરે તથા મોટા સાધુનો સમાગમ રાખે તો કામાદિક મંદ પડી જાય છે. (2) ત્રીજામાં વ્યસન કર્યાં થાય છે ને શ્રદ્ધાવાનથી ટળે છે. (3) ચોથામાં સારી-નરસી પ્રકૃતિ સંગે કરીને તથા પૂર્વ કર્માનુસારે થાય છે. (4) પાંચમામાં જે સ્વભાવ સંતને સંગે થોડા ઉપાયે ટળી જાય તે હમણાંનો જાણવો અને ઘણે દાખડે ટળે તે પૂર્વનો જાણવો. (5) છઠ્ઠામાં ઇંદ્રિયોની ચંચળતા ટાળ્યાના પૃથક્ પૃથક્ ઉપાય બતાવ્યા છે. (6) સાતમામાં જિહ્વા ઇંદ્રિયને જીત્યે સર્વે ઇંદ્રિયો જિતાય છે. (7) આઠમામાં સર્વે ઇંદ્રિયો ચંચળ થાય ત્યારે કામ વ્યાપ્યો જણાય. (8) નવમામાં ચંચળને શાંત ને શાંતને ચંચળ થવાનો ઉપાય બતાવ્યો છે. (9) દશમામાં પરોક્ષ આઠ શાસ્ત્રમાંથી જે પ્રકરણ પોતાના અંગમાં મળતું આવતું હોય તેનું જ ગ્રહણ કરવું. (10) અગિયારમામાં શ્રદ્ધાવાળો વૃદ્ધિ પામે છે. (11) બાબતો છે.

|| ——-x——- ||

[/raw]



Leave a Reply