સંવત 1882ના ફાગણ વદિ 2 દ્વિતીયાને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી અમદાવાદ મધ્યે શ્રી નરનારાયણના મંદિરને સન્મુખ ઓટા ઉપર ઢોલિયો બિછાવ્યો હતો તે ઉપર વિરાજમાન હતા, ને મસ્તક ઉપર ગુલાબી રંગની પાઘ વિરાજમાન હતી, ને તે પાઘને વિષે ગુલાબના ને ચમેલીના હાર વિરાજમાન હતા, તથા પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
પછી શ્રીજીમહારાજે સમગ્ર મુનિમંડળ પ્રત્યે પ્રશ્ન પૂછ્યો જે,
પછી નિત્યાનંદ સ્વામીએ પૂછ્યું જે,
(પ્ર.૨) ઉપશમદશા પામ્યાનો શો હેતુ છે? પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, એક તો ભગવાનનું અતિશે માહાત્મ્ય સમજતો હોય અને બીજું ભગવાન ને ભગવાનના ભક્તની સેવા, ચાકરી, દર્શન કરવું તેમાં અતિશે વેગવાન શ્રદ્ધા વર્તતી હોય એવો જે ભગવાનનો ભક્ત તેને એ ઉપશમદશા આવે છે.(બા.૨)
પણ અમને એમ ભાસે છે જે, જે સેવક માની હશે તે તો કોઈને નહિ ગમતો હોય, અને માની સેવક પાસે જે ટેલ-ચાકરી કરાવવી તે તો જેમ કાળ પડે ત્યારે મોટા માણસ પણ કોદરા ખાઈને જીવે તેમ માની સેવકને પાસે જે સેવા-ચાકરી કરાવવી તે પણ એવી છે અને ધણીનો રાજીપો તો જેવો નિર્માની સેવક ઉપર હોય એવો માની ઉપર ન હોય, માટે ધણીનું ગમતું કરે તે જ સેવક સાચો.(બા.૩)
પછી શુકમુનિએ પૂછ્યું જે,
(પ્ર.૩) જેને વિવેક ને સમજણ ન હોય તે ધણીને કેમ રાજી કરે? પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, મૂળજી બ્રહ્મચારી ને રતનજી એ અતિશે ક્યાં ડાહ્યા છે, પણ કલ્યાણનો ખપ અતિશે છે માટે ભગવાન જેમ રાજી થાય તેમ એમને કરતાં આવડે છે ખરું. અને વળી આ સમયમાં તો અયોધ્યાવાસી બાઈ-ભાઈ સર્વે જેવા અમારા ગમતામાં વર્તે છે તેવા તો પરમહંસ તથા સાંખ્યયોગી ને કર્મયોગી સત્સંગી તે પણ અમારા ગમતામાં નથી વર્તતા, કેમ જે અયોધ્યાવાસીએ તો અતિશે જ સત્સંગપરાયણ પોતાનું જીવિતવ્ય કર્યું છે, માટે અયોધ્યાવાસીની પેઠે ભગવાનને રાજી કરતાં કોઈને આવડતું નથી. અને એ અયોધ્યાવાસી તો બહુ વિશ્વાસી છે, માટે કોઈક કપટી હશે તો એમને છેતરી જાશે, તે સારુ એમને કોઈક કાર્યનો આદર કરવો હોય ત્યારે મોટેરા પરમહંસ તથા મોટેરા સત્સંગી ગૃહસ્થ તેમને પૂછીને તે કામ કરવા દેવું, પણ કોઈક એક જણાને કહે કરવા દેવું નહિ. એવી રીતે ત્યાગી તથા ગૃહસ્થ સત્સંગીને અયોધ્યાવાસીની ખબર રાખવી એમ અમારી આજ્ઞા છે.(બા.૪)
ઇતિ વચનામૃતમ્ || 3 || (223)
રહસ્યાર્થ પ્રદી. — આમાં પ્રશ્ન (3) છે. તેમાં પહેલામાં શ્રીજીમહારાજે કહ્યું છે જે પંચવિષયનું ચિંતવન તે જન્મ-મરણનો હેતુ છે તે માયામય શરીરની ભાવનાએ રહિત કેવળ આત્મસત્તારૂપે રહીને અમારી મૂર્તિનું ચિંતવન કરે તે ચિંતવને કરીને જ્યારે ઉપશમદશાને પામે ત્યારે પંચવિષય જન્મ-મરણના હેતુ ન થાય. (1) બીજામાં અમારો અતિશે મહિમા સમજે અને અમારી તથા અમારા ભક્તની સેવા-ચાકરી-દર્શન કરવામાં અતિશે વેગવાન શ્રદ્ધા હોય તો ઉપશમ દશા આવે. (2) અને માની સેવકની સેવા અમને નથી ગમતી ને નિર્માની સેવક ઉપર અમે બહુ રાજી છીએ ને તે સાચો ભક્ત છે. (3) ત્રીજામાં અયોધ્યાવાસીની પ્રશંસા કરી ને પછી એમને કોઈ કાર્યનો આદર કરવો હોય ત્યારે મોટેરા એટલે સ્વધર્મનિષ્ઠ ને સત્સંગના ધોરણને જાણનારા ને સત્સંગના મમત્વવાળા પરમહંસ તથા એવા સત્સંગી ગૃહસ્થ તેમને પૂછીને તે કામ કરવા દેવું, પણ કોઈક એક જણાને એટલે સત્સંગના ધોરણને ન જાણનાર ને ધર્મે રહિત એવાને કહેવેથી કોઈ કામ કરવા દેવું નહિ, એમ સ્વધર્મનિષ્ઠ મોટેરા ત્યાગી-ગૃહીને આજ્ઞા કરી છે. (4) બાબતો છે.
પ્ર.૧ પહેલા પ્રશ્નમાં આત્મસત્તારૂપે રહીને અમારી મૂર્તિનું ચિંતવન કરે તે ઉપશમ દશાને પામે એમ કહ્યું તે આત્મસત્તા કઈ જાણવી?
ઉ.૧ ત્રણ દેહથી પર એવો જે જીવાત્મા તેને બ્રહ્મરૂપ માનીને શ્રીજીમહારાજનું ચિંતવન કરે તે ચિંતવનને બળે ઉપશમદશા પમાય છે ત્યારે વિષય જન્મ-મરણના હેતુ થતા નથી, તે બ્રહ્મરૂપે વર્તવું તે આત્મસત્તા કહી છે.
પ્ર.૨ ઉપશમદશા તો ન આવે ને વિષયનું ચિંતવન થાય, પણ તેને અંતરમાં બહુ ખેદ થતો હોય તેને જન્મ-મરણ ટળે કે ન ટળે?
ઉ.૨ એનું તો શ્રીજીમહારાજ પૂરું કરે પણ જન્મ ધરાવે નહિ, પણ જેને વિષયના સંકલ્પ જોઈને ખેદ ન થાય તેને તો જન્મ-મરણ થાય ખરું.