[raw]
ગઢડા પ્રથમ : ૬૩
સંવત 1876ના ફાગણ વદિ 7 સપ્તમીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં શ્રી વાસુદેવનારાયણના મંદિરની આગળ આથમણે બાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા, અને ધોળો ખેસ પહેર્યો હતો, ને ધોળી ચાદર ઓઢી હતી, ને ધોળું હીરકોરનું ધોતિયું માથે બાંધ્યું હતું, ને કોટને વિષે શ્વેત પુષ્પના હાર વિરાજમાન હતા અને પાઘને વિષે ગુલાબના પુષ્પના તોરા વિરાજમાન હતા, અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
પછી નૃસિંહાનંદ સ્વામીએ પૂછ્યું જે,
પછી પરમચૈતન્યાનંદ સ્વામીએ પૂછ્યું જે,
એમ કહીને પછી શ્રીજીમહારાજ એમ બોલ્યા જે,
અને પોતાની કાન્તિએ કરીને અક્ષરધામ અને અનંતકોટી બ્રહ્માંડ અને તે બ્રહ્માંડોના જે ઈશ્વર તે સર્વેને વિષે અન્વયપણે રહ્યા છે અને તે અક્ષરધામને વિષે પોતાના સાર્ધમ્યપણાને પામ્યા એવા જે અનંતકોટી મુક્ત તે એ ભગવાનની સેવાને વિષે રહે છે, અને તે ભગવાનના સેવકના એક એક રોમને વિષે કોટી કોટી સૂર્યના જેવો પ્રકાશ છે, માટે જેના સેવક એવા છે તો એમના સ્વામી જે પુરૂષોત્તમ ભગવાન તેનો મહિમા તો કેમ કહેવાય? એવા અતિ સમર્થ જે ભગવાન તે પોતે અક્ષરમાં પ્રવેશ કરીને અક્ષરરૂપે થાય છે ને પછી મૂળપ્રકૃતિપુરુષરૂપે થાય છે ને પછી પ્રધાનપુરુષરૂપે થાય છે ને પછી પ્રધાનમાંથી થયાં જે ચોવીશ તત્વ તેને વિષે પ્રવેશ કરીને તે રૂપે થાય છે ને પછી તત્વે કરીને સરજાણા જે વિરાટપુરુષ તેને વિષે પ્રવેશ કરીને તે રૂપે થાય છે ને પછી બ્રહ્મા, વિષ્ણુ, શિવમાં પ્રવેશ કરીને તે તે રૂપે થાય છે. એવી રીતે અતિ સમર્થ ને અતિ પ્રકાશે યુક્ત ને અતિ મોટા જે એ ભગવાન તે પોતાનું જે આવું ઐશ્વર્ય ને તેજ તેને પોતામાં સમાવીને, જીવના કલ્યાણને અર્થે મનુષ્ય જેવા થાય છે ને મનુષ્ય દર્શન કરી શકે તથા સેવા-અર્ચનાદિક કરી શકે એવું રૂપ ધારણ કરે છે. જેમ કીડીના પગમાં ઝીણો કાંટો વાગ્યો હોય તેને બરછી તથા નરેણીએ કરીને કાઢે તો નીસરે નહિ; તે તો અતિશે ઝીણું લોઢું હોય તેણે કરીને નીસરે, તેમ ભગવાન પણ પોતાની મોટાઈને પોતામાં સમાવીને અતિશે અલ્પરૂપનું ધારણ કરે છે. જેમ અગ્નિ પોતાનો પ્રકાશ ને જ્વાળા તેને સમાવીને મનુષ્ય જેવો થાય, તેમ ભગવાન પણ પોતાની સામર્થી છુપાવીને જીવના કલ્યાણને અર્થે મનુષ્યની પેઠે વર્તે છે અને જે મૂર્ખ હોય તે તો એમ જાણે જે, ભગવાન કાંઈ સામર્થી કેમ પ્રગટ કરતા નથી પણ ભગવાન તો મૂળગી જીવના કલ્યાણને અર્થે પોતાની સામર્થી ઢાંકીને વર્તે છે અને જો પોતાની મોટ્યપ પ્રગટ કરે તો બ્રહ્માંડ પણ નજરમાં ન આવે તો જીવની શી ગણના? એવી રીતે મહિમાએ સોતો જે આ ભગવાનનો નિશ્ચય તે જેને હૃદયમાં દૃઢપણે થયો હોય તેને કાળ, કર્મ, માયા કોઈ બંધન કરવા સમર્થ નથી. માટે એવી રીતે તત્વે કરીને ભગવાનને જાણે તેને કાંઈ કરવું રહ્યું નથી.(બા.૪)
પછી નિત્યાનંદ સ્વામીએ પૂછ્યું જે
અને પછી વળી શ્રીજીમહારાજ બોલ્યા જે,
અને એવો નિશ્ચય ન હોય ને તે ગમે તેવો ત્યાગી હોય, તો પણ તેના કલ્યાણમાં ફેર છે.(બા.૭)
ઇતિ વચનામૃતમ્ || 63 ||
રહસ્યાર્થ પ્રદી. — આમાં પ્રશ્ન (૫) છે. ત્રીજું ને પાંચમું કૃપાવાક્ય છે. તેમાં પહેલામાં શ્રીજીમહારાજે કહ્યું છે જે, અમારા નિશ્ચયમાં કસર હોય તેને જ્યારે અમારે વિષે સામર્થી ન દેખાય, ત્યારે અંતર ઝાંખું થઈ જાય અને પોતાને ભૂંડા ઘાટ થાતા હોય તે ટળે નહિ ત્યારે અમારે વિષે દોષ પરઠે જે, મારા ઘાટ કેમ ટાળતા નથી. (1) બીજામાં અમારો પરિપક્વ નિશ્ચય હોય તે એમ જાણે જે, આ મહારાજ છે ત્યાં જ અક્ષરધામ ને મુક્ત છે. (2) ત્રીજામાં પોતાને યથાર્થપણે જાણવાની રીત કહી છે જે પૃથ્વીથી લઈને મૂર્તિમાન મૂળઅક્ષરપર્યંત એકબીજાથી મોટા ને એકબીજાના કારણ ને એકબીજાથી સૂક્ષ્મ ને મૂર્તિમાન કહ્યા છે અને એ મૂળઅક્ષરને ધામ નામે કહ્યા છે ને અતિ મોટા કહ્યા છે ને એના અકેકા રોમમાં એટલે તેની કિરણોમાં અસંખ્યાત બ્રહ્માંડ ઊડતાં ફરે છે અને એ મૂળઅક્ષરને વિષે અમે સદા વિરાજમાન છીએ એમ કહ્યું છે તે કાન્તિએ કરીને રહ્યા છે તે ચોથી બાબતમાં કહ્યું છે. (3) અને ચોથી બાબતમાં અમે અમારી કાન્તિએ કરીને એટલે અમારા તેજરૂપ અક્ષરધામ તે દ્વારે કરીને ત્રીજી બાબતમાં કહી ગયા તે અક્ષરધામ જે મૂળઅક્ષર તથા અનંતકોટી બ્રહ્માંડ અને તે બ્રહ્માંડોના ઈશ્વરો તે સર્વેને વિષે અન્વયપણે રહ્યા છીએ. એવી રીતે મૂળઅક્ષરથી લઈને વિષ્ણુ, બ્રહ્મા, શિવાદિકને વિષે અન્વયપણે રહ્યા છીએ અને તે અમારી કાન્તિરૂપ જે અક્ષરધામ તેમાં કોટાનકોટી સૂર્યના જેવા પ્રકાશમાન એવા અમારા મુક્તોએ સેવ્યા થકા વિરાજમાન છીએ. એવા અતિ સમર્થ ને અતિ પ્રકાશે યુક્ત જે અમે તે જીવોના કલ્યાણને અર્થે મનુષ્ય જેવા થયા છીએ, આવો અમારો મહિમા સમજે તેને અમારો અડગ નિશ્ચય થાય ને તે કાળ, કર્મ, માયાના બંધનથી મુકાય છે ને તેને કાંઈ કરવું રહેતું નથી. (4) ચોથામાં અમે અનુક્રમે તથા અનુક્રમ વિના પણ મનુષ્યાકૃતિ ધારીએ છીએ. (5) પાંચમામાં અતિ દૃઢ નિશ્ચયવાળા ભક્તનાં લક્ષણ કહ્યાં છે. (6) અને એવો નિશ્ચય ન હોય તેના કલ્યાણમાં ફેર કહ્યો છે. (7) બાબતો છે.
પ્ર.૧ બીજા પ્રશ્નમાં જ્યાં અમે રહ્યા હોઈએ ત્યાં જ પરમધામ જાણે એમ કહ્યું તે કિયું જાણવું?
ઉ.૧ શ્રીજીમહારાજના તેજરૂપ અક્ષરધામને પરમધામ કહ્યું છે અને પ્રત્યક્ષ ભગવાન પોતાને કહ્યા છે, માટે વચનામૃતમાં જ્યાં જ્યાં પ્રત્યક્ષ ભગવાન કહ્યા હોય ત્યાં શ્રીજીમહારાજને જાણવા.
પ્ર.૨ સંતને નારદ-સનકાદિક જેવા, સત્સંગીઓને ઉદ્ધવ, અક્રૂર તથા ગોપ જેવા, બાઈઓને ગોપીઓ, લક્ષ્મી, સીતા, પાર્વતી જેવી કહી અને (છે. 2/2માં) ગોલોક-વૈકુંઠાદિક ધામોની સભાથી આ સત્સંગીની સભાને અધિક કહી છે, તે કેવી રીતે સમજવું?
ઉ.૨ જેમ નારદ-સનકાદિક, ઉદ્ધવાદિક તથા લક્ષ્મી આદિક તે સર્વે એમના ઇષ્ટદેવોના મુક્ત છે, તેમ આ સંત તથા સત્સંગીઓ તથા બાઈઓ તે સર્વે અક્ષરધામના ધામી જે પ્રત્યક્ષ શ્રી સ્વામિનારાયણ ભગવાન અમે તે અમારા મુક્ત છે એમ કહ્યું છે તે (લો. 11ના બીજા પ્રશ્નમાં) તે તે સ્થાનોને તે તે ઇષ્ટદેવનાં ધામ જાણવાં અને તે તે પાર્ષદોને તે તે ઇષ્ટદેવના મુક્ત જાણવા એમ કહ્યું છે.
પ્ર.૩ ત્રીજા પ્રશ્નમાં વૈરાજના સ્વામી પુરૂષોત્તમ કહ્યા ને તેમનું ધામ અક્ષર કહ્યું તે વૈરાજની ને શ્રીજીમહારાજની વચ્ચે તો ઘણા ભેદ છે અને આ ઠેકાણે પાધરા જ વૈરાજના સ્વામી પુરૂષોત્તમ કહ્યા તે પુરૂષોત્તમ કિયા જાણવા? અને એમનું અક્ષરધામ કહ્યું તે કિયું જાણવું? અને અક્ષરધામનાં રોમ કહ્યાં તે કિયાં જાણવાં?
ઉ.૩ વૈરાજથી લઈને મૂળઅક્ષરપર્યંત તથા તેથી પર જે મુક્ત તે સર્વેના મૂળ સ્વામી શ્રીજીમહારાજ છે, માટે શ્રીજીમહારાજને સ્વામી કહ્યા છે અને મૂર્તિમાન મૂળઅક્ષરને આ ઠેકાણે અક્ષરધામ કહ્યું છે અને એ મૂર્તિમાન અક્ષરધામની કિરણોને રોમ કહ્યાં છે.
પ્ર.૪ મૂળઅક્ષરના તેજની કિરણોરૂપી રોમને વિષે બ્રહ્માંડ ઊડતાં ફરે છે તે કિયાં જાણવાં?
ઉ.૪ આ ઠેકાણે મૂળપુરુષરૂપી બ્રહ્માંડ કહ્યાં છે અને વાસુદેવબ્રહ્મને તેના ઈશ્વરો કહ્યા છે.
પ્ર.૫ પૃથ્વીથી લઈને ઠેઠ મૂળઅક્ષર સુધી એકબીજાના કારણ ને મૂર્તિમાન કહ્યા અને વળી પછીથી ભગવાનનું અક્ષરધામ છે તે તો અત્યંત મોટું છે એમ કહ્યું તે પહેલા અક્ષર કહ્યા તે કિયા જાણવા? અને પછીથી અક્ષરધામ કહ્યું તે કિયું જાણવું?
ઉ.૫ મૂર્તિમાન અક્ષર કહ્યા તે મૂળઅક્ષરને કહ્યા છે, અને એ અક્ષર શ્રીજીમહારાજના અન્વય સ્વરૂપને રહેવાનું પાત્ર છે, માટે એને જ અક્ષરધામ નામે આ ઠેકાણે કહ્યા છે.
પ્ર.૬ ઝીણાં મચ્છરથી લઈને પૃથ્વી સુધી દશ દૃષ્ટાંતને ઠેકાણે સિદ્ધાંત શો સમજવો?
ઉ.૬ જેમ આ પૃથ્વી આગળ ઝીણા મચ્છર હોય, તેમ મૂર્તિમાન મૂળઅક્ષર આગળ અનેક બ્રહ્માંડોની અનેક પૃથ્વીઓનાં આવરણો છે તે ઝીણા મચ્છર જેવાં છે. (1) અને જેમ આ પૃથ્વી આગળ કીડીઓના સમૂહ હોય, તેમ એ અક્ષર આગળ જળનાં આવરણો તે કીડીઓ જેવાં છે (2). અને જેમ આ પૃથ્વી આગળ વીંછીઓ હોય, તેમ તે અક્ષર આગળ તેજનાં આવરણો છે (3). અને જેમ આ પૃથ્વી આગળ સર્પોના સમૂહ હોય, તેમ એ મૂળઅક્ષર આગળ વાયુનાં આવરણો છે (4). અને જેમ આ પૃથ્વી આગળ સમળાના સમૂહ હોય તેમ એ અક્ષર આગળ આકાશોનાં આવરણો છે (5). અને જેમ આ પૃથ્વી આગળ પાડાનો સમૂહ હોય, તેમ એ અક્ષર આગળ અહંકારોનાં આવરણો છે (6). અને જેમ આ પૃથ્વી આગળ હાથીના સમૂહ હોય, તેમ મૂળઅક્ષર આગળ મહત્તત્ત્વોનાં આવરણો છે (7). અને જેમ આ પૃથ્વી આગળ ગિરનારના સમૂહ હોય, તેમ મૂળઅક્ષર આગળ પ્રધાનપુરુષોનાં આવરણો છે (8). અને જેમ આ પૃથ્વી આગળ મેરુના સમૂહ હોય, તેમ મૂળઅક્ષર આગળ પ્રકૃતિપુરુષોનાં આવરણો છે (9). અને જેમ પૃથ્વી આગળ લોકાલોકો હોય, તેમ મૂળઅક્ષર આગળ વાસુદેવબ્રહ્મનાં આવરણો છે, એમ કહ્યું છે (10). માટે જેમ આ પૃથ્વી મચ્છર આદિકથી લઈને લોકાલોક પર્યંત સર્વથી અતિશે મોટી છે, તેમ આ પૃથ્વીઓથી લઈને વાસુદેવબ્રહ્મની કોટીઓ પર્યંત સર્વથી મૂળઅક્ષર તે અત્યંત મોટા છે અને એવી જ રીતે શ્રીજીમહારાજની કાન્તિ જે અક્ષરધામ તેના આગળ મૂળઅક્ષરો પણ અનંત છે એવું શ્રીજીમહારાજના પ્રકાશરૂપ ધામ તે અત્યંત મોટું છે ને તે ધામના પણ શ્રીજીમહારાજ કારણ ને આધાર છે.
પ્ર.૭ મૂળપ્રકૃતિના કારણ બ્રહ્મ અને સર્વેના કારણ અક્ષરબ્રહ્મ કહ્યા તે કોને જાણવા?
ઉ.૭ આ ઠેકાણે મૂળપુરુષને બ્રહ્મ નામે કહ્યા છે. અને મૂળઅક્ષરને અક્ષરબ્રહ્મ કહ્યા છે.
પ્ર.૮ બ્રહ્મ તો વાસુદેવને કહેવાય છે અને મૂળપુરુષને બ્રહ્મ કહ્યા તેનું શું કારણ હશે?
ઉ.૮ મૂળપુરુષ પોતાથી ઓરા સર્વે અવતારોના તથા અનંતકોટી બ્રહ્માંડના કારણ છે ને પોતાના તેજવડે કરીને માયા તથા માયામાંથી ઉત્પન્ન કર્યાં એવાં જે અનંતકોટી બ્રહ્માંડ તે સર્વેના આધાર ને તે સર્વેમાં વ્યાપક ને કર્મફળપ્રદાતા છે ને પોતાના કાર્યમાં સર્વેથી મોટા છે, માટે બ્રહ્મ નામે કહ્યા છે.
પ્ર.૯ આમાં મૂળઅક્ષરરૂપ ધામની સંકોચ-વિકાસ અવસ્થા નથી, એમ કહ્યું ને (લો. 7ના 2/6 બીજા પ્રશ્નમાં) શ્રીજીમહારાજની પણ સંકોચ-વિકાસ અવસ્થા કહી છે તે કેવી રીતે સમજવું?
ઉ.૯ પુરુષના કાર્યમાં અન્વય-વ્યતિરેકપણું તથા સંકોચ-વિકાસ અવસ્થા તે પુરુષની જ છે એમ (પ્ર. 46માં) કહ્યું છે પણ તે પુરુષને વિષે અન્વયપણે શ્રીજીમહારાજ તેજ દ્વારે રહ્યા છે તે પુરુષની એકતાએ કરીને (લો. 7માં) શ્રીજીમહારાજની સંકોચ-વિકાસ અવસ્થા કહી છે પણ વાસ્તવ્ય તો પુરુષની જ છે.
પ્ર.૧૦ વૈરાજનું ને મૂળઅક્ષરનું રૂપ અતિશે મોટું કહ્યું તે કેવી રીતે સમજવું?
ઉ.૧૦ એમના તેજને ને મૂર્તિને અભેદપણે કરીને અતિશે મોટા કહ્યા છે તે (લો. 2ના બીજા પ્રશ્નમાં) મૂળપ્રકૃતિ તથા અગ્નિ, વરુણ, સૂર્ય તથા શ્રીજીમહારાજ તે સર્વે મનુષ્ય જેવડા જ છે ને તેમનાં કાર્ય મોટાં છે એમ કહ્યું છે, માટે શ્રીજીમહારાજ તથા મૂળઅક્ષર તથા બ્રહ્મ તથા મૂળપુરુષ ઈશ્વર આદિ સર્વેની મૂર્તિઓ મનુષ્યના જેવડી જ છે પણ કોઈની મૂર્તિ મોટી નથી, માટે જ્યાં મૂર્તિ મોટી કહી હોય ત્યાં મૂર્તિના તેજનું ને મૂર્તિનું અભેદપણું કહ્યું છે એમ જાણવું, પણ મૂર્તિ મોટી છે એમ ન સમજવું, માટે આ ઠેકાણે અક્ષરની મૂર્તિ મોટી કહી છે તે એના તેજને ને એને અભેદપણે કરીને કહ્યું છે એમ જાણવું ને શ્રીજીમહારાજનું તેજ અતિશે અપાર છે તે (લો. 15ના પાંચમા પ્રશ્નમાં) જીવ, પુરુષ, અક્ષર ને પુરૂષોત્તમ તેમના પ્રકાશમાં ભેદ ઘણો છે, માટે મૂળઅક્ષરના પ્રકાશથી શ્રીજીમહારાજનું તેજ અનંતગણું છે અને શ્રીજીમહારાજના તેજ આગળ મૂળઅક્ષરની કોટીઓનાં તેજ તે કોટીમા ભાગના પાસંગમાં પણ નથી આવતાં, એવું શ્રીજીમહારાજનું તેજ છે તે જેના ઉપર શ્રીજીમહારાજ કૃપા કરે તે વિલક્ષણપણે દેખે છે પણ બીજો કોઈ પૃથક્ દેખવા સમર્થ નથી એમ કહ્યું છે, માટે જે પુરૂષોત્તમરૂપ થયેલા પરમ એકાંતિક તથા અનાદિમુક્ત છે તે પૃથક્ દેખે છે, પણ મૂળઅક્ષરરૂપ પોતાને માનતા હોય તે મૂળઅક્ષરના ને શ્રીજીમહારાજના પ્રકાશને પૃથક્ દેખી શકતા નથી માટે શ્રીજીમહારાજની મોટ્યપ તો અતિશે અપાર છે અને (પ્ર. 72ના 2/4 બીજા પ્રશ્નમાં) જેના એક એક રોમના છિદ્રને વિષે અનંતકોટી બ્રહ્માંડ પરમાણુની પેઠે રહ્યાં છે એમ કહ્યું છે તે પણ શ્રીજીમહારાજની મૂર્તિ ને તેજની અભેદપણે મોટ્યપ કહી છે અને તે બ્રહ્માંડ મૂળઅક્ષરરૂપી જાણવાં.
પ્ર.૧૧ ધામ તો (પં. 1/1માં તથા પ્ર. 66/1માં) પોતાના પ્રકાશને કહેલ છે તથા (મ. 13/2માં) પોતાના તેજને અક્ષરધામ કહ્યું છે તથા (50/1માં) એકરસ પરિપૂર્ણ પોતાના તેજને કહ્યું છે અને તેમાં અમારા મુક્તોએ સહિત રહ્યા છીએ એમ કહ્યું છે તથા (પ્ર. 45માં) પોતાના તેજને સર્વત્ર પૂર્ણ ને નિરાકાર કહ્યું છે તથા (પ્ર. 7/1માં) તથા (છે. 36ના પહેલા પ્રશ્નમાં) પોતાના તેજને જ બ્રહ્મજ્યોતિનો સમૂહ કહ્યો છે અને તેમાં અમે ને અમારા મુક્ત સદા સાકાર મૂર્તિમાન રહ્યા છીએ ઇત્યાદિક ઘણે ઠેકાણે પોતાના તેજને જ અક્ષરધામ કહ્યું છે અને આમાં મૂળઅક્ષરને ધામ નામે કહ્યા તેનું શું કારણ હશે?
ઉ.૧૧ મૂળઅક્ષરમાં શ્રીજીમહારાજ પોતાની કાન્તિ દ્વારે અન્વયપણે રહ્યા છે, માટે તેને ધામ નામે કહ્યું છે. આ મૂળઅક્ષરમાં શ્રીજીમહારાજ અન્વયપણે રહ્યા છે, તે (પ્ર. 7/1માં, 41માં, સા. 5ના બીજા પ્રશ્નમાં તથા કા. 8/1માં ઇત્યાદિકમાં) કહ્યું છે અને (પ્ર. 21/7માં) આ મૂળઅક્ષરને શ્રીજીમહારાજના તેજરૂપ ધામનું બીજું સ્વરૂપ કહ્યું છે અને ઉત્પત્યાદિક કરે છે તે સેવા કહી છે.
પ્ર.૧૨ આ મૂળઅક્ષરને આ વિના બીજા કોઈ વચનામૃતમાં ધામ નામે કહ્યા હશે કે નહિ?
ઉ.૧૨ (પ્ર. 51માં તથા સા. 17માં) આ મૂળઅક્ષરને ધામ નામે કહ્યા છે.
પ્ર.૧૩ અમારું સાર્ધમ્યપણું પામેલા મુક્ત ધામમાં સેવામાં રહ્યા છે એમ કહ્યું તેને કેવા જાણવા?
ઉ.૧૩ સ્વામીત્વપણું, દાતાપણું, નિયંતાપણું એ વિના બીજા રૂપ, ગુણ, લાવણ્યતા, સુંદરતા, સ્વતંત્રતા, ઐશ્વર્ય, પ્રતાપ, સામર્થી, સુખદાયીપણું ઇત્યાદિક ગુણે સરખા જાણવા. તે (મ. 67માં) કહ્યું છે.
પ્ર.૧૪ અક્ષરમાં પ્રવેશ કરે છે તે અક્ષર કિયા જાણવા? અને પ્રવેશ કેવી રીતે કરતા હશે?
ઉ.૧૪ જેમાં પ્રવેશ કરે છે તે અક્ષર મૂર્તિમાન જાણવા અને તે અક્ષરથી લઈને બ્રહ્માદિક સર્વેને વિષે પાત્રની તારતમ્યતા પ્રમાણે પોતાની અંતર્યામી શક્તિએ કરીને રહ્યા છે, તે ઉત્પત્તિકાળે અંતર્યામી શક્તિ વડે પ્રેરણા કરે છે એમ પ્રવેશ જાણવો. માટે પ્રવેશ એટલે પ્રેરણા જાણવી અને મૂર્તિમાન તો એ સર્વેથી જુદા પોતાના તેજરૂપ ધામને વિષે રહ્યા છે ને પોતાના મુક્તોને આનંદ ઉપજાવે છે.
પ્ર.૧૫ (4/5 ચોથા પ્રશ્નમાં) અમે પાધરા જ મનુષ્યાકૃતિ ધારીએ છીએ અને અનુક્રમે કરીને પણ મનુષ્યાકૃતિ ધારીએ છીએ એમ કહ્યું તે કેવી રીતે સમજવું?
ઉ.૧૫ શ્રીજીમહારાજ પોતે સ્વયં પધારે તે પાધરા જ આવે છે એમ જાણવું અને બીજા પોતાના અવતારો આવે તેમાં પોતાનું ઐશ્વર્ય આવે છે તે અનુક્રમ જાણવો.
પ્ર.૧૬ (5/6 પાંચમા પ્રશ્નમાં) વર્તમાનમાં ફેર પડે તો પણ કલ્યાણ થાય એમ કહ્યું તે વર્તમાન કિયું જાણવું? અને કલ્યાણ કેવું થતું હશે?
ઉ.૧૬ પંચ વર્તમાન માંહેલું વર્તમાન જાણવું. તેમાં પ્રારબ્ધે કરીને ફેર પડે તો પણ દૃઢ નિશ્ચયવાળો કલ્યાણના માર્ગમાંથી પડે નહિ પણ દંડ ભોગવવો પડે ને પછી ધામમાં જાય.
|| ——-x——- ||
[/raw]