[raw]
ગઢડા મધ્ય : ૪૭
સંવત 1880ના મહા વદિ 10 દશમીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં ઉગમણે બાર ઓરડાની ઓસરીએ વિરાજમાન હતા, અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં, અને પીળી છીંટની રજાઈ ઓઢી હતી, ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
પછી શ્રીજીમહારાજ બોલ્યા જે,
ઇતિ વચનામૃતમ્ || 47 || (180)
રહસ્યાર્થ પ્રદી. — આમાં કૃપાવાક્ય (૧) છે. તેમાં શ્રીજીમહારાજે કહ્યું છે જે મોટેરા સંતોએ સાધુને મન દઈને રાખવા અને મુમુક્ષુઓએ સત્પુરુષ દુઃખવે ને વિષયનું ખંડન કરે તેમાં રાજી થાવું ને કોઈ પદાર્થની લાલચ રાખવી નહિ. (1) ને આ સંતની સભાને દિવ્ય જાણીને તેનો સંગ કરીને અશુભ વાસના ટાળીને અમારા ધામમાં જાવાની વાસના રાખવી. (2) અને અશુભ વાસના રહી જાય ને ઇંદ્ર કે બ્રહ્માના લોકમાં જાવું પડે તો તે લોકને નરક જેવા જાણીને એમાંથી નીકળીને અમારા ધામમાં જવાનો નિશ્ચય રાખવો. (3) અને ગૃહસ્થોએ અન્ન-વસ્ત્રે કરીને ત્યાગીની સેવા કરવી ને ત્યાગીએ ગૃહસ્થની વાતેચીતે કરીને સેવા કરવી. (4) બાબતો છે.
પ્ર.૧ પહેલી બાબતમાં સાધુને માણસાઈએ રાખવા એમ કહ્યું તે સાધુને કેવી રીતે રાખે તે માણસાઈએ રાખ્યા કહેવાય?
ઉ.૧ ઉપદેશ આપીને તેના જીવમાં ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય ને ભક્તિ તથા શ્રીજીમહારાજનો મહિમા દૃઢ કરાવે તો તે સાધુ જીવંતપર્યંત સત્સંગમાં રહે તે માણસાઈએ રાખ્યા કહેવાય. અને આવું જ્ઞાન દૃઢ ન કરાવ્યું હોય ને પદાર્થ આપીને તથા ખવરાવી પીવરાવીને પંપોળીને રાખ્યો હોય તો તે સત્સંગમાં રહીને જીવંતપર્યંત ધર્મામૃત, નિષ્કામશુદ્ધિ ને શિક્ષાપત્રીમાં શ્રીજીમહારાજે કહેલી જે આજ્ઞા તે પ્રમાણે વર્તી શકે નહિ તે માણસાઈએ રાખતાં ન આવડ્યું કહેવાય. અને બીજો અર્થ એ છે જે શ્રીજીમહારાજની મૂર્તિને પોતાના ચૈતન્યને વિષે અખંડ દેખતા હોય ને પંચ વર્તમાન પાળતા-પળાવતા હોય એવા સાધુની અનુવૃત્તિમાં રહીએ તો તે રાજી થઈને આપણા ભેળા રહે અને જો અનુવૃત્તિમાં ન રહીએ તો તે આપણા ભેળા ન રહે માટે સાધુની અનુવૃત્તિમાં રહીએ તો સાધુને રાખતાં આવડ્યા કહેવાય.
પ્ર.૨ બીજી બાબતમાં બદરિકાશ્રમ તથા શ્વેતદ્વીપની સભા જેવી આ સત્સંગીની સભા કહી અને (છે. 2/2માં) એ બે ધામની સભાથી આ સત્સંગીની સભાને અધિક કહી છે તે કેવી રીતે સમજવું?
ઉ.૨ નિર્વાસનિકપણામાં સરખી કહી છે, પણ ઉપાસનામાં તથા પ્રાપ્તિમાં સરખી નથી કહી; માટે આવી નિર્વાસનિક સભામાં આવીને મલિન વાસના ન ટળી તો બીજું ટાળ્યાનું ઠેકાણું ક્યાં મળશે એમ કહ્યું છે.
પ્ર.૩ આમાં વિષય ભોગવીને તૃપ્ત થવાશે નહિ એમ કહ્યું ને (મ. 25ના પહેલા પ્રશ્નમાં) વિષય ભોગવીને તૃપ્ત થાશે ત્યારે વૈરાગ્ય પામશે એમ કહ્યું છે તે કેવી રીતે સમજવું?
ઉ.૩ આમાં વિષયની આસક્તિવાળાને વિષયની વાસના મુકાવવા સારુ ઉપદેશ કર્યો છે. અને (મ. 25માં) મોક્ષના માર્ગમાં વિષયને બંધનકારી જાણીને ઘર મૂકીને ત્યાગી થયો હોય ને શ્રીજીમહારાજની આજ્ઞા યથાર્થ પાળતો હોય ને અંતરમાંથી વિષયભોગની ઇચ્છા ન ટળી હોય તેને દેહ મૂક્યા પછી ભગવાન વિષય આપે ને તેના ભેળું જ્ઞાન પણ આપે તેથી તે એમ વિચાર કરે જે મારે ભગવાનના ધામમાં જવું છે ને હું આવા તુચ્છ ને દુઃખદાયી વિષયમાં બંધાઈ રહ્યો છું, એમ પશ્ચાત્તાપ કરીને શ્રીજીમહારાજનું ભજન કરીને નિર્વાસનિક થાય ત્યારે ધામમાં જાય એમ કહ્યું છે.
પ્ર.૪ નારદ-સનકાદિકને તો પરોક્ષ ભગવાનની ઉપાસના છે અને તે કાંઈ શ્રીજીમહારાજના તેજરૂપ જે શુદ્ધ ચૈતન્ય બ્રહ્મ તે રૂપ થયા નથી, માટે નારદ, સનકાદિક ને શુકજી જેવા બ્રહ્મરૂપ થવાનું કહ્યું તે કેમ સમજવું?
ઉ.૪ પોતાની સાથે લાવેલા મુક્તાનંદ સ્વામી આદિક સિદ્ધ મુક્તોનાં નારદ, શુક, સનકાદિક એવાં ઉપનામ પાડ્યાં હતાં તે નામ કહ્યાં છે. તે મુક્તના જેવા બ્રહ્મરૂપ થવું એમ કહ્યું છે.
|| ——-x——- ||
[/raw]