[raw]
ગઢડા પ્રથમ : ૪૭
સંવત 1876ના મહા સુદિ 12 દ્વાદશીને દિવસ સવારના પહોરમાં સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં શ્રી વાસુદેવનારાયણના મંદિરની આગળ લીંબડાના વૃક્ષની હેઠે ઓટા મધ્યે ઢોલિયા ઉપર વિરાજમાન હતા, અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં, ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
પછી શ્રીજીમહારાજ જમણે હાથે ચપટી વગાડીને બોલ્યા જે,
પછી નિત્યાનંદ સ્વામીએ પૂછ્યું જે,
॥ सर्वधर्मान् परित्यज्य मामेकं शरणं व्रज ॥
એવી રીતે જે વર્તવું તે ભક્તિવાળાને વિષે ગુણ છે. અને શાસ્ત્રની સાખ્ય લેવા જાય એટલો એને વિષે દોષ છે અને સ્વરૂપનિષ્ઠાવાળાને જે ભગવાનનું સ્વરૂપ પોતાને પ્રાપ્ત થયું છે તે જ સ્વરૂપને વિષે મતિ અચળ રહે છે એ એને વિષે ગુણ છે અને એમ જાણે જે આ જે ભગવાનનું સ્વરૂપ તે તો સગુણ છે ને નિર્ગુણ સ્વરૂપ તો બીજું છે એમ જો સમજાય તો એ સ્વરૂપનિષ્ઠાવાળાને વિષે દોષ છે. અને આત્મનિષ્ઠાવાળાને દેહ, ઇંદ્રિયો, મન અને પ્રાણ થકી જુદું વર્તવું અને ભગવાનની કથા-કીર્તનાદિક કરવું તે પણ આત્મારૂપે થઈને કરવું અને દેહાદિક જે માયિકભાવ તેમાં ભળી જાવું નહિ. એવી રીતે વર્તાય તે એને વિષે ગુણ છે; અને દેહાદિકને વિષે એકપણે વર્તાય એ એને વિષે દોષ છે, અને ત્યાગ નિષ્ઠાવાળાને ભગવાનની મૂર્તિ વિના પિંડ બ્રહ્માંડમાં તથા અષ્ટસિદ્ધિ, નવ નિધિમાં તથા વૈકુંઠાદિક જે ભગવાનનાં ધામ તેમાં ક્યાંય પણ પ્રીતિ રહે નહિ એ એને વિષે ગુણ છે; અને ભગવાન વિના બીજાને વિષે લેશમાત્ર પ્રીતિ રહે એ એને વિષે દોષ છે. અને એ ચાર પ્રકારની જે નિષ્ઠા તેનું ફળ એ છે જે, ભગવાનને વિષે દૃઢ પ્રીતિ થાય અને ભગવાન વિના બીજું જે માયિક પદાર્થ માત્ર તે તુચ્છ જણાય એ એનું ફળ છે.(બા.૨)
પછી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું જે,
ઇતિ વચનામૃતમ્ || 47 ||
રહસ્યાર્થ પ્રદી. — આમાં પ્રશ્ન (૩) છે. તેમાં પહેલું કૃપાવાક્ય છે તેમાં શ્રીજીમહારાજે ભક્તિનિષ્ઠા, સ્વરૂપનિષ્ઠા, આત્મનિષ્ઠા ને ત્યાગનિષ્ઠા એ ચારનાં રૂપ કર્યાં છે. (1) બીજામાં એ ચાર નિષ્ઠાવાળાને વિષે ગુણદોષ કહ્યા છે. (2) ત્રીજામાં એ ચારે નિષ્ઠાઓને સરખી કહી છે ને એ ચારેય નિષ્ઠા એકને વિષે વર્તે તેને પરમ ભાગવત સંત કહ્યા છે. (3) બાબતો છે.
પ્ર.૧ પહેલા પ્રશ્નમાં એકસરખું અંગ કહ્યું તે કેવું સમજવું?
ઉ.૧ ચાર અંગમાંથી જે દૃઢ થયું હોય તે અંગ કોઈ રીતે ફરે નહિ તે સરખું અંગ કહ્યું છે.
પ્ર.૨ બીજા પ્રશ્નમાં ભક્તિવાળો શાસ્ત્રની સાખ્ય લે તે તેને દોષ કહ્યો તે દોષ શો સમજવો?
ઉ.૨ શ્રીજીમહારાજ પ્રત્યક્ષ મનુષ્યરૂપે દર્શન આપતા હોય તે વખતે શાસ્ત્રમાં જે પ્રમાણે વર્તવાનું કહ્યું હોય તેથી બીજી રીતે વર્તવાનું કહે, ત્યારે શાસ્ત્રની સાખ્ય લેવા જાય તે દોષ કહ્યો છે. તે વચન પણ ક્યારેક નાહ્યા વિના જમવાનું કહે, એવાં વચન જાણવાં પણ પંચ વર્તમાન લોપવા સંબંધી વચન તો ન માનવાં તે (લો. 6ના 18/21 અઢારમા પ્રશ્નમાં) અમારા ભેળાં સ્ત્રીઓનાં દર્શન થતાં હોય, ત્યાં અમારી આજ્ઞાએ કરીને પણ ન બેસવું, માટે પંચ વર્તમાન લોપવા સિવાયનાં બીજાં વચન શ્રીજીમહારાજ કહે તો, તેમાં શાસ્ત્રની સાખ્ય ન લેવી અને શ્રીજીમહારાજ પ્રતિમારૂપે દર્શન દેતા હોય તે વખતે તો શ્રીજીમહારાજના શાસ્ત્ર પ્રમાણે જ વર્તવું અને કોઈક મોટા મુક્તનું વચન પણ શ્રીજીમહારાજના શાસ્ત્રથી વિરુદ્ધ હોય તે ન માનવું. અને જે મુક્ત હોય તે તો શ્રીજીમહારાજના વચન યથાર્થ પાળે ને પોતાના આશ્રિતોને પળાવે અને જે શ્રીજીમહારાજના વચનથી બહાર વર્તે ને વર્તાવે ને કહે જે, અમે મુક્ત છીએ એમ કહેતા હોય તેનું વચન ન માનવું.
પ્ર.૩ ભગવાનનું સ્વરૂપ પોતાને પ્રાપ્ત થયું છે તે સ્વરૂપને વિષે મતિ અચળ રહે એ સ્વરૂપનિષ્ઠાવાળાને વિષે ગુણ છે એમ કહ્યું તે પોતાને પ્રાપ્ત થયું તે સ્વરૂપ કિયું જાણવું?
ઉ.૩ શ્રીજીમહારાજ અનંત જીવોના અત્યંતિક કલ્યાણ કરવા સારુ દયા કરીને મનુષ્યરૂપે શ્રી છપૈયા ધામને વિષે ભક્તિ-ધર્મથકી પ્રગટ થયા તે સ્વરૂપ પોતાના આશ્રિત સર્વેને પ્રાપ્ત થયું છે તે સ્વરૂપ કહ્યું છે.
પ્ર.૪ શ્રીજીમહારાજે મનુષ્યરૂપે દર્શન આપ્યાં તે વખતે તો શ્રીજીમહારાજનું સ્વરૂપ પ્રાપ્ત થયું હતું પણ આજ એ સ્વરૂપ કેવી રીતે પ્રાપ્ત થયું કહેવાય?
ઉ.૪ જે સ્વરૂપ મનુષ્યરૂપે હતું તે સ્વરૂપ આજ પ્રતિમારૂપે દર્શન આપે છે, માટે તે સ્વરૂપ પ્રાપ્ત થયું છે એમ જાણવું; અને શ્રીજીમહારાજની પ્રતિમાને દિવ્ય ન જાણે ને પ્રતિમા જાણે ને શ્રીજીમહારાજના મનુષ્ય-સ્વરૂપને દિવ્ય ન જાણે ને સગુણ એટલે મનુષ્ય જેવા જાણે તે એ સ્વરૂપનિષ્ઠાવાળાને દોષ કહ્યો છે.
પ્ર.૫ વૈકુંઠાદિક ધામોમાં પ્રીતિ ન રાખવી એમ કહ્યું તે તો ઠીક પણ અક્ષરધામમાં સદા રહેવું છે તેમાં પ્રીતિ રાખવી કે કેમ?
ઉ.૫ (લો. 14/2માં) કહ્યું છે કે મુક્તે સહિત અમારાં દર્શન ન થાય ને એકલું અમારું તેજ દેખાય તો કષ્ટ પામવું માટે ધામમાં પ્રીતિ ન રાખવી. અને શ્રીજીમહારાજમાં ને મુક્તમાં પ્રીતિ રાખવી એમ (મ. 50/1માં) કહ્યું છે તેમાં મુક્તને વિષે પણ શ્રીજીમહારાજના જેવી પ્રીતિ ન રાખવી એમ (છે. 16માં) કહ્યું છે. || 47 ||
|| ——-x——- ||
[/raw]