Gadhada Chhellu 16

[raw]

ગઢડા છેલ્લું : ૧૬

સંવત 1884ના અષાડ વદિ અમાવાસ્યાને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં ઉગમણે બાર ઓરડાની ઓસરીએ વિરાજમાન હતા, અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં, ને કંઠને વિષે મોગરાના પુષ્પના હાર પહેર્યા હતા તથા પાઘમાં તોરા અતિશે શોભાયમાન ઝૂકી રહ્યા હતા, ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, મુનિમંડળ સમસ્ત તથા ગૃહસ્થ હરિભક્ત સમસ્ત પ્રત્યે અમે પ્રશ્ન પૂછીએ છીએ, તે જેથી ઉત્તર થાય તે કરજો. તે પ્રશ્ન એ છે જે,

ઇતિ વચનામૃતમ્ || 16 || (250)

રહસ્યાર્થ પ્રદી. — આમાં પ્રશ્ન (૧) છે. તેમાં શ્રીજીમહારાજે કહ્યું છે કે અમારે વિષે પતિવ્રતાપણે પ્રીતિ કરવી ને અમારા મુક્તમાં જીવોનો મોક્ષ કરે એવો મોટો ગુણ છે તો પણ તે સાથે અમારા જેવી પ્રીતિ ન કરવી ને બીજા અવતારને વિષે તો કરવી જ નહિ ને અમારી મરજી પ્રમાણે જ વર્તવું અને જેમ હનુમાનજીએ રામચંદ્રજીને વિષે નિષ્ઠા રાખી હતી તે પછી ઘણાક અવતાર થઈ ગયા તો પણ નિષ્ઠા મૂકી નહિ; તેમ તમારે અમારે વિષે નિષ્ઠા છે. તે અમારા પછી અવતારો થાય તો પણ અમારે વિષેથી નિષ્ઠા ફરવા દેવી નહિ તે પતિવ્રતાની ભક્તિ છે, અને જેનું અંગ એવું ન હોય તેની ભક્તિ વ્યભિચારિણીના જેવી છે. (1) બાબત છે.

|| ——-x——- ||

[/raw]



Leave a Reply