[raw]
ગઢડા છેલ્લું : ૫
સંવત 1883ના ભાદરવા સુદિ 11 એકાદશીને દિવસ શ્રીજીમહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં ઉગમણે બાર ઓરડાની ઓસરીએ ગાદી-તકિયા ઉપર વિરાજમાન હતા, અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં, ને કંઠને વિષે મોગરાના પુષ્પના હાર પહેર્યા હતા, ને પાઘને વિષે મોગરાના પુષ્પના તોરા વિરાજમાન હતા, ને હાથને વિષે મોગરાના પુષ્પના ગજરા વિરાજમાન હતા, ને પોતાના મુખારવિંદની આગળ મુનિમંડળ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
તે સમયમાં શ્રીજીમહારાજે કહ્યું જે કાંઈક પ્રશ્ન પૂછો. પછી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું જે,
પછી વળી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું જે,
પછી શુકમુનિએ પૂછ્યું જે,
અને બીજો જે ભક્ત છે તેને પણ ભગવાનનો નિશ્ચય તો પરિપૂર્ણ છે તો પણ હૃદયમાં કામ, ક્રોધ, લોભ, મોહાદિકનો વિક્ષેપ આવે ત્યારે પોતાના હૃદયમાં દાઝ થાય ને ભગવાન જે પ્રત્યક્ષ શ્રીકૃષ્ણ તેની મૂર્તિ વિના બીજા કોઈ પદાર્થને ઇચ્છે નહિ, તેને આત્મનિષ્ઠા ને વૈરાગ્ય જો થોડાં હોય તો પણ એ દેહને મૂકીને ભગવાનના ધામમાં બહુ મોટા સુખને પામે છે, શા માટે જે પ્રથમ કહ્યો જે ભક્ત તે ઉપરથી તો ત્યાગી ને નિષ્કામી જણાય છે, પણ ભગવાનની મૂર્તિ વિના બીજી આત્મદર્શનાદિક પ્રાપ્તિની હૃદયમાં ઇચ્છા છે, માટે એ સકામ ભક્ત કહેવાય ને એને પરલોકને વિષે જરૂર ન્યૂન સુખની પ્રાપ્તિ થાય છે. અને જે બીજો ભક્ત કહ્યો તે ઉપરથી તો સકામ જેવો જણાય, પણ એ ભક્ત ભગવાનની મૂર્તિ વિના અંતરમાં બીજું કાંઈ ઇચ્છતો નથી, અને ભગવાનની મૂર્તિ વિના બીજા સુખની ઇચ્છાનો જો ઘાટ થઈ જાય ત્યારે અતિશે મનમાં દાઝે છે, માટે એ નિષ્કામ ભક્ત કહેવાય. તે જ્યારે દેહને મૂકે ત્યારે બહુ મોટા સુખને પામે છે ને ભગવાનનો પાર્ષદ થાય છે અને શ્રીકૃષ્ણ ભગવાનની મૂર્તિને વિષે અતિશે પ્રીતિએ યુક્ત થાય છે.(બા.૪)
ઇતિ વચનામૃત || 5 || (239)
રહસ્યાર્થ પ્રદી. — આમાં પ્રશ્ન (3) છે. તેમાં પહેલામાં શ્રીજીમહારાજે કહ્યું છે જે અમારી માહાત્મ્યે સહિત ભક્તિ હોય તેમાં કોઈ વિઘ્ન આવે નહિ ને પ્રાકૃત બુદ્ધિએ કરીને ભક્તિ કરે તેમાં વિઘ્ન આવે છે. (1) બીજામાં અમારા મોટા સંતની સેવા ને પ્રસંગથી એવી ભક્તિ આવે છે. (2) ત્રીજામાં અમારો નિશ્ચય પરિપૂર્ણ હોય ને કામાદિકે કરીને વિક્ષેપને ન પામતો હોય ને અતિશે ત્યાગી ને વૈરાગ્યવાન ને આત્મનિષ્ઠ હોય પણ જો પ્રત્યક્ષ શ્રીકૃષ્ણ ભગવાન જે અમે તે અમારા વિના બીજું કાંઈ આત્મદર્શનાદિક ઇચ્છે તો તેને ન્યૂન સુખની પ્રાપ્તિ થાય છે. (3) અને કામાદિકનો વિક્ષેપ આવે પણ તેની દાઝ થાય ને પ્રત્યક્ષ શ્રીકૃષ્ણ જે અમે તે અમારા વિના બીજું કાંઈ ન ઇચ્છે તો દેહ મૂકીને અમારા ધામમાં બહુ મોટા સુખને પામે છે. (4) બાબતો છે.
પ્ર.૧ આમાં બીજા પ્રશ્નમાં શુક-સનકાદિક જેવા મોટા પુરુષની સેવા ને પ્રસંગથી અમારી માહાત્મ્યે યુક્ત ભક્તિ આવે છે એમ કહ્યું તે શુક-સનકાદિકની સેવા ને પ્રસંગથી શ્રીજીમહારાજની માહાત્મ્યે સહિત ભક્તિ શી રીતે આવે? કેમ જે એ તો પરોક્ષના ભક્ત છે માટે કેમ સમજવું?
ઉ.૧ જેમ શુક-સનકાદિક પરોક્ષ અવતારોના ભક્તોમાં મોટા ભક્ત હતા, તેમની સેવા ને પ્રસંગથી પરોક્ષ અવતારોની માહાત્મ્યે સહિત ભક્તિ આવે તેમ જ આજ ગોપાળાનંદ સ્વામી આદિક શ્રીજીમહારાજના મોટા મુક્ત હોય તેમની સેવા ને પ્રસંગથી શ્રીજીમહારાજની માહાત્મ્યે સહિત ભક્તિ આવે છે. (પ્ર. 29ના પહેલા પ્રશ્નમાં) તમ જેવા સંતના સંગથી અમારી ભક્તિનું બળ અતિશે વૃદ્ધિને પામે એમ શ્રી ગોપાળાનંદ સ્વામીને કહ્યું છે, માટે આજ શ્રીજીમહારાજના મોટા સંતના સમાગમથી એવી નિર્વિઘ્ન ભક્તિ આવે છે.
પ્ર.૨ (3/4 ત્રીજા પ્રશ્નમાં) કામ, ક્રોધ, લોભ, મોહાદિકનો વિક્ષેપ આવે છે તો પણ દેહ મૂકીને અક્ષરધામને વિષે બહુ મોટા સુખને પામે છે એમ કહ્યું અને (અ. 3ના પહેલા પ્રશ્નમાં) અંતરમાં વિષયનું ચિંતવન થાય તેને માથે જન્મ મરણ કહ્યું છે તે કેમ સમજવું?
ઉ.૨ (અ. 3માં) વિષયનું ચિંતવન થાય તેની દાઝ ન થતી હોય તેને જન્મ-મરણ કહ્યું છે અને આમાં લડાઈ લે ને હૃદયમાં દાઝ થાય તેને અક્ષરધામની પ્રાપ્તિ થાય એમ કહ્યું છે. તે (પ્ર. 70ના ત્રીજા પ્રશ્નમાં) તેની અમે સહાય કરીએ છીએ એમ કહ્યું છે.
|| ——-x——- ||
[/raw]