[raw]
ગઢડા પ્રથમ : ૧૪
સંવત 1876ના માગશર વદિ 2 બીજને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં શ્રી વાસુદેવનારાયણના મંદિર આગળ લીંબડાના વૃક્ષ હેઠે ઢોલિયા ઉપર દક્ષિણાદે મુખારવિંદે વિરાજમાન હતા, ને માથે ધોળી પાઘ બાંધી હતી, અને ધોળો ખેસ પહેર્યો હતો, ને ધોળી ચાદર ઓઢી હતી, અને પીળા પુષ્પના તોરા પાઘમાં વિરાજમાન હતા, ને બે કાન ઉપર પીળા પુષ્પના ગુચ્છ વિરાજમાન હતા, ને તે ગુચ્છની ઉપર ગુલાબનાં પુષ્પ વિરાજમાન હતાં, ને કંઠને વિષે પીળા પુષ્પના હાર વિરાજમાન હતા, અને જમણા હાથમાં ધોળું જે સેવતીનું પુષ્પ તેને ફેરવતા હતા, અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
પછી શ્રીજીમહારાજે મુનિ પ્રત્યે પ્રશ્ન પૂછ્યો જે,
પછી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે,
અને જે ભગવાનના દાસ થયા છે તેને તો કાંઈ કરવું રહ્યું નથી. એના દર્શને કરીને તો બીજા જીવનું કલ્યાણ થાય છે, તો એનું કલ્યાણ થાય એમાં શું કહેવું? પણ ભગવાનનું દાસપણું આવવું એ ઘણું કઠણ છે. કેમ જે ભગવાનના દાસ હોય તેનાં તો એ લક્ષણ છે જે દેહને મિથ્યા જાણે, ને પોતાના આત્માને સત્ય જાણે અને પોતાના જે સ્વામી તેને ભોગવ્યાનાં જે પદાર્થ તેને પોતે ભોગવવાને અર્થે ઇચ્છે જ નહિ, અને પોતાના સ્વામીનું ગમતું મૂકીને બીજું આચરણ કરે જ નહિ; એવો જે હોય તે હરિનો દાસ કહેવાય. અને જે હરિનો દાસ હોય ને દેહરૂપે વર્તે તે તો પ્રાકૃત ભક્ત કહેવાય.(બા.૩)
ઇતિ વચનામૃતમ્ || 14 ||
રહસ્યાર્થ પ્રદી. — આમાં પ્રશ્ન (૨) છે. તેમાં પહેલામાં શ્રીજીમહારાજે વાસનાવાળા ત્યાગી કરતાં સંસારથી ઉદાસ રહે એવા ગૃહસ્થને શ્રેષ્ઠ કહ્યો છે. (1) બીજામાં અમારી સાક્ષાત્ પ્રાપ્તિ થઈ હોય તેને અંતકાળે અમારી સ્મૃતિ ન રહે અથવા અકાળ મૃત્યુ થાય તો પણ તેનું કલ્યાણ થાય ને વિમુખ નરકે જાય, (2) અને પોતાના આત્માને સત્ય જાણે ને અમારે ભોગવવાના પદાર્થ તેને ભોગવવા ઇચ્છે નહિ અને સર્વના સ્વામી જે અમે તે અમારા ગમતા પ્રમાણે વર્તે તે અમારો દાસ કહેવાય એમ કહ્યું છે. (3) બાબતો છે.
પ્ર.૧ પહેલા પ્રશ્નમાં આજ્ઞાએ ઘરમાં રહ્યો હોય તેને શ્રેષ્ઠ કહ્યો તે કેવી રીતે સમજવું?
ઉ.૧ ત્યાગી થવું હોય તેને ભગવાન કે સંત સંસારમાં રાખે તે આજ્ઞાથી રહ્યો કહેવાય.
પ્ર.૨ ધામમાંથી આવેલા સિદ્ધમુક્તને ગૃહસ્થાશ્રમમાં રહેવાનું શું પ્રયોજન હશે?
ઉ.૨ સર્વે જીવોના કલ્યાણને અર્થે શ્રીજીમહારાજની મરજીથી રહે છે.
પ્ર.૩ આમાં સંતને પરમચિંતામણિની ઉપમા દીધી અને (પ્ર. 1ના પહેલા પ્રશ્નમાં તથા મ. 22ના 3/5 ત્રીજા પ્રશ્નમાં) શ્રીજીમહારાજને ચિંતામણિની ઉપમા દીધી છે એમ જોતાં તો ભગવાન કરતાં સંત વધે તે કેવી રીતે સમજવું?
ઉ.૩ શ્રીજીમહારાજ આગળ સંતને પરમચિંતામણિ કહ્યા નથી એ તો માયિક પદાર્થની આગળ સંતનો સમાગમ પરમચિંતામણિ એટલે અધિક કહ્યો છે. જેમ માયિક સર્વે પદાર્થથી ચિંતામણિ અધિક છે, તે ચિંતામણિથી પણ સંતનો સમાગમ વિશેષ છે એમ કહ્યું છે, પણ શ્રીજીમહારાજથી સંતને વિશેષ નથી કહ્યા. સંત તો શ્રીજીમહારાજના દાસ છે ને શ્રીજીમહારાજ તો સંતના સ્વામી છે તેને જે બરોબર કહે તે તો મહાપાપી ને દુષ્ટ છે, તે (લો. 13ના બીજા પ્રશ્નમાં) સર્વોપરી એવા જે અમે તે અમને ને બીજા અક્ષરાદિકને તથા મુક્તોને સરખા કહે છે તેને દુષ્ટ મતવાળા જાણવા, ને અતિ પાપી જાણવા, ને એવાનાં દર્શન કરે તો પંચ મહાપાપ જેવું પાપ થાય. માટે આ લૌકિક ચિંતામણિથી સંતનો સમાગમ વિશેષ કહ્યો છે. કેમ જે ચિંતામણિ નાશવંત સુખ આપનાર છે અને સંતનો સમાગમ અવિનાશી ને દિવ્ય એવું શ્રીજીમહારાજનું સુખ આપનાર છે તેથી વિશેષ કહ્યો છે પણ શ્રીજીમહારાજથી સંતને વિશેષ નથી કહ્યા.
પ્ર.૪ બીજા પ્રશ્નમાં અંતકાળે સ્મૃતિ રહે અથવા ન રહે તો પણ કલ્યાણ થાય એમ કહ્યું અને (મ. 48/2માં) અમારી મૂર્તિ વિના બીજા પદાર્થનું ચિંતવન કરતાં દેહ પડે તેને દુ:ખનો અંત આવતો નથી એમ કહ્યું છે તે કેવી રીતે સમજવું?
ઉ.૪ આમાં સ્વપ્ન અવસ્થામાં શ્રીજીમહારાજની વિસ્મૃતિ થાય તેનું કલ્યાણ થાય એમ કહ્યું છે અને (મ. 48માં) તો જાગ્રત અવસ્થામાં બીજા પદાર્થનું ચિંતવન કરતો હોય તેને દુ:ખનો અંત ન આવે એમ કહ્યું છે. કેમ જે સાવધાનપણામાં બીજું સંભારે છે તેથી કહ્યું છે.
પ્ર.૫ કેવી રીતે પ્રાપ્તિ થઈ હોય તે સાક્ષાત્ પ્રાપ્તિ કહેવાય?
ઉ.૫ જ્યારે શ્રીજીમહારાજ મનુષ્યરૂપે દર્શન આપતા હોય ત્યારે તે મનુષ્યરૂપ મૂર્તિને વિષેથી માયિકભાવ ટાળીને દિવ્યભાવ લાવે, ને તેમની આજ્ઞામાં રહે, ને આશરો કરે તો સાક્ષાત્ પ્રાપ્તિ થઈ કહેવાય તેમ જ આજ પ્રતિમારૂપે દર્શન આપે છે તેમાંથી પ્રતિમાભાવ ટાળીને દિવ્યભાવ આવે ને તેમની કહેલી આજ્ઞામાં વર્તીને આશરો કરે, અને (મ. 66ના સાતમા પ્રશ્નમાં) ભગવાનના કથા-કીર્તન કરતાં થકાં દિવસ-રાત્રિ વીતે અને પોતાના જીવાત્માનું બ્રહ્મરૂપે સાક્ષાત્ દર્શન થાય અને ભગવાન વિના અન્યમાં વૈરાગ્ય થાય અને અધર્મનો ત્યાગ કરીને ધર્મને વિષે રહેવાય તેને સાક્ષાત્ પ્રાપ્તિ થઈ કહેવાય. અને જે મર્યાદા ન પાળે ને મનુષ્યભાવ ને પ્રતિમાભાવ ન ટાળે તેને પ્રાપ્તિ થઈ ન કહેવાય.
પ્ર.૬ મનુષ્યરૂપ ને પ્રતિમા તે એક કહો છો તે મનુષ્યરૂપે તો બોલતા, ચાલતા ને જમતા તેમ પ્રતિમારૂપે બોલતા, ચાલતા નથી ને જમતા નથી ત્યારે તે એક શી રીતે કહેવાય?
ઉ.૬ (પં. 4માં) કહ્યું છે જે, “ભગવાન જ્યારે દેવલોકમાં દર્શન આપે ત્યારે દેવના જેવી ચેષ્ટા કરે અને મનુષ્યલોકમાં દર્શન આપે ત્યારે મનુષ્યની પેઠે વર્તે.” તેમ જ જ્યારે પશુના જેવા દેખાય ત્યારે પશુની રીતે વર્તે, અને જ્યારે પ્રતિમારૂપે દર્શન આપે ત્યારે પ્રતિમાના ધર્મ પ્રમાણે વર્તે. માટે આજ પ્રતિમારૂપે દર્શન દે છે, માટે પ્રતિમાના ધર્મ પ્રમાણે વર્તે છે. અને ક્યારેક કોઈક ભક્તની સાથે બોલવું ઘટે તો તેની સાથે બોલે છે, જમે છે ને ચમત્કાર જણાવે છે, તે જો પ્રત્યક્ષ ન હોય તો શી રીતે ચમત્કાર જણાવે? માટે આજ શ્રીજીમહારાજ પ્રતિમારૂપે સાક્ષાત્ છે એમાં નાસ્તિકપણું લાવે એથી બીજો કોઈ પાપી નથી.
પ્ર.૭ વિમુખનું કલ્યાણ ન થાય એમ કહ્યું તે કેવો હોય તેને વિમુખ જાણવો?
ઉ.૭ આમાં (2/2 બીજા પ્રશ્નમાં તથા પ્ર. 77ના 2/5 બીજા પ્રશ્નમાં,લો. 3/2માં તથા મ. 5/2માં, 17ના બીજા પ્રશ્નમાં, છે. 4ના પહેલા પ્રશ્નમાં) એટલામાં જેને પ્રત્યક્ષ ભગવાનનો આશરો ન હોય તેને વિમુખ કહ્યા છે. આ કહ્યા તે સત્સંગ બહારના વિમુખ છે અને (પ્ર. 76/2માં) કામીને વિમુખ કહ્યો છે, (77ના 1/2 પહેલા પ્રશ્નમાં) ધર્મભંગની વાત કરે તેને ગુરુદ્રોહી, વચનદ્રોહી, અસુર, અધર્મી ને વિમુખ કહ્યો છે. (લો. 1ના નવમા પ્રશ્નમાં) “સંતનો અવગુણ આવે તે વિમુખ થાશે.” (મ. 26/2માં) જે બીજામાં અવગુણ પરઠે ને પોતામાં ગુણ પરઠે તે સત્સંગીને અર્ધો વિમુખ કહ્યો છે. (53/2માં) જે શ્રીજીમહારાજનાં ને મોટા પુરુષનાં ચરિત્રમાં ને તેમની સમજણમાં દોષ પરઠે તેને અધર્મી, મૂર્ખનો રાજા ને વિમુખ કહ્યો છે. અને (વ. 12/2માં) ભગવાનમાં દોષબુદ્ધિ થાય તે વિમુખ થાય. આ કહ્યા તે સત્સંગ માંહીલા વિમુખ છે.
પ્ર.૮ કોઈ દોષે વિમુખ થયેલો માન મૂકી સત્સંગમાં આવે તેનું કલ્યાણ થાય કે કેમ?
ઉ.૮ સત્સંગમાં આવીને પોતાના ગુના માફ કરાવે તો શ્રીજીમહારાજ ને મોટા સંત કૃપાસાધ્ય છે તે કલ્યાણ કરે.
પ્ર.૯ (2/3 બીજા પ્રશ્નમાં) સ્વામીને ભોગવ્યાનાં પદાર્થ ઇચ્છવાં નહિ તે કિયાં જાણવાં?
ઉ.૯ ત્યાગી તથા ગૃહસ્થો ખાવાપીવાની વસ્તુઓ શ્રીજીમહારાજની મૂર્તિને અથવા શિક્ષાપત્રીને જમાડ્યા વિના જમે, ને વસ્ત્ર-અલંકાર પણ મૂર્તિની અથવા શિક્ષાપત્રીની પ્રસાદી કર્યા વિના વાપરે તે સ્વામીને ભોગવ્યાનાં પદાર્થ પોતે ભોગવ્યાં કહેવાય અને ગૃહસ્થોએ મંદિરનાં વસ્ત્ર, ઘરેણાં, વાહન, પાત્ર તે ભોગવવા ઇચ્છવાં નહિ અને ત્યાગીએ ગામડામાં ગયા હોય ત્યાં ધર્માદા નિમિત્ત અન્ન-દ્રવ્ય આવે, તે અનાજ ઠાકોરજીને પહોંચ્યા પહેલાં પોતાને ખાવાપીવામાં વાપરવું નહિ, અને કથા નિમિત્તે વસ્ત્ર આવે તેમાંથી ધર્મામૃતમાં કહ્યા પ્રમાણે વાપરવા અને વધે તે કોઠારમાં આપી દેવાં પણ પોતાની પાસે રાખવાં નહિ. આ કહ્યા પ્રમાણે નવર્તે તો સ્વામીને ભોગવ્યાનાં પદાર્થ ભોગવ્યાં કહેવાય.
|| ——-x——- ||
[/raw]