સંવત 1882ના પોષ સુદિ 8 અષ્ટમીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી વરતાલ મધ્યે શ્રી લક્ષ્મીનારાયણના મંદિરની આગળ મંચ ઉપર ગાદી-તકિયા બિછાવીને વિરાજમાન હતા, અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં, અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
પછી શ્રીજીમહારાજે મુનિમંડળ સમસ્ત પ્રત્યે પ્રશ્ન પૂછ્યો જે,
ઇતિ વચનામૃતમ્ || 9 || (209)
રહસ્યાર્થ પ્રદી. — આમાં પ્રશ્ન (૧) છે. તેમાં શ્રીજીમહારાજે કહ્યું છે જે અમારા તેજરૂપ ચિદાકાશને મધ્યે અમે સદાય વિરાજમાન છીએ તે અમારે વિષે સમાધિએ કરીને ક્ષણમાત્ર સ્થિતિ થાય તો તે સમાધિવાળાને હજારો વર્ષ સુધી ભોગવ્યું એમ લાગે એવું અમારું નિર્ગુણ સુખ છે, અને માયિક સુખ નાશવંત છે. (1) બાબત છે.