[raw]
સારંગપુર : ૧૧
સંવત 1877ના શ્રાવણ વદિ અમાસને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ ગામ શ્રી સારંગપુર મધ્યે જીવાખાચરના દરબારમાં ઉત્તરાદે બાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા, અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં, અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
પછી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે,
પછી નિત્યાનંદ સ્વામીએ પૂછ્યું જે,
॥ अनेक जन्मसंसिद्धस्ततो याति परां गतिम् ॥
એ શ્લોકનો પણ એ જ અર્થ છે જે, જે ભગવાનનો ભક્ત સવાસનિક હોય તે નરક ચોરાશીમાં તો ન જાય અને દેવતામાં ને મનુષ્યમાં તો અનંત જન્મ ધરે પછી જ્યારે પૂર્વે કહ્યાં એવાં વૈરાગ્યાદિક લક્ષણે યુક્ત થાય ત્યારે જ ભગવાનની કૃપાનું પાત્ર થાય ને પછી ભગવાનનો એકાંતિક ભક્ત થઈને ગુણાતીત એવું જે ભગવાનનું અક્ષરધામ તેને પામે છે માટે એક જન્મે અથવા અનંત જન્મે પણ જે દિવસ પ્રથમ કહ્યાં એવે લક્ષણે યુક્ત થઈને અતિશે નિર્વાસનિક થાશે ત્યારે જ ભગવાનની કૃપાનું પાત્ર થાશે ને આત્યંતિક મોક્ષને પામશે પણ તે વિના તો નહિ જ પામે.(બા.૩)
પછી નૃસિંહાનંદ સ્વામીએ પૂછ્યું જે,
ઇતિ વચનામૃતમ્ || 11 || (89)
રહસ્યાર્થ પ્રદી. — આમાં પ્રશ્ન (૩) છે. તેમાં પહેલામાં શ્રીજીમહારાજે કહ્યું છે કે, વૈરાગ્ય, શ્રદ્ધા, બ્રહ્મચર્ય, અહિંસા ને આત્મનિષ્ઠા એ પાંચ સાધન તે પુરુષપ્રયત્ન છે તેણે યુક્ત થાય તે જન્મમરણથી રહિત થઈને આત્મસત્તાને પામે છે એટલે અમારા તેજરૂપ થાય છે. (1) તે ઉપર જ અમારી કૃપા થાય છે ત્યારે અમારા તુલ્યપણાને પામે છે ને અમારા જેવો જ સમર્થ થાય છે. (2) બીજામાં એ અંગમાં ન્યૂનતા હોય તો અમારા અક્ષરધામ વિના બીજાં ધામોને પામે છે ને વધુ સવાસનિક હોય તો દેવલોકને પામે છે. (3) ત્રીજામાં ખબરદાર થઈને મંડે તો આ દેહે જ સર્વે કસર મટી જાય. (4) બાબતો છે.
પ્ર.૧ પહેલા પ્રશ્નમાં વૈરાગ્ય, શ્રદ્ધા, બ્રહ્મચર્ય, અહિંસા ને આત્મનિષ્ઠા એ પાંચ સાધન કહ્યાં તેનાં રૂપ શાં હશે?
ઉ.૧ જીવકોટી તેથી પર માયાકોટી, તેથી પર ઈશ્વરકોટી, તેથી પર બ્રહ્મકોટી, તેથી પર અક્ષરકોટી, તેથી પર તે સર્વેનું આધાર જે શ્રીજીમહારાજની મૂર્તિનું તેજ તેમાં પણ પ્રીતિ નહિ; એક શ્રીજીમહારાજ તથા મુક્તમાં જ પ્રીતિ એ વૈરાગ્યનું રૂપ છે. અને શ્રીજીમહારાજ તથા મુક્તના વચનમાં આસ્તિક બુદ્ધિ તેને આ ઠેકાણે શ્રદ્ધા કહી છે. અને બ્રહ્મચર્યનું રૂપ (પ્ર. 73ના પહેલા પ્રશ્નોત્તરમાં) કર્યું છે. અને કોઈ જીવપ્રાણીમાત્રને મન, કર્મ, વચને દુ:ખવવો નહિ તે અહિંસા જાણવી. ને પોતાના જીવાત્માને શ્રીજીમહારાજના તેજરૂપ માનવો તે આત્મનિષ્ઠા જાણવી.
પ્ર.૨ (1/2 પહેલા પ્રશ્નમાં) શુભ-અશુભ કર્મે કરીને મુક્ત બંધાતા નથી એમ કહ્યું તે કર્મ કિયાં જાણવાં?
ઉ.૨ અશુભ એટલે ભૂંડાં પાપ કર્મ અને શુભ તે ભગવાનના સંબંધે રહિત સુકૃત કર્મ તેમાં અશુભ કર્મે કરીને નરકમાં જવાય છે ને શુભ કર્મે કરીને દેવાદિકના લોકમાં જવાય છે, એવા કર્મવાળા જીવ પોતાને શરણે આવે તો તે જીવોને શુભ-અશુભ કર્મના ફળ ભોગવાવ્યા વિના જ મુક્ત કરીને શ્રીજીમહારાજને સમીપે મૂકી દે પણ તેવા કર્મવાળા જીવોનો મોક્ષ કરવામાં બંધાય એટલે અટકે નહિ તે શુભ-અશુભ કર્મે કરીને નથી બંધાતા એમ જાણવું.
પ્ર.૩ ક્યારેક મુક્ત મૂર્તિમાં લીન રહે છે અને ક્યારેક બહાર રહે છે એમ કહ્યું તે કેમ સમજવું?
ઉ.૩ શ્રીજીમહારાજની મૂર્તિમાં રહ્યા થકા સદા સુખ ભોગવે છે તે લીન સમજવા ને સુખમાં રહ્યા થકા જ શ્રીજીમહારાજના સંકલ્પથી અનંત જીવોના ઉદ્ધારને અર્થે અનંત બ્રહ્માંડમાં મનુષ્યરૂપે દર્શન આપીને શ્રીજીમહારાજની મૂર્તિના સુખમાં લઈ જાય એવી સેવા કરે છે તે બહાર સમજવા.
પ્ર.૪ જ્યારે મુક્ત શ્રીજીમહારાજની મૂર્તિમાં લીન થાય ત્યારે તો મૂર્તિ વ્યાપ્ય થઈ ને મુક્ત વ્યાપક થયા તે મોટો બાધ આવે છે તે કેવી રીતે સમજવું?
ઉ.૪ પોતાને વિષે અતિશે પ્રીતિવાળા ભક્તને શ્રીજીમહારાજ દયાએ કરીને પોતાની મૂર્તિને વિષે રાખે છે, પણ મુક્ત વ્યાપતા નથી અને સ્વામી હોય તે પોતાના સેવકને પોતાને વિષે લીન કરે એમાં કાંઈ આશ્ચર્ય નથી, જેમ લક્ષ્મીજી છે તે શ્રીકૃષ્ણ ભગવાનનાં સેવક છે તેને શ્રીકૃષ્ણ ભગવાન પોતાને વિષે લીન કરે છે તેણે કરીને કાંઈ લક્ષ્મીજી વ્યાપક ન થયાં; એ તો ઉપરી હોય તે પોતાના સેવકને લીન કરે જ. તે (લો. 13ના બીજા પ્રશ્નમાં) મુક્તોને લીન કરીએ છીએ એમ કહ્યું છે.
પ્ર.૫ (2/3 બીજા પ્રશ્નમાં) પાંચ અંગમાંથી કોઈક અંગમાં ન્યૂનતા હોય તો અક્ષરધામ વિના બીજા ધામને પામે ને વધુ સવાસનિક હોય તો દેવલોકને પામે એમ કહ્યું તે બીજાં ધામ કિયાં જાણવાં? અને દેવલોક કિયાં જાણવા?
ઉ.૫ બીજાં ધામ કહ્યાં તે બદરિકાશ્રમ તથા શ્વેતદ્વીપ જાણવાં અને દેવલોક કહ્યા તે ઇંદ્ર-બ્રહ્માદિકના લોક જાણવા.
પ્ર.૬ ગુણાતીત એવું જે અક્ષરધામ કહ્યું તે ગુણાતીતનો અર્થ શો સમજવો?
ઉ.૬ માયાના ગુણ થકી પર માટે ગુણાતીત કહ્યું છે. આનો વિશેષ વિસ્તાર (પ્ર. 12ના સોળમા પ્રશ્નોત્તરમાં) કર્યો છે.
|| ——-x——- ||
[/raw]