સંવત 1882ના મહા સુદિ 3 ત્રીજને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી વરતાલ મધ્યે શ્રી લક્ષ્મીનારાયણના દરબારમાં લીંબડાના વૃક્ષની હેઠે વેદી ઉપર ગાદી-તકિયા નખાવીને વિરાજમાન હતા, અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં, ને કંઠને વિષે ચમેલીના પુષ્પનો હાર વિરાજમાન હતો, અને મસ્તક ઉપર રાતા અતલસનું છત્ર વિરાજમાન હતું, અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
પછી શ્રીજીમહારાજે પરમહંસને પ્રશ્ન પૂછ્યો જે,
ઇતિ વચનામૃતમ્ || 20 || (220)
રહસ્યાર્થ પ્રદી. — આમાં પ્રશ્ન (૧) એક છે. તેમાં શ્રીજીમહારાજે કહ્યું છે જે અમારી મૂર્તિ વિના બીજા માયિક આકારને અતિ તુચ્છ ને દુ:ખદાયી ને નરકરૂપ જાણીને પોતાને આત્મારૂપ માને તે ત્યાગી હોય કે ગૃહસ્થ હોય પણ તેના હૃદયમાંથી કામાદિકનું બીજ નાશ પામે છે, તે સર્વ ભક્તથી શ્રેષ્ઠ છે, અને આવી સમજણ ન હોય, કાં તો ભૂંડા દેશકાળનો યોગ થાય તો ખોટ આવે, માટે એવી સમજણ હોય તો પણ કુસંગ તો કરવો જ નહિ. (1) બાબત છે.
પ્ર.૧ આમાં જનકરાજાને શુકજીના ગુરુ કહ્યા, અને (મ. 20/2માં) જનકથી શુકજીની સ્થિતિ અધિક કહી છે, તે કેમ સમજવું?
ઉ.૧ શુકજીની સ્થિતિ જનક કરતાં અધિક હતી, પણ જનક રાજાએ શુકજીને જ્ઞાન કર્યું હતું તેથી ગુરુ કહ્યા છે.
ઇતિ શ્રી કચ્છ દેશે વૃષપુર નિવાસી અનાદિ મુક્તરાજ શ્રી અબજીભાઈ વિરચિત સાક્ષાત્ પૂર્ણ પુરૂષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણ મુખકમળ નિ:સૃત વચનામૃત રહસ્યાર્થ પ્રદીપિકાયાં વરતાલ પ્રકરણં સમાપ્તમ્.