Vartal 2

[raw]

વરતાલ : ૨

સંવત 1882ના કાર્તિક સુદિ 13 તેરશને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી વરતાલ મધ્યે શ્રી લક્ષ્મીનારાયણના મંદિરથી ઉત્તરાદિ દિશે ગોમતીજીને કાંઠે આંબાના વૃક્ષની હેઠે ઢોલિયા ઉપર વિરાજમાન હતા, અને પીળા તાસતાનો સુરવાળ પહેર્યો હતો, તથા રાતા કિનખાપની ડગલી પહેરી હતી, તથા મસ્તક ઉપર જરકસી છેડાની કસુંબલ પાઘ બાંધી હતી, તથા જરકસી છેડાનું કસુંબલ શેલું ખભે નાખ્યું હતું, અને પાઘને ઉપર ચંપાના પુષ્પના હાર વિરાજમાન હતા, ને કંઠને વિષે ધોળા પુષ્પના હાર વિરાજમાન હતા, અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી, પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, કાંઈક પ્રશ્ન-ઉત્તર કરો.

પછી ગામ બુવાના પટેલ કાનદાસજીએ હાથ જોડીને પૂછ્યું જે,

ઇતિ વચનામૃતમ્ || 2 || (202)

રહસ્યાર્થ પ્રદી. — આમાં પ્રશ્ન (૧) છે. તેમાં અમને અરૂપ ને અકર્તા કહે ને અમારા વિના બીજા કાળાદિકને કર્તા કહે તે અમારી ચંદન-પુષ્પાદિકે પૂજા કરે, તો પણ તે અમારો દ્રોહી છે, અને અમને મૂર્તિમાન ને સર્વ કર્તા-હર્તા સમજે તે સેવા માનીએ છીએ ને રાજી થઈએ છીએ. (1) અને પરોક્ષ શાસ્ત્રને દૃષ્ટાંતે કરીને તે શાસ્ત્રનાં નામપૂર્વક પોતાના સ્વરૂપને સમજવાની રીત કહી છે, જે વેદમાં ભગવાનનું સ્વરૂપ નારાયણે કહ્યું, પણ સમજાય એવું નથી અને સાંખ્ય શાસ્ત્રે ચોવીશ તત્વથી પર પરમાત્માને કહ્યા છે અને યોગ શાસ્ત્રે તત્વથી પર જીવ-ઈશ્વરને કહીને તેથી પર પરમાત્માને કહ્યા છે, પણ યથાર્થ જ્ઞાન થયું નથી, અને પંચરાત્ર શાસ્ત્રે ભગવાનને સાકાર મૂર્તિમાન અક્ષરધામમાં પાર્ષદોએ સહિત છે. અને સર્વ અવતારનું ધારણ કરે છે એમ કહ્યું છે, માટે અમારા ભક્તોએ અમને જીવ, ઈશ્વર, બ્રહ્મ, અક્ષર તે સર્વેથી પર સમજવા તે સાંખ્ય વિચાર જાણવો અને યોગશાસ્ત્ર જીવ-ઈશ્વરથી પર પરમાત્માને કહે છે તેમ પ્રધાનપુરુષ સુધી જીવ અને મૂળઅક્ષર સુધી ઈશ્વર ને તેથી પર અમારા તેજરૂપ બ્રહ્મ, તે બ્રહ્મથી પર અમને જાણીને અમારું ધ્યાન કરવું, અને વેદ કોઈક ભગવાન છે એમ કહે છે તે અમે આ પ્રત્યક્ષ છીએ, એમ જાણવું. અને પંચરાત્રશાસ્ત્ર સદા સાકાર ને સર્વ કર્તા કહે છે તેવી રીતે અમને સદા દિવ્ય સાકાર મૂર્તિ ને સર્વના કર્તા-હર્તા ને સર્વ અવતારો માત્રના અવતારી, સર્વને સુખદાતા સર્વોપરી સમજવા. અને અમારી ભક્તિ કરવી અને અમારી પ્રતિમાની પૂજા-આરતી કરવી ને થાળ જમાડવા, પોઢાડવા એવી રીતે સેવા કરવી. આવી રીતે સમજે તે જ જ્ઞાની ભક્ત છે ને તે ઉપર અમે રાજી થઈએ છીએ, એમ શ્રીજીમહારાજે કહ્યું છે. (2) બાબતો છે.

|| ——-x——- ||

[/raw]



Leave a Reply