સંવત 1882ના મહા સુદિ 2 બીજને દિવસ શ્રીજીમહારાજ સાંજને સમે શ્રી વરતાલ મધ્યે શ્રી લક્ષ્મીનારાયણના મંદિરમાં ઉગમણી કોરની રૂપચોકી ઉપર ગાદી-તકિયા નખાવીને વિરાજમાન હતા, ને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં, અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
પછી ઠાકોરજીની સંધ્યા-આરતી થઈ રહી ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે,
ઇતિ વચનામૃતમ્ || 19 || (219)
રહસ્યાર્થ પ્રદી. — આમાં કૃપાવાક્ય (૧) એક છે. તેમાં શ્રીજીમહારાજે કહ્યું છે કે અમે કાં અમારા સંત આ પૃથ્વી ઉપર જરૂર વિચરતા હોઈએ તે જેને અમારી ઓળખાણ પડે તે અમારો ભક્ત થાય તે પછી તેને અમારા સુખ વિના માયિક સુખ ન ઇચ્છવું કેમ જે અમારા ધામના સુખ આગળ માયિક સુખ છે તે નરક જેવું ને કાકવિષ્ટા તુલ્ય છે, માટે જેમ મનુષ્ય નરકને પરમ દુ:ખદાયી જાણે છે તેમ અમારા ભક્તોએે માયિક સુખ નરક જેવું જાણવું ને અમારા સંતને વિષે પ્રીતિ રાખવી, અને અમારા ભક્ત સવાસનિક હોય તો પણ ઇન્દ્ર-બ્રહ્માની પદવી પામે તો યથાર્થ અમારા ભક્તનો મહિમા ને સુખ તે તો વર્ણન થાય જ કેમ, એમ જાણીને અમારે વિષે પ્રીતિ કરવી. (1) બાબત છે.