[raw]
ગઢડા પ્રથમ : ૩૩
સંવત 1876ના પોષ વદિ 5 પંચમીને દિવસ પાછલો પહોર દિવસ હતો ત્યારે શ્રીજીમહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં શ્રી વાસુદેવનારાયણના મંદિરની જોડે જે ઓરડો તેની ઓસરીએ ઊગમણે મુખારવિંદે ઢોલિયા ઉપર વિરાજમાન હતા, ને ધોળો ખેસ પહેર્યો હતો, ને ધોળી ચાદર ઓઢી હતી, ને માથે કસુંબી રંગના છેડાનો ફેંટો બાંધ્યો હતો, ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
તે સમે મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે,
એમ કહીને પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, કહો તો તમને એક પ્રશ્ન પૂછીએ. ત્યારે મુક્તાનંદ સ્વામી બોલ્યા જે, પૂછો મહારાજ. પછી એમ પૂછ્યું જે,
ઇતિ વચનામૃતમ્ || 33 ||
રહસ્યાર્થ પ્રદી. — આમાં પ્રશ્ન (૨) છે. તેમાં પહેલામાં શ્રીજીમહારાજે મૂઢપણું, પ્રીતિ ને સમજણ એ ત્રણ પ્રકારે આશરો કરવાથી પોતાની પ્રસન્નતા કહી છે ને તે આશરાનાં ત્રણ પ્રકારનાં લક્ષણ કહ્યાં છે. (1) બીજામાં સમજણનું અંગ શ્રેષ્ઠ કહ્યું છે. (2) બાબતો છે.
પ્ર.૧ પહેલા પ્રશ્નમાં મૂઢપણે આશરો કરવો એમ કહ્યું તેનાં કેવાં લક્ષણ હોય?
ઉ.૧ શ્રીજીમહારાજ વિના બીજા કોઈને ભગવાન માને નહિ ને જંત્ર, મંત્ર, ઔષધ, પરચા, ચમત્કારમાં ક્યાંય લેશ માત્ર પ્રતીતિ આવે નહિ ને શ્રીજીમહારાજ બીએ, ભાગે, હારે એવાં મનુષ્ય ચરિત્ર કરે અથવા એવી લીલા સાંભળે તેમાં લેશમાત્ર સંશય થાય નહિ અને માયિક વિષયમાં તથા અક્ષરાદિકના ઐશ્વર્યમાં રંચ માત્ર રાગ હોય નહિ, અને બીજે દિવસ ખાવાનું કાંઈ ન હોય તેની પણ ચિંતા ન હોય, એક શ્રીજીમહારાજનો જ આધાર હોય એવાં લક્ષણ હોય, અને ઉગમણા-આથમણાની તથા પોતાના વ્યવહારની ખબર ન હોય તે મૂઢપણે આશરો જાણવો.
પ્ર.૨ બ્રહ્મા જેવો ડોલાવે તો પણ ડોલે નહિ એમ કહ્યું તે બ્રહ્મા જેવો તે કેવો જાણવો?
ઉ.૨ બહુ વિચિત્ર બુદ્ધિશાળી ને યુક્તિવાળો ને શાસ્ત્રવેત્તા હોય તે ઘણાક પ્રકારની યુક્તિએ કરીને શ્રીજીમહારાજના આશ્રયમાંથી પાડવાના ઉપાય કરે, તેને આ ઠેકાણે બ્રહ્મા જેવો કહ્યો છે.
પ્ર.૩ સમજણના અંગવાળો અમારું સગુણ-નિર્ગુણપણું સમજે એમ કહ્યું તે કેમ સમજવું?
ઉ.૩ અષ્ટાવરણે વેષ્ટિત એવાં જે બ્રહ્માંડ તે મૂળપુરુષના તેજને આધારે રહ્યાં છે તે મૂળપુરુષના તેજનું સગુણપણું છે અને એનું એ તેજ પ્રધાન પુરુષાદિક સર્વે જીવને વિષે અંતર્યામીપણે રહ્યું છે તે મૂળપુરુષના તેજનું નિર્ગુણપણું છે, તેમ જ વાસુદેવબ્રહ્મના તેજને આધારે મૂળપુરુષ ઈશ્વરરૂપી કોટીઓ રહી છે તે બ્રહ્મના તેજનું સગુણપણું છે અને એનું એ તેજ અંતર્યામીપણે મૂળપુરુષરૂપી કોટીઓમાં વ્યાપક છે તે બ્રહ્મના તેજનું નિર્ગુણપણું છે, અને તેમ જ અક્ષરના તેજને આધારે બ્રહ્મની કોટીઓ રહી છે તે અક્ષરના તેજનું સગુણપણું છે અને એનું એ જે અક્ષરનું તેજ તે બ્રહ્મની કોટીઓને વિષે વ્યાપક છે તે અક્ષરના તેજનું નિર્ગુણપણું છે, તેમ જ શ્રીજીમહારાજના તેજને આધારે મૂળઅક્ષરની કોટીઓ રહી છે તે શ્રીજીમહારાજના તેજનું સગુણપણું એટલે અપારપણું છે, જેમ સૂર્યના પ્રકાશમાં તારા-ચંદ્રાદિક પોતાના પરિવારે સહિત રહ્યાં છે, તેમ જ એ સર્વે શ્રીજીમહારાજના તેજમાં પોતપોતાના પાર્ષદોએ સહિત રહ્યા છે, અને એનું એ તેજ મૂળઅક્ષરની કોટીઓને વિષે અંતર્યામીપણે વ્યાપક છે તે શ્રીજીમહારાજના તેજનું નિર્ગુણપણું એટલે સૂક્ષ્મપણું છે. અને શ્રીજીમહારાજ તો એ પોતાના તેજથી પણ પર છે. ને એ તેજના પણ આધાર છે ને સદા મૂર્તિમાન છે તેમને તો સગુણ કે નિર્ગુણ કહેવાય જ નહિ. માટે જ્યાં જ્યાં શ્રીજીમહારાજનું સગુણ-નિર્ગુણપણું આવે ત્યારે શ્રીજીમહારાજના તેજરૂપ અક્ષરધામનું સગુણ-નિર્ગુણપણું જાણવું. તે (મ. 42માં) કહ્યું છે.
પ્ર.૪ અન્વય-વ્યતિરેકપણું કેવી રીતે જાણવું?
ઉ.૪ શ્રીજીમહારાજ જીવ, માયા, ઈશ્વર, બ્રહ્મ તથા મૂળઅક્ષરાદિક સર્વને વિષે પોતાના તેજરૂપે અંતર્યામીપણે રહ્યા છે તે શ્રીજીમહારાજનું અન્વયપણું છે અને પોતાના બ્રહ્મજ્યોતિરૂપ અક્ષરધામને વિષે મૂર્તિમાન રહ્યા છે તે વ્યતિરેકપણું છે.
પ્ર.૫ ભગવાનની માયા થકી સર્ગ થયો છે એમ કહ્યું તે માયા તથા સર્ગ કિયો જાણવો?
ઉ.૫ મૂળપ્રકૃતિને માયા કહી છે અને માયા થકી જે જે ઉત્પન્ન થાય તેને સર્ગ કહ્યો છે. તે (પ્ર. 12ના બીજા પ્રશ્નમાં) કહ્યો છે.
પ્ર.૬ અમારા અવતારની રીત જાણવી એમ કહ્યું, તે રીત કેવી રીતે જાણવી?
ઉ.૬ મૂળઅક્ષરથી લઈને પૃથ્વીને વિષે જે જે અવતાર થાય છે તે સર્વેને વિષે શ્રીજીમહારાજનો આવિર્ભાવ છે. તે સર્વે મહારાજના અવતાર કહેવાય અને તે અવતારો પોતપોતાનાં સ્થાનોમાં હોય ત્યારે અક્ષર, બ્રહ્મ, પુરુષ, પ્રધાનપુરુષ, વૈરાજપુરુષ અને વિષ્ણુ એવે એવે નામે કહેવાય છે અને પૃથ્વીને વિષે દત્ત, કપિલ, નરનારાયણ, વાસુદેવ ને રામકૃષ્ણાદિક નામે કહેવાય છે.
પ્ર.૭ ઉત્પત્તિકાળે મૂળઅક્ષરથી લઈને બ્રહ્માદિકરૂપે વર્તે છે એમ કહ્યું તે કેમ સમજવું?
ઉ.૭ ઉત્પત્તિ સમયને વિષે અક્ષરાદિક સર્વેને વિષે કારણપણે અંતર્યામી શક્તિએ પ્રવેશ કરીને ન્યૂનાધિક ભાવે પ્રકાશ કરે છે. તે, તે તે રૂપે વર્તે છે એમ જાણવું. તે (પ્ર. 41માં) કહ્યું છે.
પ્ર.૮ જીવના કલ્યાણને અર્થે નારદ-સનકાદિકરૂપે વર્તે છે એમ કહ્યું તે કેમ સમજવું?
ઉ.૮ જીવોના આત્યંતિક કલ્યાણ કરવાને અર્થે પોતાની ઇચ્છાથી પોતાના મુક્ત દ્વારે પૃથ્વીને વિષે દર્શન આપે છે તે નારદ-સનકાદિકરૂપે એટલે મુક્તરૂપે વર્તે છે એમ કહ્યું છે.
પ્ર.૯ અમને પર ને નિર્વિકાર સમજવા એમ કહ્યું તે કેવી રીતે સમજવા?
ઉ.૯ મૂળઅક્ષરાદિક સર્વેમાં અંતર્યામીપણે રહ્યા થકા મૂર્તિમાન સર્વથી ન્યારા છે તે પર સમજવા અને એ સર્વેમાં અંતર્યામીરૂપે રહ્યા થકા તે તે ઉપાધિ થકી રહિત છે પણ કોઈની ઉપાધિ શ્રીજીમહારાજને અડતી નથી તે નિર્વિકાર સમજવા તે (સા. 5ના 2/3 બીજા પ્રશ્નમાં) “ઈશ્વરના ને અક્ષરના હૃદયમાં સાક્ષીરૂપે રહ્યા છે ને તે તે ઉપાધિથી રહિત છે.” એમ કહ્યું છે.
|| ——-x——- ||
[/raw]