[raw]
ગઢડા મધ્ય : ૫૮
સંવત 1881ના શ્રાવણ સુદિ 4 ચોથને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં ઉગમણે બાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર ગાદી-તકિયા બિછાવીને વિરાજમાન હતા, અને શ્રીજીમહારાજે સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં, ને પોતાના મુખારવિંદની આગળ મુનિમંડળ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
પછી શ્રીજીમહારાજે પ્રશ્ન પૂછ્યો જે,
ઇતિ વચનામૃતમ્ || 58 || (191)
રહસ્યાર્થ પ્રદી. — આમાં પ્રશ્ન (૧) છે. તેમાં શ્રીજીમહારાજે કહ્યું છે કે જે સંપ્રદાયમાં જે ઇષ્ટદેવ હોય તે જે હેતુ માટે પૃથ્વી ઉપર પ્રગટ થયા હોય તેના ચરિત્રના શાસ્ત્રથી જ તેના સંપ્રદાયની પુષ્ટિ થાય છે, પણ બીજા ગ્રંથે કરીને થતી નથી માટે અમારા સંપ્રદાયની પુષ્ટિને અર્થે અમારા ચરિત્રનાં શાસ્ત્ર કરવાં એમ મુક્તાનંદ સ્વામી આદિક સંતોને આજ્ઞા કરી છે. (1) બાબત છે.
પ્ર.૧ શ્રીજીમહારાજને પ્રગટ થવાનો હેતુ શો હશે?
ઉ.૧ પોતાના એકાંતિક ભક્તને સુખ આપવા તથા તેમના મનોરથ પૂર્ણ કરવા અને તેમને લાડ લડાવવાં એ એક હેતુ. (1) અને અધર્મી તથા અસુરોથી કષ્ટ પામતાં એવાં ભક્તિ-ધર્મ તેમનું રક્ષણ કરવું અને તેમની પૃથ્વીને વિષે પ્રવૃત્તિ કરવી તે બીજો હેતુ. (2) અને પોતાનું સર્વોપરી જ્ઞાન તથા સર્વોપરી ઉપાસના પ્રવર્તાવવી અને જીવોને પોતાના મુક્ત ભેળા ભેળવવા એ ત્રીજો હેતુ. (3) અને પોતાના અવતારોને તથા અવતારોના ભક્તોને પૃથ્વીને વિષે મનુષ્યરૂપ ધરાવીને પોતાનું જ્ઞાન તથા ઉપાસના સમજાવીને તેમને પોતાના ધામમાં લઈ જવા એ ચોથો હેતુ. (4) અને એકાંતિક ધર્મને સ્થાપન કરવો તથા દુષ્ટજનનો નાશ કરવો તથા સત્પુરુષનું રક્ષણ કરવું એ પાંચમો હેતુ. (5) અને મુમુક્ષુને મુક્ત કરવા તથા પોતાના અને પોતાના મુક્તોના દર્શન-સ્પર્શાદિક સંબંધે કરીને નવા મુમુક્ષુ કરીને તેમનો આત્યંતિક મોક્ષ કરવો એ છઠ્ઠો હેતુ. (6) એવી રીતે શ્રીજીમહારાજને પ્રગટ થવાના આ છો હેતુ છે.
પ્ર.૨ કેવી ક્રિયા કરે તે ચરિત્ર કહેવાય?
ઉ.૨ ચરિત્ર બે પ્રકારનાં છે. પ્રાકૃત ને દિવ્ય; તેમાં ક્યાંઈક ભાગે, ક્યાંઈક હારે ઇત્યાદિક પ્રાકૃત ચરિત્ર કહેવાય, અને સમાધિઓ કરાવીને તેમાં સર્વ અવતારોને પોતાની વંદના કરતા દેખાડે ને પોતાને વિષે સર્વે અવતારોને લીન કરી દેખાડે, ઇત્યાદિક આશ્ચર્ય જણાવે તે દિવ્ય ચરિત્ર કહેવાય. એવા ચમત્કારમાં મહિમા આવી જાય એવાં પોતાનાં ચરિત્ર તેના ગ્રંથ કરવાની મુક્તાનંદ સ્વામી આદિકને આજ્ઞા કરી તેથી મોટા સંતોએ ગ્રંથો કર્યા છે તે ગ્રંથોએ કરીને આ સંપ્રદાયની પુષ્ટિ થાય, પણ પરોક્ષના ગ્રંથોથી પુષ્ટિ ન થાય. આમાં શ્રીજીમહારાજનો અભિપ્રાય એવો છે જે અમારા ચરિત્ર સંબંધી ગ્રંથને જ વાંચવા ને સાંભળવા ને કરવા તેણે કરીને અમારે વિષે સર્વોપરીપણાની દૃઢતા થશે એમ કહ્યું છે. માટે આપણા ઇષ્ટદેવ સાક્ષાત્ શ્રી સ્વામિનારાયણ ભગવાન તેમનાં ચરિત્ર સંબંધી ગ્રંથ વાંચવા ને સાંભળવા. તે ગ્રંથોનાં નામ :-
વચનામૃત (હરિવાક્યસુધાસિંધુ) (1) સત્સંગિજીવન, (2) સત્સંગિભૂષણ, (3) હરિદિગ્વિજય, (4) હરિલીલાકલ્પતરુ, (5) ભક્તચિંતામણિ, (6) પુરૂષોત્તમ પ્રકાશ, (7) ઘનશ્યામ લીલામૃતસાગર, (8) પુરૂષોત્તમલીલામૃતસુખસાગર, (9) પુરૂષોત્તમચરિત્ર, (10) હરિચરિત્રામૃત, (11) ઇત્યાદિક સંપ્રદાય સંબંધી ગ્રંથે કરીને આ સંપ્રદાયની પુષ્ટિ થાય.
પ્ર.૩ કેવી રીતની ક્રિયા કરે તે આચરણ કહેવાય?
ઉ.૩ શ્રીજીમહારાજે નૈષ્ઠિક બ્રહ્મચર્ય પાળ્યું, તપ કર્યું, ત્યાગ-વૈરાગ્ય રાખ્યો, ભિક્ષા માગી, તુંબડીએ પાણી પીધું, પત્તરમાં જમ્યા તથા દેવની સેવા કરી, ઇત્યાદિક ક્રિયાઓ પોતાના ભક્તજનને શીખવવા સારુ કરી, તે આચરણ કહેવાય, તે આચરણમાં ધર્મ આવી જાય.
|| ——-x——- ||
[/raw]