સંવત 1877ના ભાદરવા સુદિ 2 બીજને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ ગામ શ્રી સારંગપુર મધ્યે જીવાખાચરના દરબારમાં ઉત્તરાદે બાર ઓરડાની ઓસરીએ વિરાજમાન હતા ને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં, અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
પછી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું જે,
ઇતિ વચનામૃતમ્ || 13 || (91)
રહસ્યાર્થ પ્રદી. — આમાં પ્રશ્ન (૧) છે. તેમાં શાસ્ત્રે કરીને નિશ્ચય થાય તે અચળ રહે છે. (1) અને મને કરીને નિશ્ચય કર્યો હોય તે ટળી જાય છે, ને જેને શાસ્ત્રના વચનની પ્રતીતિ ન હોય તે મનમુખી ને નાસ્તિક છે. (2) અને શાસ્ત્રે કરીને જેને નિશ્ચય થયો હોય તેનું જ કલ્યાણ થાય છે ને ધર્મ પણ એનો જ અડગ રહે છે એમ શ્રીજીમહારાજે કહ્યું છે. (3) બાબતો છે.
પ્ર.૧ પહેલી બાબતમાં શાસ્ત્રે કરીને અમારો નિશ્ચય થાય એમ શ્રીજીમહારાજે કહ્યું અને (મ. 31ના 2/5 બીજા પ્રશ્નમાં) શાસ્ત્રના શબ્દ સાંભળીને સમજણમાં ઠા રહેતો નથી એમ કહ્યું છે. તથા (પ્ર. 7/1માં) શાસ્ત્રમાં અધ્યાત્મ વાર્તા હોય તે કોઈને સમજાતી નથી; ભ્રમી જવાય છે એમ કહ્યું છે અને (મ. 13/3માં) સત્પુરુષ પ્રગટ થાય છે ત્યારે જ શાસ્ત્રની વાત સમજાય છે એમ કહ્યું તે કેમ સમજવું?
ઉ.૧ આમાં ભગવાનનાં યોગ્ય-અયોગ્ય ચરિત્રમાં સંશય ન થાય એટલો જ નિશ્ચય કહ્યો છે પણ સર્વે અવતારોથી પર સમજાય એમ નથી કહ્યું અને (પ્ર. 7માં) શાસ્ત્રમાં અધ્યાત્મ વાર્તા સમજાય એવી ચોખ્ખી વિક્તિ નથી તે અમે સમજાવીએ એમ કહ્યું છે ને પછીથી પોતાનો સિદ્ધાંત કહ્યો છે અને (મ. 31માં) શાસ્ત્રના શબ્દ સાંભળીને અમારા સર્વોપરીપણામાં સંશય થાય એમ કહ્યું છે, પણ યથાર્થ નિશ્ચય ને યથાર્થ મહિમા ને શ્રીજીમહારાજનો સાક્ષાત્કાર તે તો સત્પુરુષ થકી થાય છે તે જેને આત્મા-પરમાત્માનો સાક્ષાત્કાર હોય ને પોતાનો સંગ કરનારના માયિક ઘાટ ટાળીને મૂર્તિને સુખે સુખિયા કરે તે સત્પુરુષ જાણવા.