સંવત 1877ના શ્રાવણ વદિ 5 પંચમીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ ગામ શ્રી સારંગપુર મધ્યે જીવાખાચરના દરબારમાં ઉત્તરાદે બાર ઓરડાની ઓસરીએ વિરાજમાન હતા, અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં, અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
પછી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે,
પછી વળી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું જે,
(પ્ર.૨) વિષયની નિવૃત્તિ થયાનું કારણ તે વૈરાગ્ય છે કે પરમેશ્વરને વિષે પ્રીતિ છે? પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, એક તો વિષયની નિવૃત્તિનું કારણ આત્મનિષ્ઠા છે અને બીજું માહાત્મ્યે સહિત જે ભગવાનનું જ્ઞાન તે છે. તેમાં આત્મનિષ્ઠા તો એવી રીતની જોઈએ જે, હું ચૈતન્ય છું ને દેહ જડ છે ને હું શુદ્ધ છું ને દેહ નરકરૂપ છે અને હું અવિનાશી છું ને દેહ નાશવંત છે ને હું આનંદરૂપ છું ને દેહ દુ:ખરૂપ છે, એવી રીતે જ્યારે દેહ થકી પોતાના આત્માને સર્વ પ્રકારે અતિશે વિલક્ષણ સમજે ત્યારે દેહને પોતાનું રૂપ માનીને વિષયમાં પ્રીતિ કરે જ નહિ, એવી રીતે આત્મજ્ઞાને કરીને વિષયની નિવૃત્તિ થાય છે. અને ભગવાનનો મહિમા એમ વિચારે જે, હું આત્મા છું, અને જે પ્રત્યક્ષ ભગવાન મળ્યા છે તે પરમાત્મા છે અને ગોલોક, વૈકુંઠ, શ્વેતદ્વીપ તથા બ્રહ્મપુર તથા અનંતકોટી બ્રહ્માંડના પતિ જે બ્રહ્માદિક દેવ એ સર્વેના સ્વામી જે શ્રી પુરૂષોત્તમ તે મુને પ્રત્યક્ષ મળ્યા છે અને તે મારા આત્માને વિષે પણ અખંડ વિરાજમાન છે અને તે ભગવાનનું જે એક નિમિષ માત્રનું દર્શન તે ઉપર અનંતકોટી બ્રહ્માંડનાં જે વિષય સુખ છે તે સર્વેને વારીફેરીને નાખી દેઈએ અને ભગવાનના એક રોમમાં જેટલું સુખ રહ્યું છે તેટલું સુખ તો અનંતકોટી બ્રહ્માંડનાં વિષય સુખ ભેળાં કરીએ તો પણ તેના કોટીમા ભાગની બરોબર પણ થાય નહિ અને જે ભગવાનનું અક્ષરધામ છે તેની આગળ બીજા જે દેવતાના લોક છે તેને મોક્ષ ધર્મને વિષે નરક તુલ્ય કહ્યા છે, એવા જે ભગવાન તે મુને પ્રગટ મળ્યા છે તેને મૂકીને નરકના કુંડ જેવાં જે વિષયના સુખ તેને હું શું ઇચ્છું? અને વિષય સુખ તો કેવળ દુ:ખરૂપ જ છે, એવી રીતે ભગવાનનું માહાત્મ્ય જાણવે કરીને વિષયની નિવૃત્તિ થાય છે. અને એવી રીતે જે આત્મજ્ઞાન ને પરમાત્માનું જ્ઞાન તેમાંથી જે વૈરાગ્ય પ્રગટે તે વૈરાગ્યે કરીને સર્વે વિષય સુખની વાસનાની નિવૃત્તિ થઈ જાય છે અને જેણે એવી રીતે સમજીને વિષય સુખનો ત્યાગ કર્યો તેને પાછી વિષયમાં પ્રીતિ થાય જ નહિ ને એનું જ મન જિતાણું કહેવાય છે.(બા.૨)
અને એવી સમજણ વિના ઝાઝું હેત જણાતું હોય પણ જ્યારે કોઈક સારા વિષયની પ્રાપ્તિ થાય, ત્યારે ભગવાનને પડ્યા મૂકીને વિષયમાં પ્રીતિ કરે અથવા પુત્રકલત્રાદિકને વિષે પ્રીતિ કરે અથવા રોગાદિક સંબંધી પીડા થાય અથવા પંચવિષયનું સુખ હોય તે મટી જાય, ત્યારે ભગવાનને વિષે પ્રીતિ રહે નહિ ને વિકળ જેવો થઈ જાય ને જેમ કૂતરાનું ગલુરિયું હોય તે પણ નાનું હોય ત્યારે સારું દીસે તેમ એવાની ભક્તિ પ્રથમ સારી દીસે પણ અંતે શોભે નહિ.(બા.૩)
ઇતિ વચનામૃતમ્ || 1 || (79)
રહસ્યાર્થ પ્રદી. — આમાં પ્રશ્ન (૨) છે. તેમાં પહેલામાં પંચવિષયનો અતિશે ત્યાગ થાય તો જ મન જીત્યું જાણવું. (1) બીજામાં ત્રણ દેહથી પોતાના આત્માને વિલક્ષણ સમજે અને પ્રત્યક્ષ શ્રી સ્વામિનારાયણ ભગવાન જે અમે તે અમને વૈકુંઠ, ગોલોક, શ્વેતદ્વીપ તથા બ્રહ્મપુરાદિક ધામોના તથા અનંતકોટી બ્રહ્માંડના પતિઓના સ્વામી જાણે અને અમને પોતાના આત્માને વિષે અખંડ વિરાજમાન જાણે અને અમારા એક રોમના સુખ આગળ અનંત જીવ, પુરુષ, બ્રહ્મ, અક્ષર તેમની કોટીઓનાં જે સુખ તેને અતિશે તુચ્છ જાણે, આવું અમારા સ્વરૂપનું જ્ઞાન થાય તેને જ સર્વે વિષય સુખની વાસનાની નિવૃત્તિ થઈ જાય. (2) અને આવી સમજણ વિનાનું ઝાઝું હેત જણાતું હોય તો પણ સારા વિષયની પ્રાપ્તિ થાય અથવા વિષયનું સુખ મટી જાય ત્યારે હેત રહે નહિ અને વિકળ જેવો થઈ જાય, એમ શ્રીજીમહારાજે કહ્યું છે. (3) બાબતો છે.
પ્ર.૧ બીજા પ્રશ્નમાં ગોલોક, વૈકુંઠ, શ્વેતદ્વીપ ને બ્રહ્મપુર ધામ કહ્યાં તે કોનાં જાણવાં? અને અનંતકોટી બ્રહ્માંડના પતિ બ્રહ્માદિક દેવ કહ્યા તે કિયા જાણવા?
ઉ.૧ મૂળપુરુષના ધામને ગોલોક કહ્યું છે. વિષ્ણુના ધામને વૈકુંઠ કહ્યું છે. વાસુદેવબ્રહ્મના સાધનિક મુક્તોના સ્થાનને શ્વેતદ્વીપ કહ્યું છે, અને એ વાસુદેવબ્રહ્મના મૂળધામને બ્રહ્મપુર કહ્યું છે. અને મૂળઅક્ષર સર્વેની ઉત્પત્તિના મૂળ કારણ છે તેમને આ ઠેકાણે બ્રહ્મા કહ્યા છે અને આદિ શબ્દથી વાસુદેવબ્રહ્મ તથા મૂળપુરુષ જાણવા.