સંવત 1877ના કાર્તિક સુદી 4 ચતુર્થીને દિવસ શ્રીજીમહારાજ ગામ શ્રી કારિયાણી મધ્યે વસ્તાખાચરના દરબારમાં ઉત્તરાદે બાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા, અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં, અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
પછી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે,
અને તેને આઠે પહોર અંતરમાં આશ્ચર્ય રહ્યા કરે છે.(બા.૫)
ઇતિ વચનામૃતમ્ || 8 || (104)
રહસ્યાર્થ પ્રદી. — આમાં પ્રશ્ન (૧) છે. તેમાં શ્રીજીમહારાજે કહ્યું છે જે, અમારું તેજ અક્ષરાદિક સર્વેમાં વ્યાપક છે અને અક્ષરાદિક સર્વેનું આત્મા છે અને અક્ષરાદિક સર્વેથી અતિશે વિલક્ષણ છે અને એ વ્યાપક તેજ તે નિર્ગુણ એટલે સૂક્ષ્મ છે. (1) અને એનું એ તેજ અક્ષરાદિક સર્વેનું આધાર થઈને બહાર રહ્યું છે અને તે સગુણ એટલે અતિશે અપાર છે. (2) અને એ બેય સ્વરૂપ છે તે અમારાં અલૌકિક ઐશ્વર્ય છે. (3) અને જે ભક્ત આવી રીતે અમારું નિર્ગુણ સ્વરૂપ સમજે તેને કાળ, કર્મ, માયા, બંધન કરવા સમર્થ થતાં નથી. (4) અને જે ભક્ત આવી રીતે અમારું સગુણ સ્વરૂપ સમજે તેને આઠે પહોર આશ્ચર્ય રહે છે. (5)બાબતો છે.
પ્ર.૧ મુક્તાનંદ સ્વામીએ પરોક્ષ શાસ્ત્રમાં ભગવાનનાં સગુણ-નિર્ગુણ સ્વરૂપ કહ્યાં તે પૂછ્યાં છે અને શ્રીજીમહારાજે પોતાનાં કહ્યાં તેનું શું કારણ હશે?
ઉ.૧ મુક્તાનંદ સ્વામીએ એમ પૂછ્યું જે, પરોક્ષ શાસ્ત્રમાં તો પરોક્ષ ભગવાનનાં સગુણ-નિર્ગુણ સ્વરૂપ કહ્યાં છે જ પણ પુરૂષોત્તમ એવા જે તમે તે તમારાં સગુણ-નિર્ગુણ સ્વરૂપ કેવી રીતે સમજવાં એમ પૂછ્યું છે, તે ઉપર શ્રીજીમહારાજે પોતાનાં સગુણ-નિર્ગુણ સ્વરૂપ કહ્યાં છે જે, અમારા તેજરૂપ અક્ષરધામનાં સગુણ-નિર્ગુણ સ્વરૂપ છે તે મૂળઅક્ષરોનાં આત્મા ને આધાર છે એવી રીતે ઉત્તર આપ્યો છે, અને એવી જ રીતે મૂળઅક્ષરના બ્રહ્મજ્યોતિનાં સગુણ-નિર્ગુણ સ્વરૂપ છે તે વાસુદેવબ્રહ્મનાં આત્મા ને આધાર છે અને વાસુદેવબ્રહ્મના બ્રહ્મજ્યોતિના સગુણ-નિર્ગુણ સ્વરૂપ મૂળપુરુષોનાં આત્મા ને આધાર છે અને મૂળપુરુષોના બ્રહ્મજ્યોતિના સગુણ-નિર્ગુણ સ્વરૂપ તે પ્રધાનપુરુષાદિક સર્વે જીવમાત્રનાં આત્મા ને આધાર છે એમ જાણવું.
પ્ર.૨ પહેલી બાબતમાં તમોગુણનું કાર્ય જે આકાશ તેને નિર્વિકાર કહ્યો અને (પ્ર. 46માં) એ આકાશને વિકારવાન કહ્યો છે તે કેવી રીતે સમજવું?
ઉ.૨ આમાં પૃથ્વી આદિક ચાર ભૂતથી નિર્લેપ કહ્યો છે પણ તેથી પર નિર્લેપ કહ્યો નથી અને (પ્ર. 46માં) પોતાના તેજરૂપ ચિદાકાશ આગળ આ આકાશને વિકારવાન કહ્યો છે.
પ્ર.૩ ત્રીજી બાબતમાં સગુણ-નિર્ગુણ સ્વરૂપને શ્રીજીમહારાજે પોતાની મૂર્તિનાં ઐશ્વર્ય કહ્યાં છે, અને તમે રહસ્યમાં શ્રીજીમહારાજના તેજરૂપ અક્ષરધામનાં ઐશ્વર્ય કહ્યાં અને જેમ તમે કહ્યું તેમ જ (મ. 42/1માં) પણ સગુણ-નિર્ગુણ ભેદ અક્ષરધામના કહ્યા છે માટે તે કેવી રીતે સમજવું?
ઉ.૩ (મ. 42/1માં) પોતાના તેજરૂપ અક્ષરધામના સગુણ-નિર્ગુણ બે ભેદ કહ્યા છે અને આમાં પણ પોતાના તેજરૂપ અક્ષરધામના જ સગુણ-નિર્ગુણ બે ભેદ કહ્યા છે તે દૃષ્ટાંતમાં કહ્યું છે જે, જેમ આકાશમાંથી વાદળાં ઉત્પન્ન થાય છે ને લીન થાય છે તેમ પોતાના તેજને આકાશને દૃષ્ટાંતે કહ્યું છે ને એ તેજનાં સગુણ-નિર્ગુણ ઐશ્વર્યને વાદળાંને ઠેકાણે કહ્યાં છે માટે પોતાના તેજના સગુણ-નિર્ગુણ બે ભેદ કહ્યા છે પણ આ ઠેકાણે પોતાની મૂર્તિને ને પોતાના તેજને અભેદપણે કહ્યું છે, માટે મૂર્તિમાંથી ઐશ્વર્ય ઉત્પન્ન થાય છે એમ કહ્યું છે તેથી શંકા ઉત્પન્ન થાય છે પણ મૂર્તિના તેજનાં જ ઐશ્વર્ય કહ્યાં છે તે (પ્ર. 9/2માં) કહ્યું છે જે અમારી આ મનુષ્ય મૂર્તિને દર્શને કરીને જ પોતાને પરિપૂર્ણ માને તેને અમે અમારા ધામને વિષે ઐશ્વર્ય છે તે બળાત્કારે દેખાડીએ છીએ એમ કહ્યું છે માટે તે ઐશ્વર્ય શ્રીજીમહારાજના પ્રકાશરૂપ ધામનાં જ છે. (આ વચ.નો, મ. 42નો તથા પ્ર. 64નો) એક સરખો ભાવ છે.
પ્ર.૪ ભૂમાપુરુષ રહ્યા છે તે સ્થાનને બ્રહ્મજ્યોતિ કહી અને (પ્ર. 7/1માં) મૂળઅક્ષરથી પર બ્રહ્મજ્યોતિ કહી છે તે કેવી રીતે સમજવું?
ઉ.૪ સર્વના કારણ ને સર્વથી મોટા ને સર્વથી પર એવા શ્રીજીમહારાજ પરબ્રહ્મ છે તેમના તેજને (પ્ર. 7/1માં તથા છે. 36માં) બ્રહ્મજ્યોતિ નામે કહેલ છે ને પ્રધાનપુરુષ છે તે માયા સબળિત બ્રહ્મ છે તે ભૂમાપુરુષ છે ને અવ્યાકૃત ધામને વિષે રહે છે, તેના તેજને આ ઠેકાણે બ્રહ્મજ્યોતિ નામે કહેલ છે. આનો ખુલાસો (પ્ર. 66ના ત્રીજા પ્રશ્નોત્તરમાં) કર્યો છે.