સંવત 1877ના ફાગણ સુદિ 4 ચોથને દિવસ શ્રીજીમહારાજ ગામ શ્રી પંચાળા મધ્યે ઝીણાભાઈના દરબારમાં ઓટા ઉપર ઢોલિયો ઢળાવીને વિરાજમાન હતા, ને મસ્તક ઉપર ધોળો ફેંટો બાંધ્યો હતો, તથા ધોળો અંગરખો પહેર્યો હતો, તથા ધોળો ખેસ પહેર્યો હતો તથા ધોળી પછેડી ઓઢી હતી, અને માથાના ફેંટાનો પેચ જમણી કોરે છૂટો હતો, અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
તે સમયમાં સંધ્યા આરતી થઈ રહી તે કેડે શ્રીજીમહારાજ તકિયા ઉપર વિરાજમાન થઈને બોલ્યા જે, અમે આ સર્વે મોટા પરમહંસ તથા મોટા હરિભક્તને પ્રશ્ન પૂછીએ છીએ જે,
ઇતિ વચનામૃતમ્ || 1 || (127)
રહસ્યાર્થ પ્રદી. — આમાં કૃપાવાક્ય (૧) છે. તેમાં શ્રીજીમહારાજે કહ્યું છે કે અમારે વિષે હેત ને ધર્મમાં નિષ્ઠા હોય તો પણ અમારા મહિમારૂપી વિચારને ન પામ્યો હોય તો સારા ને ભૂંડા વિષય સરખા ન થાય અને સારા વિષય ભૂંડાથી પણ ભૂંડા ન થાય. અને અમારા અંગનો એટલે અમારો પ્રકાશ તે જ અક્ષરબ્રહ્મ છે તથા અમારે રહ્યાનું ધામ છે અને અમને સર્વકર્તા સદા સાકાર દિવ્ય મૂર્તિમાન જાણે ને સર્વના સુખથી અમારા સુખને અતિશે અધિક જાણે ને સર્વના સુખના દાતા જાણે તો અમારા સુખ વિના બીજાં સર્વ સુખ અતિશે તુચ્છ થઈ જાય. (1) અને આવો મહિમા ન જાણે તો રમણીક વિષયમાંથી વૃત્તિ માંડમાંડ ઊખડે અને આવો મહિમા સમજે તો વિષયની તુચ્છતા થઈ જાય. (2) બાબતો છે.
પ્ર.૧ પહેલી બાબતમાં સારા અને ભૂંડા અને ભૂંડાથી ભૂંડા વિષય કહ્યા તે કિયા જાણવા? અને સારા વિષય તે ભૂંડાથી ભૂંડા કેવી સમજણે જણાય?
ઉ.૧ પ્રકૃતિપુરુષ તથા પ્રધાનપુરુષના વિષય સારા જાણવા અને વૈરાટ ને બ્રહ્માના ભૂંડા એટલે ઊતરતા જાણવા અને ઇન્દ્ર તથા મનુષ્યાદિકના ભૂંડાથી ભૂંડા જાણવા. અને જેની શ્રીજીમહારાજના સુખમાં દૃષ્ટિ પહોંચી હોય તે વૈરાટાદિકની આયુષ્ય આ લોકથી લાંબી જાણે તેથી આ લોકના વિષયથી વૈરાટાદિકના વિષયને વધારે બંધનકારી જાણે તેથી ભૂંડા લાગે ને તેથી પ્રધાનપુરુષ તથા પ્રકૃતિપુરુષના લોકમાં ઘણી લાંબી આયુષ્ય છે, માટે તેના વૈભવને અતિશે બંધનકારી જાણે તેથી તે વિષય આ લોકના વિષયથી અતિશય ભૂંડા લાગે અને બ્રહ્મકોટી ને અક્ષરકોટીનાં ઐશ્વર્ય છે તે પણ શ્રીજીમહારાજનું સુખ પામવામાં બંધનકારી છે, માટે તે ઐશ્વર્યની પણ સારપ્ય ન રાખવી.
પ્ર.૨ દેવતાથી ભૂતનાં સુખ અધિક કહ્યાં તે ભૂત કિયાં જાણવાં?
ઉ.૨ પ્રજાપતિ, બ્રહ્મા, વિષ્ણુ, શિવ તથા વૈરાજપુરુષ તે સર્વે દેવતા છે તે પૃથ્વીના આવરણની અંદર રહ્યા છે. તેમના કરતાં પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ એ પાંચ ભૂત છે તે વૈરાજથી પર છે ને તેમના લોકમાં તે સર્વે મૂર્તિમાન છે તેમનાં સુખ અધિક છે.
પ્ર.૩ મશાલને દૃષ્ટાંતે કરીને બીજા દેવતા આદિકના લોકમાં સુખ છે તેથી અમારા ધામમાં અતિ અધિક સુખ છે એમ શ્રીજીમહારાજે કહ્યું તે કેવી રીતે સમજવું?
ઉ.૩ શ્રીજીમહારાજને સમીપે એટલે પાસે સુખ અધિક છે અને થોડેક છેટે એટલે મૂળઅક્ષરાદિકના લોકમાં શ્રીજીમહારાજના સુખથી ઓછું સુખ છે, પણ જેમ પ્રકાશ એનો એ છે તેમ જે શ્રીજીમહારાજનું સુખ છે તેનું તે સુખ અક્ષરાદિકમાં છે એમ નથી કહ્યું અને ઘણે છેટે એટલે માયામાં તો સુખ છે જ નહિ, એમ કહ્યું છે તે સર્વના સુખની તારતમ્યતા (લો. 17ના 5/7 પાંચમા પ્રશ્નમાં) કહી છે.
પ્ર.૪ બીજી બાબતમાં કોડી આદિકને દૃષ્ટાંતે સુખ કહ્યાં તે કોનાં કોનાં જાણવાં?
ઉ.૪ કોડીને દૃષ્ટાંતે માયિક સુખ જાણવું અને પૈસાને દૃષ્ટાંતે મૂળપુરુષાદિક ઈશ્વરનાં સુખ જાણવાં ને રૂપિયાને દૃષ્ટાંતે બ્રહ્મકોટીનાં સુખ જાણવાં અને સોનામહોરને દૃષ્ટાંતે અક્ષરકોટીનાં સુખ જાણવાં અને ચિંતામણિને દૃષ્ટાંતે શ્રીજીમહારાજનું સુખ જાણવું.