[raw]
લોયા : ૯
સંવત 1877ના માગશર સુદિ 6 છઠને દિવસ શ્રીજીમહારાજ ગામ શ્રી લોયા મધ્યે સુરાભક્તના દરબારમાં વિરાજમાન હતા, ને ધોળી છીંટની ડગલી પહેરી હતી, તથા ધોળો સુરવાળ પહેર્યો હતો, તથા ધોળો ફેંટો મસ્તકે બાંધ્યો હતો, ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, સર્વે પરમહંસ પરસ્પર પ્રશ્ન ઉત્તર કરો. ત્યારે આત્માનંદ સ્વામીએ અખંડાનંદ સ્વામીને પ્રશ્ન પૂછ્યો જે,
ઇતિ વચનામૃતમ્ || 9 || (117)
રહસ્યાર્થ પ્રદી. — આમાં પ્રશ્ન (૧) છે. તેમાં શ્રીજીમહારાજે વૈરાગ્ય, જ્ઞાન, ભક્તિ ને ધર્મ એ ચારને ઊપજવાના હેતુ બતાવ્યા છે. આમાં શ્રીજીમહારાજે પરોક્ષના દૃષ્ટાંતે કરીને વાત કરી છે, માટે પ્રત્યક્ષ શ્રી સ્વામિનારાયણના ઉપાસકને વચનામૃત, સત્સંગિજીવન, સત્સંગિભૂષણ, હરિલીલાકલ્પતરુ આદિક પોતાના સાંપ્રદાયિક ગ્રંથોનું શ્રવણ કરવાથી એ ચારે ઊપજે છે માટે પ્રત્યક્ષના ગ્રંથનું શ્રવણ કરવું. (1) બાબત છે.
પ્ર.૧ શ્રીજીમહારાજે વૈરાગ્ય, જ્ઞાન, ભક્તિ ને ધર્મ તેને ઊપજવાના હેતુ કહ્યા પણ એ ચારેનાં સ્વરૂપ તથા ફળ શાં હશે?
ઉ.૧ સત્પુરુષના પ્રસંગથી માયિક વિષય તથા ઈશ્વરકોટી, બ્રહ્મકોટી ને અક્ષરકોટીનાં સુખ તથા ઐશ્વર્યની અરુચિ થાય ને શ્રીજીમહારાજના સુખને સર્વેથી અધિક જાણીને શ્રીજીમહારાજને વિષે હેત થાય તે વૈરાગ્યનું સ્વરૂપ છે, અને શ્રીજીમહારાજના સુખથી ઓરાં જે સમગ્ર સુખ, ઐશ્વર્ય તે પ્રાપ્ત થાય તેને ભોગવવાનો સંકલ્પ ન થાય તે વૈરાગ્યનું ફળ છે. (1) અને શ્રીજીમહારાજને સર્વત્ર વ્યાપક, કર્તા થકા અકર્તા, સંગી થકા અસંગી, નિર્લેપ ને નિર્વિકારી જાણવા ને પોતાના આત્માને મૂળઅક્ષરાદિક સર્વથી પર શ્રીજીમહારાજના તેજરૂપ જે બ્રહ્મ તે રૂપ માનવું તે જ્ઞાનનું સ્વરૂપ છે અને શ્રીજીમહારાજનો સાક્ષાત્કાર કરીને જેમ જળથી મીન જુદું પડતું નથી તેમ મૂર્તિના સુખમાં નિમગ્ન રહેવું તે જ્ઞાનનું ફળ છે. (2) અને શ્રીજીમહારાજનાં પ્રાકૃત ચરિત્ર તેને દિવ્ય જાણવાં, ને સર્વ પ્રકારે નિર્દોષ જાણવા અને સર્વ સુખના ધામ ને કલ્યાણકારી ગુણેયુક્ત જાણીને અતિશે પ્રીતિએ કરીને આશ્રય કરવો તે ભક્તિનું સ્વરૂપ છે, અને શ્રીજીમહારાજ સદાય અતિશે વશ વર્તે તે ભક્તિનું ફળ છે. (3) અને સ્થૂળ ને સૂક્ષ્મ દેહે યથાર્થ નિયમ પળે તે ધર્મનું સ્વરૂપ છે, અને બ્રહ્મરૂપ જે પોતાનો આત્મા તેમાં શ્રીજીમહારાજને અખંડ ધારી રહેવું તે ધર્મનું ફળ છે. (4)
|| ——-x——- ||
[/raw]