[raw]
લોયા : ૧૩
સંવત 1877ના માગશર વદિ 10 દશમને દિવસ પ્રાત:કાળને સમે શ્રીજીમહારાજ ગામ શ્રી લોયા મધ્યે સુરાખાચરના દરબારમાં ઢોલિયા ઉપર વિરાજમાન હતા, અને ધોળો ફેંટો બાંધ્યો હતો, ને બીજા ધોળા ફેંટાની બોકાની વાળી હતી, ને ગરમ પોસની રાતી ડગલી પહેરી હતી ને ધોળો ખેસ પહેર્યો હતો, ને ચોફાળ ઓઢ્યો હતો, ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસની સભા તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
પછી શ્રીજીમહારાજે કહ્યું જે, મોટેરા મોટેરા પરમહંસ પરસ્પર પ્રશ્ન ઉત્તર કરો. ત્યારે ગોપાળાનંદ સ્વામીએ બ્રહ્માનંદ સ્વામીને પ્રશ્ન પૂછ્યો જે,
અને ત્યાર પછી નિત્યાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે,
ઇતિ વચનામૃતમ્ || 13 || (121)
રહસ્યાર્થ પ્રદી. — આમાં પ્રશ્ન (૨) છે. તેમાં પહેલામાં અમારે વિષે નિમગ્ન રહે તેને દેશકાળાદિક પરાભવ પમાડી શકે નહિ ને દેહમાં વર્તે એવા મુમુક્ષુને દેશકાળાદિક પરાભવ પમાડે. (1) બીજામાં જેમ આકાશમાં તારા ને ચંદ્ર રહ્યા છે તેમ અમારા તેજરૂપ અક્ષરધામને વિષે અમે ચંદ્રને ઠેકાણે છીએ અને તારાને ઠેકાણે અમારા મુક્ત છે એવી રીતે અમારે વિષે ને અમારા મુક્તને વિષે ભેદ છે અને જેમ રાજા ને રાજાના ચાકરોમાં ભેદ છે તેમ અમારે વિષે ને અક્ષરાદિક અવતારોને વિષે ભેદ છે, અને અમારા તેજરૂપ અક્ષરધામને વિષે અમારા સમીપમાં અમારા મુક્ત રહ્યા છે તેમને એ અક્ષરધામ રૂપ જે અમારું તેજ તેને વિષે લીન કરીએ, અર્થાત્ એ મુક્ત એક બીજાને દેખે નહિ એવી વિસ્મૃતિ કરાવીએ તે અમારું કર્તાપણું છે અને એ અમારા તેજરૂપ ધામને વિષે મુક્તની સેવાને અંગીકાર કરીએ અર્થાત્ સેવકને આધીનપણાનો ભાવ જણાવીએ તે અમારું અકર્તાપણું છે. અને એ અમારા તેજને પણ અમારે વિષે લીન કરીને સ્વરાટ્ થકા રહીએ અને એ અમારા તેજમાં રહેલા મુક્તોને અમારા ઐશ્વર્ય વડે ધારણ કરીએ અર્થાત્ અમારી મૂર્તિમાં રાખીએ તે અમારું અન્યથાકર્તાપણું છે અને અમને ને અમારા અક્ષરાદિક અવતારોને તથા અમારા સાર્ધમ્યપણાને પામેલા અમારા મુક્તોને પણ સરખા કહે તે દુષ્ટ મતવાળા ને અતિ પાપી છે ને તેનાં દર્શન પણ કરવાં નહિ, અને અમારી સત્તાના પ્રભાવવડે કરીને મૂળઅક્ષરાદિકથી લઈને વિષ્ણુપર્યંત સર્વેને ભગવાન કહેવાય છે, અને અમને લઈને આ મુક્તાનંદ સ્વામીને તો ભગવાન જેવા એટલે જેવા અમે છીએ તેવા જ કહેતાં અમારા તુલ્ય કહેવાય અને અક્ષરપર્યંત કોઈ અમારા જેવો થવા સમર્થ નથી; અમે એક જ ભગવાન છીએ એમ શ્રીજીમહારાજે કહ્યું છે. (2) બાબતો છે.
પ્ર.૧ અમારે વિષે નિમગ્ન રહે તો તુચ્છ જેવો જીવ હોય તે પણ પરાભવ ન પામે એમ કહ્યું તે જે શ્રીજીમહારાજને વિષે નિમગ્ન રહે તેને તુચ્છ કેમ કહેવાય?
ઉ.૧ આ લોકમાં સાધનકાળમાં માયાબદ્ધ જીવ હોય તેને આ લોકની અપેક્ષાએ તુચ્છ કહેવાય પણ તે જીવને શ્રીજીમહારાજ અથવા સત્પુરુષ મળે તેમના સમાગમે કરીને શ્રીજીમહારાજનો યથાર્થ મહિમા જાણીને શ્રીજીમહારાજને ધ્યાને કરીને મૂર્તિને વિષે નિમગ્ન રહે તેને પરાભવ ન થાય માટે આ લોકની અપેક્ષાએ તુચ્છ કહ્યા છે અને આ લોકની અપેક્ષાએ અધિકારને લઈને બ્રહ્માદિકની મોટપ કહેવાય.
પ્ર.૨ બીજા પ્રશ્નમાં અક્ષરધામમાં મુક્ત રહ્યા છે તેમને અમારા તેજમાં લીન કરીએ તે અમારું કર્તાપણું છે એમ કહ્યું તે અક્ષરધામ કિયું જાણવું અને શ્રીજીમહારાજનું તેજ કહ્યું તે કિયું જાણવું? અને કર્તાપણું તો પોતે ક્રિયા કરે તે કહેવાય. અને બીજા પાસે કરાવે તે અકર્તા કહેવાય. અને સાહિત્ય વિના પણ કરી શકે તે અન્યથાકર્તા કહેવાય. માટે તે કાંઈ સમજાતું નથી તે કૃપા કરીને સમજાવો.
ઉ.૨ અક્ષરધામને અને તેજને જુદું કહ્યું નથી. એકવાર અક્ષરધામ કહ્યું તેને જ બીજીવારે તેજ નામે કહ્યું છે, કેમ કે પોતાનું તેજ છે, તે જ અક્ષરધામ છે તે (પં. 1માં) કહ્યું છે માટે આ ઠેકાણે તેજને જ અક્ષરધામ કહ્યું છે પણ તેજ અને અક્ષરધામ જુદું નથી અને મૂળઅક્ષરાદિક અવતારો દ્વારે ઉત્પત્યાદિક કરાવે છે તે પોતે પ્રેરણા કરી માટે કર્તાપણું કહેવાય અને બીજા પાસે કરાવે છે પણ પોતે નથી કરતા માટે અકર્તાપણું કહેવાય અને સાહિત્ય વિના પણ જે ધારે તે કરી શકે તે અન્યથાકર્તાપણું કહેવાય, પણ એવી રીતનું કર્તા, અકર્તા અને અન્યથાકર્તાપણું તે અન્વય સ્વરૂપનું છે. અને આમાં તો કર્તા, અકર્તા ને અન્યથાકર્તાપણું તે પોતાના વ્યતિરેક સ્વરૂપનું કહ્યું છે જે, મુક્તને ધામરૂપ તેજમાં લીન કરે તે કર્તાપણું છે, અને સેવા અંગીકાર કરીને સેવકને આધીનપણું બતાવે તે અકર્તાપણું છે, અને ધામ વિના પોતાની મૂર્તિમાં સર્વે મુક્તને રાખે તે અન્યથાકર્તાપણું કહ્યું છે, માટે આ કર્તા, અકર્તા ને અન્યથાકર્તાપણું તે વ્યતિરેક સ્વરૂપનું જ કહ્યું છે. એટલે આમાં પોતાની ને પોતાના તેજરૂપ ધામની ને પોતાના મુક્તની જ વાત છે. પણ અન્વય સ્વરૂપના કર્તા, અકર્તા, ને અન્યથાકર્તાપણાની વાત કહી નથી.
પ્ર.૩ ચંદ્ર, તારા ને ઔષધીને દૃષ્ટાંતે શું સમજવું?
ઉ.૩ ચંદ્રને ઠેકાણે શ્રીજીમહારાજને જાણવા અને તારાને ઠેકાણે મુક્તને જાણવા અને ઔષધીઓને ઠેકાણે મુમુક્ષુઓને જાણવા ને શ્રીજીમહારાજનું સુખ આપવું તે પોષણ જાણવું, તે સુખ શ્રીજીમહારાજ મુક્તદ્વારે આપે છે તે મુક્તો શ્રીજીમહારાજને લીધા વિના સ્વતંત્રપણે સુખ આપવા કોઈ સમર્થ નથી.
પ્ર.૪ રાજા અને ચાકરને દૃષ્ટાંતે શું સમજવું? અને કરવાનું શું જાણવું?
ઉ.૪ રાજાને ઠેકાણે શ્રીજીમહારાજને જાણવા, અને ચાકરને ઠેકાણે મૂળઅક્ષરકોટીથી લઈને સર્વે અવતારો જાણવા તે સર્વેને વિષે શ્રીજીમહારાજની સત્તા આવે છે ત્યારે એ ઐશ્વર્યાર્થીઓ ઉત્પત્યાદિક કરવા તથા કર્મફળ આપવા સમર્થ થાય છે પણ શ્રીજીમહારાજની સત્તાને મૂકીને સ્વતંત્રપણે ઉત્પત્યાદિક કરવા કે કર્મફળ આપવા કોઈ સમર્થ નથી એમ કહ્યું છે.
પ્ર.૫ ચંદ્રનું ને રાજાનું બે દૃષ્ટાંત દેવાનું શું કારણ હશે?
ઉ.૫ મોક્ષ કરવારૂપી અને ઉત્પત્યાદિક કરવારૂપી એ બેય કાર્ય જુદાં જુદાં છે તેમાં મોક્ષ કરનારા મુક્ત છે અને ઉત્પત્યાદિક કરનારા મૂળઅક્ષરાદિક છે તે માટે બે દૃષ્ટાંત દીધાં છે. || 121 ||
|| ——-x——- ||
[/raw]