[raw]
ગઢડા પ્રથમ : ૭૬
સંવત 1876ના પ્રથમ જ્યેષ્ઠ સુદિ 11 એકાદશીને દિવસ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ પોતાના ઉતારાને વિષે વિરાજમાન હતા, અને પોતાના મુખારવિંદની આગળ મોટા મોટા સાધુ કેટલાક બેઠા હતા.
તેમની આગળ શ્રીજીમહારાજે વાર્તા કરી જે,
ઇતિ વચનામૃતમ્ || 76 ||
રહસ્યાર્થ પ્રદી. — આમાં કૃપાવાક્ય (૧) છે. તેમાં શ્રીજીમહારાજે કહ્યું છે જે, ક્રોધ, માન, ઈર્ષ્યા ને કપટ રાખે તે અમને ગમતો નથી. (1) અને કામી તો વિમુખ છે. (2) અને અમારા ગમતા પ્રમાણે વર્તવામાં મૂંઝાય નહિ તે પાકો સત્સંગી છે. (3) બાબતો છે.
પ્ર.૧ ત્રીજી બાબતમાં અમે ગમે તેવા વચનના ભીડામાં લઈએ અને અમારા ગમતામાં વર્તાવીએ તો પણ મૂંઝાય નહિ તેને પાકો સત્સંગી કહ્યો તે શ્રીજીમહારાજ મનુષ્ય રૂપે વિચરતા તે વખતે તો જેમ કહે તેમ વર્તે તે ર્વત્યો કહેવાય પણ આજ કેવી રીતે વર્તે તો વચનના ભીડામાં તથા ગમતામાં ર્વત્યો કહેવાય?
ઉ.૧ ધર્મામૃત, નિષ્કામશુદ્ધિ, શિક્ષાપત્રી આદિકમાં ત્યાગી-ગૃહીના ધર્મ શ્રીજીમહારાજે કહ્યા છે તે પ્રમાણે રાજી થકો વર્તે પણ તેમાં કાંઈ ફેર પડવા દે નહિ ને તે પ્રમાણે વર્તવામાં લેશમાત્ર મૂંઝાય નહિ તે વચનના ભીડામાં તથા ગમતામાં રહ્યો કહેવાય, અને તે પ્રમાણે યથાર્થ વર્તે પણ એ પ્રમાણે ન વર્તવાનો મનમાં સંકલ્પ થઈ જાય તે મૂંઝાણો કહેવાય. અને જે એ પ્રમાણે ન વર્તે તે સ્વામિનારાયણનો છે જ નહિ; એ તો સંપ્રદાયથી બહાર છે તે (પ્ર. 36ના બીજા પ્રશ્નોત્તરમાં) કહ્યું છે.
|| ——-x——- ||
[/raw]