સંવત 1877ના કાર્તિક સુદિ 5 પાંચમને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ ગામ શ્રી કારિયાણી મધ્યે વસ્તાખાચરના દરબારમાં ઉત્તરાદા ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા, અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં, અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
પછી શ્રીજીમહારાજે નિત્યાનંદ સ્વામી તથા બ્રહ્માનંદ સ્વામી પ્રત્યે પ્રશ્ન પૂછ્યો જે,
પછી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે,
(પ્ર.૨) હે મહારાજ! જે ભગવાનનો ભક્ત હોય ને તેને કોઈ ભગવદિનો હૈયામાં અવગુણ આવતો હોય અને તેણે કરીને તે ભગવાનના ભક્ત ઉપર રીસ ચડતી હોય તો તે અવગુણ ટાળ્યાનો શો ઉપાય છે? પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, જેના હૈયામાં ભગવાનની ભક્તિ હોય ને ભગવાનનો મહિમા જાણતો હોય તેને ભગવાનના ભક્તનો અવગુણ આવે નહિ અને ભગવાનના ભક્ત ઉપર રીસની આંટી બંધાય જ નહિ, જેમ ઉદ્ધવજી જો ભગવાનના મહિમાને સમજતા હતા તો એમ વર માગ્યો જે આ ગોપીઓના ચરણરજનાં અધિકારી એવાં જે વૃંદાવનને વિષે લતા તથા તૃણ તથા ગુચ્છ તેને વિષે હું પણ કોઈક થાઉં અને શ્રીકૃષ્ણ ભગવાને વૃંદાવનને વિષે વૃક્ષને તથા પક્ષીને તથા મૃગલાને બળદેવજી આગળ અતિ મોટા ભાગ્યવાળાં કહ્યાં છે અને બ્રહ્માએ પણ શ્રીકૃષ્ણ ભગવાન પાસે એમ વર માગ્યો છે જે હે પ્રભો! આ જન્મને વિષે અથવા પશુપક્ષીના જન્મને વિષે હું જે તે તમારા દાસને વિષે રહીને તમારા ચરણારવિંદને સેવું એવું મારું મોટું ભાગ્ય થાઓ. માટે એવો જ્યારે ભગવાનના ભક્તનો મહિમા સમજે ત્યારે તેને ભગવાનના ભક્ત ઉપર કોઈ દિવસ અવગુણની ગાંઠ ન બંધાય અને પોતાના ઇષ્ટદેવ જે પ્રત્યક્ષ શ્રી સ્વામિનારાયણ તેનો જે ભક્ત તેને વિષે જે કાંઈક અલ્પ દોષ હોય તે મહિમાના સમજનારાની દૃષ્ટિમાં આવે જ નહિ અને જે ભગવાનના મહિમાને જાણતો હોય તે તો ભગવાનના સંબંધને પામ્યાં એવાં જે પશુપક્ષી તથા વૃક્ષવેલી આદિક તેને પણ દેવ તુલ્ય જાણે તો જે મનુષ્ય હોય અને ભગવાનની ભક્તિ કરતા હોય તથા વર્તમાન પાળતા હોય તથા ભગવાનનું નામ-સ્મરણ કરતા હોય ને તેને દેવ તુલ્ય જાણે ને અવગુણ ન લે તેમાં શું કહેવું? માટે ભગવાનનો મહિમા સમજે તેને ભગવાનના ભક્ત સંગાથે વૈર ન બંધાય અને જે માહાત્મ્ય ન સમજે તેને તો ભગવાનના ભક્ત સંગાથે વૈર બંધાય ખરું, માટે જે ભગવાનનું તથા ભગવાનના ભક્તનું માહાત્મ્ય ન જાણતો હોય તો તે સત્સંગી છે તો પણ તેને અર્ધો સત્સંગી જાણવો, માટે ભગવાનનો ને ભગવાનના ભક્તનો મહિમા સમજે તો તે ભક્તના હૈયામાં કોઈ કાળે હરિજન સંગાથે વૈર બંધાય નહિ એનો એ ઉત્તર છે.(બા.૨)
ઇતિ વચનામૃતમ્ || 9 || (105)
રહસ્યાર્થ પ્રદી. — આમાં પ્રશ્ન (૨) છે. તેમાં પહેલામાં શ્રીજીમહારાજે કહ્યું છે જે રીસની આંટી મૂકે નહિ તે સાધુ ન કહેવાય. (1) બીજામાં પ્રત્યક્ષ ભગવાન એવા જે અમે તે અમારો ને અમારા ભક્તનો મહિમા સમજે તો અમારા ભક્ત સાથે વૈર બંધાય નહિ. (2) બાબતો છે.
પ્ર.૧ બીજામાં પ્રત્યક્ષ શ્રીજીમહારાજના ભક્તને વિષે અલ્પ દોષ હોય તે મહિમાના સમજનારાની દૃષ્ટિમાં આવે નહિ એમ કહ્યું તે મહિમા કેવો જાણવો? ને અલ્પ દોષ કિયો જાણવો?
ઉ.૧ (પ્ર. 15ના પહેલા પ્રશ્નોત્તરમાં) મહિમાનું રૂપ કહ્યું છે અને પંચ વર્તમાન સિવાયની દૈહિક પ્રકૃતિ બોલવા ચાલવાની તથા પોતાનું ધાર્યું કરવાની ઇત્યાદિક પ્રકૃતિ હોય તે અલ્પ દોષ જાણવા.
પ્ર.૨ ભગવાનના સંબંધને પામ્યાં એવાં જે પશુપક્ષી-વૃક્ષવેલી એમને દેવ તુલ્ય જાણવાં એમ કહ્યું તે દેવ તુલ્ય એટલે કેવાં જાણવાં?
ઉ.૨શ્રીજીમહારાજના સંબંધ વડે કરીને નિર્ગુણ, તીર્થરૂપ ને દર્શન કરવા યોગ્ય થાય છે માટે દેવ તુલ્ય એટલે દર્શનીય જાણવાં અને તેથી શ્રીજીમહારાજની આજ્ઞા પાળનારા ભક્તને અધિક કહ્યા છે.