[raw]
અથ વચનામૃત વરતાલ પ્રકરણમ્
વરતાલ : ૧
સંવત 1882ના કાર્તિક સુદિ 11 એકાદશીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી વરતાલ મધ્યે શ્રી લક્ષ્મીનારાયણના મંદિરથી ઉત્તરાદિ કોરે ગોમતીજીને કાંઠે આંબાવાડિયામાં સિંહાસન ઉપર ગાદી-તકિયા નખાવીને વિરાજમાન હતા, ને ધોળો સુરવાળ ને ધોળો અંગરખો પહેર્યો હતો, અને ગૂઢા રંગનો રેટો કમરે બાંધ્યો હતો, ને માથા ઉપર કસુંબલ રેટો સોનેરી તારના છેડાવાળો બાંધ્યો હતો, ને ખભે કસુંબલ રેટો જરકસી છેડાનો વિરાજમાન હતો, ને કંઠને વિષે ગુલાબના પુષ્પના હાર વિરાજમાન હતા, ને માથા ઉપર ગુલાબના પુષ્પના તોરા વિરાજમાન હતા, ને ભુજાઓને વિષે ગુલાબના ગજરા ને બાજુબંધ બાંધ્યા હતા, એવી શોભાને ધરતા થકા ઉત્તરાદે મુખારવિંદે વિરાજમાન હતા, અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
પછી વડોદરાવાળા શોભારામ શાસ્ત્રીએ શ્રીજીમહારાજને પ્રશ્ન પૂછ્યો જે,
પછી દીનાનાથ ભટ્ટે પ્રશ્ન પૂછ્યો જે,
અને જો મન આગળ હારે તો પણ યોગભ્રષ્ટ થાય તે પછી એક જન્મે અથવા બે જન્મે અથવા ઘણે જન્મે પણ અંત્યે જાતો એ એકાંતિક ભક્ત થાય, પણ એણે દાખડો કર્યો તે છૂટી ન પડે, માટે બુદ્ધિમાન હોય તેને તો પોતાના કલ્યાણને અર્થે મન સાથે જરૂર વૈર બાંધવું પછી એ મનને જીતશે તો પણ સારું છે ને એ મનથી હારશે તો પણ યોગભ્રષ્ટ થાશે તેમાં અંત્યે જાતાં સારું છે તે માટે કલ્યાણને ઇચ્છે તેને તો મન સાથે જરૂર વૈર બાંધવું.(બા.૪)
ઇતિ વચનામૃતમ્ || 1 || (201)
રહસ્યાર્થ પ્રદી. — આમાં પ્રશ્ન (૨) છે. તેમાં પહેલામાં શ્રીજીમહારાજે કહ્યું છે કે જે ભક્તને અમારા આ પ્રત્યક્ષ મનુષ્યરૂપને વિષે દિવ્યભાવનો દૃઢ નિશ્ચય થાય તેના પ્રાણ લીન ન થયા હોય તો પણ સદા નિર્વિકલ્પ સમાધિ જ છે. અને એ ગુણથી પર એવો એકાંતિક ભક્ત છે. (1) અને ધામને વિષે અમારું સ્વરૂપ કેવું હશે? અને એ સ્વરૂપનું ક્યારે દર્શન થશે? એવા વિકલ્પ રહે તેને સમાધિ હોય તો ય સવિકલ્પ છે. (2) બીજામાં અમારી આ પ્રત્યક્ષ મૂર્તિને વિષેથી મનુષ્યભાવના વિકલ્પને જીતે, અને પ્રતિમાને વિષેથી પ્રતિમાભાવના વિકલ્પને જીતે તો તેનું આ જન્મે જ કલ્યાણ થાય. (3) અને વિકલ્પ ન જીતે તે યોગભ્રષ્ટ થાય, ને તેનું જન્માંતરે કલ્યાણ થાય છે. (4) બાબતો છે.
પ્ર.૧ (2/4 બીજા પ્રશ્નમાં) યોગભ્રષ્ટનું એક બે જન્મે કલ્યાણ કહ્યું, અને (પ્ર. 70ના ત્રીજા પ્રશ્નમાં) ફિકર ન રાખશો; અમે સહાય કરશું એમ કહ્યું તે કેમ સમજવું?
ઉ.૧ આમાં જેને ભગવાનના મનુષ્ય સ્વરૂપને વિષે દિવ્યભાવ સમજવામાં ખામી રહે તેને જન્મ ધરવાનું કહ્યું છે, અને (પ્ર. 70માં) શ્રીજીમહારાજની મનુષ્યરૂપ મૂર્તિને વિષે દિવ્યભાવ તો થયેલો હોય પણ પંચવિષય સંબંધી સંકલ્પ થતા હોય તેને કહ્યું છે જે અમે સહાય કરશું, કેમ જે તે સ્થૂળ દેહે કરીને પંચ વર્તમાન પાળે છે, અને વાસના ટાળ્યાના ઉપાયમાં મંડ્યો છે તેવામાં દેહ પડી જાય તો તેની ભગવાન રક્ષા કરે છે, અને જેને શ્રીજીમહારાજના મનુષ્ય સ્વરૂપને વિષે દિવ્યભાવ ન થયો હોય તેને તો જન્મ ધરીને એ અજ્ઞાન ટાળવું જોઈએ જ.
|| ——-x——- ||
[/raw]