[raw]
કારિયાણી: ૬
સંવત 1877ના આસો વદિ અમાસ જે દિવાળી તેને દિવસ ગામ શ્રી કારિયાણી મધ્યે વસ્તાખાચરના દરબારમાં ઉત્તરાદે બાર ઓરડાની આગળ દીપમાળા પૂરી હતી, અને તે દીપમાળા મધ્યે મંચ બાંધ્યો હતો, ને તે મંચ ઉપર છપરપલંગ બિછાવ્યો હતો તે ઉપર સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ વિરાજમાન હતા, અને સોનેરી બુટ્ટાદાર રાતા કિનખાપનો સુરવાળ પહેર્યો હતો, અને નરનારાયણ-સ્વામિનારાયણ નામે અંકિત એવા કાળા કિનખાપની ડગલી પહેરી હતી, અને માથા ઉપર સોનેરી તારના ફરતા છેડાની કસુંબલ પાઘ બાંધી હતી, અને આસમાની રંગનો ફેંટો કમરે કસીને બાંધ્યો હતો, અને કંઠને વિષે પીળા પુષ્પના હાર ધારણ કર્યા હતા, અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી, પછી દીવબંદરના હરિભક્ત આવ્યા હતા, તેણે શ્રીજીમહારાજની પૂજા કર્યાને અર્થે પ્રાર્થના કરી, પછી શ્રીજીમહારાજ તે સિંહાસન ઉપરથી ઊતરીને તે ભક્તજન સામા જઈને તેની પૂજા અંગીકાર કરી, પછી તેનાં આપેલ વસ્ત્ર તથા પીળું છત્ર તથા પાદુકા તેનું ગ્રહણ કરીને પાછા તે સિંહાસન ઉપર વિરાજમાન થતા હવા.
પછી શ્રીજીમહારાજ એમ બોલ્યા જે,
પછી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું જે,
તેમાં પણ મત્સર છે તે સર્વે વિકાર માત્રનો આધાર છે માટે શ્રીવ્યાસજીએ શ્રીમદ્ ભાગવતને વિષે નિર્મત્સર એવા જે સંત તેને જ ભાગવત ધર્મના અધિકારી કહ્યા છે, માટે મત્સર તે સર્વે વિકારથી ઝીણો છે અને મત્સર ટળવો તે પણ ઘણો કઠણ છે.(બા.૩)
પછી બ્રહ્માનંદ સ્વામીએ પૂછ્યું જે,
પછી વળી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું જે,
અને જેટલું કાંઈક અન્નવસ્ત્રાદિકનું ગ્રહણ કરતા હશું તે તો ભક્તની ભક્તિ દેખીને કરતા હશું પણ પોતાના દેહના સુખને અર્થે નથી કરતા. અને અમારે જે ખાવું-પીવું, ઓઢવું-પહેરવું છે તે સર્વે સંત અને સત્સંગીને અર્થે છે અને જો એમને અર્થે ન જણાય ને પોતાના અર્થે જણાય તો અમે એનો તત્કાળ ત્યાગ કરી દઈએ અને અમે આ દેહ રાખીએ છીએ તે પણ સત્સંગીને અર્થે જ રાખીએ છીએ પણ બીજો કોઈ દેહ રાખ્યાનો અર્થ નથી તે અમારા સ્વભાવને તો મૂળજી બ્રહ્મચારી ને સોમલોખાચર એ આદિક જે હરિજન છે તે કેટલાંક વર્ષથી અમારે પાસે ને પાસે રહે છે તે જાણે છે જે, મહારાજને એક પ્રભુના ભક્ત વિના કોઈ સંગાથે હેત-સંબંધ નથી ને મહારાજ તો આકાશ સરખા નિર્લેપ છે એમ નિરંતર અમારી પાસેના રહેનારા છે તે અમારા સ્વભાવને જાણે છે અને અમે તો જે મન-કર્મ-વચને પરમેશ્વરનાં ભક્ત છે તેને અર્થે અમારો દેહ પણ શ્રીકૃષ્ણાર્પણ કરી રાખ્યો છે, માટે અમારે તો સર્વ પ્રકારે જે કોઈ ભગવાનના ભક્ત છે તે સંગાથે સંબંધ છે અને ભગવાનના ભક્ત વિના તો અમારે ચૌદ લોકની સંપત્તિ તે તરખલા જેવી છે.(બા.૬)
અને જે ભગવાનના ભક્ત હશે ને ભગવાન સંગાથે જ દૃઢ પ્રીતિ હશે તેને પણ રમણિક જે પંચવિષય તેને વિષે તો આનંદ ઊપજે જ નહિ અને દેહને રાખ્યા સારુ તો જેવા તેવા જે શબ્દાદિક વિષય તેણે કરીને ગુદરાણ કરે પણ રમણિક વિષય થકી તો તત્કાળ ઉદાસ થઈ જાય અને એવા જે હોય તે જ ભગવાનના પરિપૂર્ણ ભક્ત કહેવાય.(બા.૭)
ઇતિ વચનામૃતમ્ || 6 || (102)
રહસ્યાર્થ પ્રદી.— આમાં પ્રશ્ન (૪) છે. તેમાં પહેલું કૃપાવાક્ય છે તેમાં શ્રીજીમહારાજે દીવબંદરના પ્રેમી ભક્તની પૂજા સામા જઈને અંગીકાર કરીને એ ભક્ત ઉપર બહુ રાજીપો જણાવ્યો છે. (1) બીજામાં કામ, ક્રોધ, લોભ, કપટ, માન, ઈર્ષ્યા ને મત્સરે રહિત થઈને અમારી ભક્તિ કરે તેના ઉપર અમે રાજી થઈએ છીએ. (2) અને સર્વે વિકારથી મત્સર ઝીણો વિકાર છે ને ટળવો કઠણ છે. (3) ત્રીજામાં સંતને માર્ગે ચાલે તેનો મત્સર ટળે છે. (4) ચોથામાં સ્ત્રી, દ્રવ્ય, સારું ભોજન ને માન એ ચાર મત્સર ઊપજ્યાના હેતુ છે. (5) અને અમારો દેહ અમારા ભક્તના સુખને અર્થે રાખ્યો છે. (6) અને જે રમણિક પદાર્થથી ઉદાસ રહે તે અમારો પરિપૂર્ણ ભક્ત છે; એમ કહ્યું છે. (7) બાબતો છે.
પ્ર.૧ પહેલા પ્રશ્નમાં દીવબંદરના હરિભક્ત એક પીળું વસ્ત્ર ને પીળું છત્ર ને પાદુકા એ ત્રણ વસ્તુઓ લાવ્યાં હતાં એમ કહ્યું તે એટલામાં શ્રીજીમહારાજ અતિશે રાજી થયા તેનું શું કારણ હશે?
ઉ.૧ એમનું નામ પ્રેમબાઈ હતું. તેણે પોતાના ઘરમાં જેટલું દ્રવ્ય હતું તેનાં વસ્ત્ર-ઘરેણાં શ્રીજીમહારાજને પહેરાવવા સારુ કરાવ્યાં હતાં તે કોઈક પરજિયા સોનીના જાણ્યામાં આવ્યું તે સોનીએ શ્રીજીમહારાજનો વેશ લઈને રાત્રિએ એ બાઈ પાસે આવીને કહ્યું જે, અમે સ્વામિનારાયણ છીએ માટે અમારે અર્થે વસ્ત્ર-ઘરેણાં કરાવ્યાં છે તે લાવો પહેરીએ. પછી બાઈએ આપી દીધાં તે લઈને જતો રહ્યો તેની પાછળથી ખબર પડી, પછી તે બાઈ હલકી વસ્તુ લાવ્યાં હતાં પણ શ્રીજીમહારાજને અર્થે પ્રથમ કરાવેલાં તેથી બહુ રાજી થયા અને દીનાનાથ ભટ્ટને વસ્ત્ર આપ્યાં તે બીજા કોઈ હરિભક્તે પ્રથમ પૂજા કરી હતી તે આપ્યાં હતાં.
પ્ર.૨ (4/6 ચોથા પ્રશ્નમાં) અમારા ભક્તને અર્થે અમારો દેહ શ્રીકૃષ્ણાર્પણ કરી રાખ્યો છે એમ શ્રીજીમહારાજે કહ્યું તે અર્પણ કેવી રીતે સમજવો?
ઉ.૨ શ્રીજીમહારાજના મન-કર્મ-વચને ભક્ત થાય એવા ભક્તને શ્રીજીમહારાજ પોતાની મૂર્તિને વિષે રાખે છે એમ દેહ એટલે મૂર્તિ અર્પણ કરી છે.
|| ——-x——- ||
[/raw]