સંવત 1877ના આસો વદિ 14 ચૌદશને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ ગામ શ્રી કારિયાણી મધ્યે વસ્તાખાચરના દરબારમાં ઉત્તરાદે બાર ઓરડાની ઓસરીએ છપરપલંગ ઉપર વિરાજમાન હતા, અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં, અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, અમે એક પ્રશ્ન કરીએ છીએ. પછી મુનિ બોલ્યા જે, પૂછો મહારાજ, પછી શ્રીજીમહારાજે પૂછ્યું જે,
ઇતિ વચનામૃતમ્ || 5 || (101)
રહસ્યાર્થ પ્રદી. — આમાં પ્રશ્ન (૧) છે. તેમાં શ્રીજીમહારાજે કહ્યું છે જે, અમારા પ્રેમીભક્તોના મનોરથ પૂર્ણ કરવા માટે અમે પ્રગટ થઈએ છીએ તે ભેળું અસંખ્ય જીવનું કલ્યાણ તથા ધર્મનું સ્થાપન કરીએ છીએ. (1) બાબત છે. [આ છો હેતુ માંહીલો પહેલો હેતુ છે તે (મ. 58ના પહેલા પ્રશ્નોત્તરમાં) કહ્યો છે.]
પ્ર.૧ અમે પ્રેમીભક્તના મનોરથ પૂર્ણ કરવા માટે પ્રગટ થઈએ છીએ એમ કહ્યું તે પ્રેમીભક્ત કેવા હશે? અને એમના મનોરથ શા હશે?
ઉ.૧ સાધનદશાવાળા એકાંતિકને પ્રેમીભક્ત જાણવા. તેમને ભગવાનના સંબંધવાળી ક્રિયાઓના મનોરથ હોય તે પૂરા કરવા માટે પ્રગટ થાય છે.