[raw]
ગઢડા પ્રથમ : ૭૨
સંવત 1876ના ચૈત્ર વદિ 11 એકાદશીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં શ્રી વાસુદેવનારાયણના મંદિરને સમીપે ઉત્તરાદે બાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર ઉગમણે મુખારવિંદે વિરાજમાન હતા, અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં, ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
પછી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું જે,
પછી મુનિ જે તે ભગવાનનાં રસિક કીર્તન ગાવા લાગ્યા. તેને સાંભળીને શ્રીજીમહારાજ બોલ્યા જે,
અને એ ભગવાન તો જેમ ક્ષરના આત્મા છે તેમ જ પ્રકૃતિપુરુષ થકી પર જે અક્ષરબ્રહ્મ તેના પણ આત્મા છે. અને ક્ષર-અક્ષર એ બેયને પોતાની શક્તિએ કરીને ધરી રહ્યા છે. અને પોતે ક્ષર-અક્ષરથી ન્યારા છે. અને ભગવાનની મોટાઈ તો એવી છે જે, જેના એક એક રોમના છિદ્રને વિષે અનંત કોટી બ્રહ્માંડ પરમાણુની પેઠે રહ્યાં છે, એવા જે મોટા ભગવાન તે જીવોના કલ્યાણને વાસ્તે મનુષ્ય જેવડા જ થાય છે, ત્યારે જીવને સેવા કર્યાનો યોગ આવે છે અને જો ભગવાન જેવડા છે તેવડા ને તેવડા રહે તો બ્રહ્માદિક જે બ્રહ્માંડના અધિપતિ દેવ તેને પણ દર્શન કર્યાનું કે સેવા કર્યાર્નું સાર્મથ્ય રહે નહિ તો મનુષ્યને તો રહે જ ક્યાંથી? અને જેમ વડવાનળ અગ્નિ છે, તે સમુદ્રના જળને વિષે રહ્યો છે, ને સમુદ્રના જળને પીએ છે, ને સમુદ્રનો ઓલાવ્યો ઓલાતો નથી એવો મોટો છે, તે અગ્નિ જ્યારે આપણે ઘરમાં દીવો જોઈતો હોય ત્યારે આવીને આપણા ઘરમાં બેસે તો આપણને દીવા જેવું સુખ થાય નહિ અને બળીને સર્વે ભસ્મ થઈ જઈએ અને તે જ અગ્નિ દીવારૂપે હોય તો અજવાળું કરે ને આનંદ થાય; અને તે દીવો છે તો તેનો તે જ અગ્નિ પણ ફૂંકીએ તથા હાથે કરીને ઓલવીએ તો ઓલાઈ જાય, એવો અસમર્થ છે તો પણ તે થકી જ આપણને સુખ થાય. પણ વડવાનળ અગ્નિથી સુખ ન થાય, તેમ જ ભગવાન મનુષ્ય જેવા અસમર્થ જણાતા હોય પણ અનેક જીવનું કલ્યાણ એ થકી જ થાય. પણ જેના એક એક રોમમાં અનંત કોટી બ્રહ્માંડ રહ્યા છે એવી મૂર્તિનું તો જીવ દર્શન કરવા પણ સમર્થ થાય નહિ. માટે એવે રૂપે કરીને કલ્યાણ ન થાય. તે માટે ભગવાન મનુષ્ય જેવી મૂર્તિ ધારીને જેવાં જેવાં ચરિત્ર કરે છે તે સર્વે ગાન કરવા યોગ્ય છે પણ એમ ન સમજવું જે, ભગવાન થઈને એમ શું કરતા હશે? અને ભગવાનનાં ચરિત્ર તો સર્વે કલ્યાણકારી જ સમજવાં એ જ ભક્તનો ધર્મ છે, અને એવું સમજે તે જ ભગવાનનો પૂરો ભક્ત કહેવાય છે.(બા.૪)
પછી રોજકાના હરિભક્ત કાકેભાઈએ પૂછ્યું જે,
પછી વળી કાકેભાઈએ પૂછ્યું જે,
ઇતિ વચનામૃતમ્ || 72 ||
રહસ્યાર્થ પ્રદી. — આમાં પ્રશ્ન (૪) છે. તેમાં બીજું કૃપાવાક્ય છે. તેમાં પહેલામાં શ્રીજીમહારાજે કહ્યું છે જે, અમારો માહાત્મ્યે સહિત નિશ્ચય હોય, અને અમારા સંતનું ને સત્સંગીનું માહાત્મ્ય ઘણું જાણતો હોય તે ભક્તનું કાળ-કર્મ ભૂંડું કરી શકતાં નથી અને એવી નિષ્ઠામાં ફેર હોય તેનું રૂડું થતું નથી. (1) અને ગરીબને કલ્પાવે, કોઈને માથે જૂઠું કલંક દે તથા પાંચ પ્રકારની સ્ત્રીઓનો ધર્મ ભંગ કરાવે તેને બ્રહ્મહત્યા જેટલું પાપ લાગે છે. (2) બીજામાં અમારાં મનુષ્ય ચરિત્રને અમારા ભક્ત દિવ્ય જાણે અને વિમુખ તથા કાચો હરિભક્ત દોષ પરઠે છે. (3) અને અમે ક્ષર-અક્ષરથી ન્યારા ને તેના આધાર છીએ. અને અમારા એક એક રોમના છિદ્રમાં અનંત કોટી મૂળઅક્ષરરૂપી બ્રહ્માંડ પરમાણુવત્ રહ્યાં છે એવા જે અમે તે મનુષ્ય જેવી મૂર્તિ ધારીને મનુષ્ય જેવાં ચરિત્ર કરીએ તેને કલ્યાણકારી સમજે એ જ અમારો પૂરો ભક્ત છે. (4) ત્રીજામાં જેને અમારો માહાત્મ્ય વિનાનો નિશ્ચય હોય તેને કલ્યાણમાં સંશય રહે છે. અને જેને અમારો માહાત્મ્યે સહિત નિશ્ચય હોય તેને કલ્યાણમાં સંશય નથી રહેતો. (5) ચોથામાં ઉત્તમ, મધ્યમ ને કનિષ્ઠ એ ત્રણ પ્રકારના ભક્તનાં લક્ષણ કહ્યાં છે. (6) બાબતો છે.
પ્ર.૧ પહેલા પ્રશ્નમાં અમારો નિશ્ચય માહાત્મ્યે સહિત હોય ને અમારા સંતનું ને સત્સંગીનું માહાત્મ્ય ઘણું જાણતો હોય તેનું કાળ-કર્મ મળીને ભૂંડું કરી શકતાં નથી એવું એ ભક્તને અમારી ભક્તિનું અતિશે બળ છે, એમ શ્રીજીમહારાજે કહ્યું તે માહાત્મ્યે સહિત નિશ્ચય કેવો જાણવો? અને સંતનું ને સત્સંગીનું માહાત્મ્ય કેવું જાણવું? અને ભક્તિ કેવી જાણવી? અને કર્મ કિયાં જાણવાં? અને કાળ કિયો જાણવો? અને કાળ-કર્મ ભૂંડું શું કરતાં હશે?
ઉ.૧ શ્રીજીમહારાજને પ્રકૃતિપુરુષ, બ્રહ્મ તથા મૂળઅક્ષરના આત્મા જાણે અને અનંત મૂળઅક્ષરાદિક સર્વેને પોતાની અંતર્યામી શક્તિએ કરીને ધારણ કરી રહ્યા છે અને પોતાના તેજની એક એક કિરણના છિદ્રમાં અનંત મૂળઅક્ષરરૂપી બ્રહ્માંડ રહ્યાં છે, એવા અતિશે ઐશ્વર્યયુક્ત, અતિશે નિર્લેપ, અતિશે અસંગી, અતિશે પ્રકાશેયુક્ત ને અતિશે સુખમય મૂર્તિ એવા ભગવાન શ્રી સ્વામિનારાયણ તે જ આ પ્રત્યક્ષ મનુષ્યરૂપે દર્શન આપે છે, એવા જાણીને નિશ્ચય કર્યો હોય તે માહાત્મ્યે સહિત નિશ્ચય કહેવાય અને આવો મહિમા શ્રીજીમહારાજનો જાણે ત્યારે એમના આશ્રિતને પણ શ્રીજીમહારાજના જેવા જ દિવ્ય ને સમર્થ જાણે એ સંતનું ને સત્સંગીનું માહાત્મ્ય જાણ્યું કહેવાય. અને શ્રીજીમહારાજને તથા એમના ભક્તને અતિશે દિવ્ય ને કલ્યાણકારી જાણીને સર્વ દોષે રહિત થઈને નિષ્કામભાવે અનુવૃત્તિએ સહિત અતિશે સેવાએ કરીને શ્રીજીમહારાજની તથા એમના ભક્તોની અતિશે પ્રસન્નતા મેળવી હોય તે ભક્તિ આ ઠેકાણે કહી છે. અને પૂર્વે કોઈક અતિશે ભૂંડા દેશ, કાળ, સંગાદિકે કરીને અતિશે ભૂંડાં કર્મ થઈ ગયાં હોય અને તે કર્મનો એના ચિત્તમાં અતિશે પાશ લાગ્યો હોય એ પ્રારબ્ધરૂપી કર્મ જાણવાં. અને અતિશે મલિન આચરણવાળા અધર્મી ને નિર્લજ મનુષ્યો રહેતાં હોય તે સ્થળમાં નિવાસ થયો હોય તે કઠણ કાળ કહ્યો છે. અને તે ભક્તને પ્રારબ્ધે કરીને મલિન દેશમાં જવું પડે ત્યાં શ્રીજીમહારાજનો કે સંતનો યોગ ન રહે ને નોખું રહેવું પડે પણ કાળ કે કર્મ તે એને એવી નિષ્ઠામાંથી તથા ધર્મમાંથી પાડી શકે નહિ તે ભૂંડું કરી શકે નહિ એમ જાણવું.
પ્ર.૨ (2/4 બીજા પ્રશ્નમાં) અમે ક્ષર-અક્ષર બેયના આત્મા છીએ અને ક્ષર-અક્ષર બેયને અમારી શક્તિએ કરીને ધરી રહ્યા છીએ એમ કહ્યું તે ક્ષર ક્યાં સુધી જાણવું? અને અક્ષર કિયા જાણવા? અને શક્તિ કહી તે શી જાણવી?
ઉ.૨ મૂળપ્રકૃતિ સુધી ક્ષર જાણવું. મૂળઅક્ષરને અક્ષર જાણવા. અને શક્તિ જે પોતાના પ્રકાશરૂપ અક્ષરબ્રહ્મ તેણે કરીને એ બેયને ધરી રહ્યા છે અને તે પ્રકાશની કિરણોરૂપી જે રોમ તેને વિષે મૂળઅક્ષરરૂપી બ્રહ્માંડ અનંત રહ્યાં છે એમ સમજવું.
પ્ર.૩ બ્રહ્માંડ તો અષ્ટાવરણ સુધી કહેવાય છે ને મૂળઅક્ષરરૂપી કહ્યાં તે કેમ સમજવું?
ઉ.૩ અષ્ટાવરણે સહિત અનંત પ્રધાનપુરુષરૂપી બ્રહ્માંડ તે મૂળપુરુષરૂપી બ્રહ્મના પ્રકાશમાં રહ્યાં છે, માટે મૂળપુરુષ આગળ પ્રધાનપુરુષરૂપી બ્રહ્માંડ કહેવાય. અને મૂળપુરુષ છે તે વાસુદેવબ્રહ્મના પ્રકાશને આધારે રહે છે, માટે વાસુદેવબ્રહ્મ આગળ મૂળપુરુષરૂપી બ્રહ્માંડ કહેવાય. અને મૂળઅક્ષરના પ્રકાશને આધારે વાસુદેવબ્રહ્મ રહે છે, માટે મૂળઅક્ષર આગળ વાસુદેવબ્રહ્મરૂપી બ્રહ્માંડ કહેવાય, અને શ્રીજીમહારાજના પ્રકાશને આધારે અનંત મૂળઅક્ષર રહ્યા છે, માટે શ્રીજીમહારાજ આગળ મૂળઅક્ષરરૂપી બ્રહ્માંડ કહેવાય. માટે શ્રીજીમહારાજના રોમ એટલે બ્રહ્મજ્યોતિની કિરણો તેને વિષે મૂળઅક્ષરરૂપી બ્રહ્માંડ અનંત રહ્યાં છે, એમ પરંપરાએ બ્રહ્માંડનો અંતર્ભાવ છે માટે કહ્યાં છે.
પ્ર.૪ અમે જેવડા છીએ તેવડા ને તેવડા રહીએ તો બ્રહ્માદિકને પણ અમારાં દર્શન કરવાનું સાર્મથ્ય રહે નહિ, એમ શ્રીજીમહારાજે કહ્યું તે જેવડા એટલે કેવડા જાણવા અને બ્રહ્માદિક કિયા જાણવા?
ઉ.૪ (પ્ર. 63ના ત્રીજા પ્રશ્નમાં) જેમ વૈરાજનું રૂપ નજરે આવતું નથી અને મૂળઅક્ષરનું રૂપ નજરે આવતું નથી તે તેમના અન્વય સ્વરૂપ સહિતનું રૂપ નજરે આવતું નથી એમ કહ્યું છે તેમ શ્રીજીમહારાજનું તેજ અતિશે અપાર છે તે તેજે સહિત શ્રીજીમહારાજ દર્શન આપે તો મૂળઅક્ષરાદિક કોઈ પણ દર્શન કરી શકે નહિ. ઉત્પત્તિ સમયને વિષે શ્રીજીમહારાજ પોતાના તેજરૂપ અંતર્યામી શક્તિદ્વારે મૂળઅક્ષરને પ્રેરણા કરે છે, પછી તે અક્ષર વાસુદેવબ્રહ્મ દ્વારે મૂળપુરુષને પ્રેરણા કરે છે, પછી તે મૂળપુરુષ માયા સાથે જોડાઈને સૃષ્ટિ કરે છે તે પહેલી પ્રેરણા મૂળઅક્ષરને થઈ, માટે આ ઠેકાણે મૂળઅક્ષરને બ્રહ્મા કહ્યા છે.
|| ——-x——- ||
[/raw]