[raw]
અથ વચનામૃત જેતલપુર પ્રકરણમ્
જેતલપુર : ૧
સંવત 1882ના ચૈત્ર સુદિ 3 ત્રીજને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ ગામ શ્રી જેતલપુર મધ્યે મહોલની જગ્યામાં આસોપાલવની હેઠે ઢોલિયો બિછાવ્યો હતો તે ઉપર વિરાજમાન હતા, ને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં, ને કંઠને વિષે ગુલદાવદીના બહુ હાર પહેર્યા હતા, ને મસ્તક ઉપર શ્વેત પાઘ ડોલરિયાના તોરા તેણે કરીને વ્યાપ્ત હતી, ને બે કાન ઉપર બે કર્ણિકારનાં પુષ્પ ખોસ્યાં હતાં, ને હસ્તને વિષે સુંદર લીંબુના ફળને ફેરવતા હતા, ને દહાડો ચાર ઘડી ચડ્યો હતો, ને પોતાના મુખારવિંદની આગળ સંત તથા દેશદેશના સત્સંગી બાઈ-ભાઈ સર્વેની સભા ભરાઈને બેઠી હતી.
પછી શ્રીજીમહારાજે સર્વે સભા પ્રત્યે પ્રશ્ન પૂછ્યો જે,
એમ કહીને પછી શ્રીજીમહારાજ મહોલ ઉપર ભોજન કરવા પધાર્યા, પછી ભોજન કરીને પાછા આસોપાલવ હેઠે ઢોલિયા ઉપર વિરાજમાન થયા, ને સર્વે સંતને ને હરિભક્તને અમૃતદૃષ્ટિએ જોતા થકા શ્રીજીમહારાજ એમ બોલ્યા જે,
ઇતિ વચનામૃતમ્ || 1 || (230)
રહસ્યાર્થ પ્રદી. — આમાં પ્રશ્ન (૨) છે. તેમાં બીજું કૃપાવાક્ય છે. તેમાં પહેલામાં મુમુક્ષુ પોતાના મોક્ષને અર્થે શુભ કર્મ કરે તો પણ એણે સાંખ્ય જ્ઞાન સિદ્ધ કર્યું નથી ને માયાને મિથ્યા જાણી નથી ત્યાં સુધી તેની દેહાત્મબુદ્ધિ ટળે નહિ ને ઉપાસ્ય મૂર્તિને પણ યથાર્થ દિવ્ય જાણી શકે નહિ તેથી તે શુભ કર્મે કરીને પ્રધાન માયા સુધી પહોંચે; પણ તે પ્રધાન માયારૂપ સુષુપ્તિને ઓલંઘી શકે નહિ, તો સામ્યાવસ્થારૂપ મૂળમાયા તે તો ઓલંઘાય જ કેમ? એ તો સર્વ કર્મ ને માયા તેના નાશ કરનારા અને માયાથી પર સાક્ષાત્ શ્રી પુરૂષોત્તમ ભગવાન જે અમે તે અમારી અથવા અમને મળેલા અમારા સંતની જ્યારે જીવને પ્રાપ્તિ થાય ત્યારે માયા ઓલંઘાય છે. (1) બીજામાં જીવને ઘણાં માણસો માને અથવા કોઈ મોટપ પામે ત્યારે તેને અહંકાર આવે છે, ને સવળા વિચારવાળો એણે કરીને મોટપ ન માને એ તો આત્માવડે ને અમારા સંતના સમાગમવડે કરીને મોટપ માને, અને અમને મળેલા સંતને તો અમારી ઉપાસના ને આત્મનિષ્ઠા તેણે કરીને મોટપ છે, અને એવા અમને મળેલા સંતને વિષે આપોપું કરવું તો ગાલવ રાજાની પેઠે આવરણ ભેદાવે એમ શ્રીજીમહારાજે કહ્યું છે. (2) બાબતો છે.
પ્ર.૧ પહેલા પ્રશ્નમાં નિવૃત્તિ ને પ્રવૃત્તિ એ બે પ્રકારનાં કર્મ કહ્યાં તે નિવૃત્તિ કર્મ કિયાં જાણવાં અને પ્રવૃત્તિ કર્મ તે કિયાં જાણવાં?
ઉ.૧ ત્યાગીને પાળવાના જે બ્રહ્મચર્ય, અહિંસાદિક નિયમ છે તે નિવૃત્તિ કર્મ જાણવાં, અને ગૃહસ્થને પાળવાના જે નિયમ છે તે પ્રવૃત્તિ કર્મ જાણવાં.
પ્ર.૨ તે કર્મ સુષુપ્તિને વિષે લીન થઈ જાય છે એમ કહ્યું તે કેવી રીતે લીન થતાં હશે?
ઉ.૨ એ બે પ્રકારનાં કર્મ કરનારા જીવોને તે તે કર્મનું ફળ સુષુપ્તિ સુધી જ ભોગવાય છે, પણ તે કર્મે કરીને સુષુપ્તિથી પર ગતિ થતી નથી માટે લીન કહ્યાં છે. એટલે કર્મ લીન થઈ જાય છે એમ નહિ પણ એ કર્મ કરનારને સુષુપ્તિથી પર ગતિ થતી નથી એમ કહ્યું છે.
પ્ર.૩ સર્વ કર્મ ને માયા તેને નાશ કરનારા એમ કહ્યું તે કર્મ કિયાં જાણવાં? અને માયા કઈ જાણવી?
ઉ.૩ આ ઠેકાણે કર્મ એટલે વાસના જાણવી તે વાસના બે પ્રકારની છે, એક તો માયિક પંચવિષય સંબંધી વાસના છે, અને બીજી ઈશ્વરકોટી, બ્રહ્મકોટી તથા મૂળઅક્ષરકોટીના ઐશ્વર્યની ઇચ્છા તે ઐશ્વર્ય સંબંધી વાસના કહેવાય; એ બે પ્રકારની વાસના તે શ્રીજીમહારાજ કાં એમના મુક્ત નાશ કરે. અને મૂળમાયાને માયા કહી છે.
પ્ર.૪ સાક્ષાત્કાર જે શ્રી પુરૂષોત્તમ ભગવાન જે અમે ને અમને મળેલા સંતની જ્યારે જીવને પ્રાપ્તિ થાય ત્યારે કર્મ તથા માયા ઓલંઘાય છે, એમ કહ્યું છે તે શ્રીજીમહારાજને મળેલા કેવી રીતે જાણવા?
ઉ.૪ શ્રીજીમહારાજની મૂર્તિમાં તથા શ્રીજીમહારાજના તેજરૂપ ધામમાં સદા ભેળા રહેતા હોય તેમને આ ઠેકાણે મળેલા કહ્યા છે, અને જેને એવા મુક્તના યોગે એવી સ્થિતિ થઈ હોય એટલે આત્માને વિષે શ્રીજીમહારાજનો સાક્ષાત્કાર થયો હોય તે પણ મળેલા કહેવાય અને તેનો યોગ કરનારને પણ માયા ને કર્મ ઓલંઘાય છે.
પ્ર.૫ બીજા પ્રશ્નમાં ક્યારેક બ્રહ્મા જેવો થાય, શિવ જેવો થાય, ઇંદ્ર જેવો થાય, ત્યારે સવળા વિચારવાળો આત્માવડે ને સંતના સમાગમ વડે મોટપ માને એમ કહ્યું તે બ્રહ્મા-શિવ જેવો એટલે કેવો જાણવો? કેમ કે જે બ્રહ્મા, શિવ, ઇંદ્રના સ્થાનમાં તે તે પદવી પામે તેને તો સવળો વિચાર રહે નહિ, કેમ કે એ સ્થાનોમાં સવળો વિચાર રહેવો તે અગમ્ય છે તે કેવી રીતે સમજવું?
ઉ.૫ પોતાને આત્મારૂપ એટલે શ્રીજીમહારાજના તેજરૂપ માનવું અને સંતનો સમાગમ કરવો તે જ મોટપ છે એમ માને, પણ યશ-કીર્તિ ને માન-સન્માનમાં મોટપ માને નહિ, ને મનાવાની કે પૂજાવાની કે કોઈ ઐશ્વર્યની ઇચ્છા ન રહે તેને વિષે બ્રહ્મા જે મૂળઅક્ષરાદિક તથા શિવ જે મહાકાળાદિક તથા ઇંદ્ર જે મૂળપુરુષાદિકના જેવાં ઐશ્વર્ય આવે તો પણ તેમાં મોટપ ન માને; એક મુક્તનો સમાગમ ને પોતાને અક્ષરધામરૂપ માનવું એ જ મોટપ માને એમ કહ્યું છે.
પ્ર.૬ મૂળઅક્ષરને બ્રહ્મા કહ્યા અને મહાકાળને શિવ કહ્યા ને મૂળપુરુષને ઇંદ્ર કહ્યા તે કેવી રીતે સમજવા?
ઉ.૬ ઉત્પત્તિ કરે તે સર્વને બ્રહ્મા કહેવાય, માટે આદિ સૃષ્ટિના કર્તા મૂળઅક્ષર છે, તેથી મૂળઅક્ષરને બ્રહ્મા નામે કહ્યા છે, અને પ્રલય કરે તેને શિવ કહેવાય, તે આત્યંતિક પ્રલય જે મહાપ્રલય જે મહાકાળ કરે છે. માટે મહાકાળને શિવ કહ્યા છે. અને જે વૃષ્ટિ કરે તેને ઇંદ્ર કહેવાય, તે જેમ ઇંદ્ર વરસાદ કરે છે તેણે કરીને પૃથ્વીમાંથી બીજ ઉત્પન્ન થાય છે તેમ મૂળપુરુષ મેઘને ઠેકાણે છે ને માયા પૃથ્વીને ઠેકાણે છે તે મૂળપુરુષ માયાને વિષે વીર્યને ધરે તેણે કરીને માયામાંથી જીવ ઉત્પન્ન થઈ આવે છે, માટે મૂળપુરુષને ઇંદ્ર કહ્યા છે તે (છે. 10માં) પુરુષને મેઘને ઠેકાણે કહ્યા છે.
પ્ર.૭ પ્રગટ ભગવાન જે અમે તે અમને મળેલા સંતને વિષે આત્મનિષ્ઠા રાખવી, ને એ જ પોતાનું સ્વરૂપ માનવું એમ શ્રીજીમહારાજે કહ્યું તે શ્રીજીમહારાજને મળેલા સંતને વિષે આત્મનિષ્ઠા કેવી રીતે રાખવી ને એમને પોતાનું સ્વરૂપ કેવી રીતે માનવું?
ઉ.૭ શ્રીજીમહારાજના મુક્તને વિષે પોતાના આત્માની એકતા કરવી જે તે મુક્ત તે હું છું એમ પોતાને મુક્તરૂપ માનવું, અને જેમ મુક્ત મૂર્તિમાં જોડાયા છે તેમ શ્રીજીમહારાજની મૂર્તિમાં જોડાવું, આ વાર્તા સર્વનું જીવન છે કહેતાં સર્વોત્તમ છે અને એવા શ્રીજીમહારાજની મૂર્તિમાં એકતાવાળા મુક્ત પૃથ્વીને વિષે પ્રત્યક્ષ ન હોય ત્યારે તો (મ. 50માં) એકરસ પરિપૂર્ણ એવું શ્રીજીમહારાજનું તેજ તેમાં એકતા કરીને શ્રીજીમહારાજની મૂર્તિમાં ને મુક્તમાં પ્રીતિ જોડવી એમ કહ્યું છે તેમ કરવું. પણ શ્રીજીમહારાજના ધામમાંથી આવેલા ન હોય તેને વિષે આપોપું ન કરવું.
પ્ર.૮ શ્રીજીમહારાજના ધામમાંથી આવેલા મુક્તનાં લક્ષણ કેવાં હોય? ને એકાંતિકનાં કેવાં હોય?
ઉ.૮ જે એમનો સમાગમ કરે તેના ઘાટ-સંકલ્પ બંધ થઈ જાય, ને ધ્યાનમાં વિક્ષેપ ન થાય, ને મૂર્તિનું સુખ આવે ને છેટે રહે થકે પણ જે સંભારે તેના ઘાટ-સંકલ્પ ટળી જાય, ને એમની પાસે બેઠા હોઈએ તો તે વખતે માયિક ઘાટ-સંકલ્પ ટળી જાય. અને કોઈ દેહ મૂકે તેને અક્ષરધામમાં તેડી જાય, એવાં કેટલાકને દર્શન આપે ને કોઈને તેડી જવા હોય તેને આગળથી દર્શન આપીને દેહ મૂકવાનો અવધિ પણ કહી જાય, અને કોઈક પ્રાર્થના કરે તો તેને રાખી પણ જાય, ને કોઈને દેહ મૂકવો હોય તો તેને આયુષ્ય હોય તો પણ તેને તેડી જાય એવી સામર્થી હોય તે શ્રીજીમહારાજના ધામમાંથી આવેલા પરમ એકાંતિક તથા અનાદિમુક્ત જાણવા. અને શ્રીજીમહારાજે કહ્યા જે ધર્મ તે યથાર્થ પાળે તથા ત્યાગી-ગૃહીને પોતપોતાના ધર્મ યથાર્થ પળાવે અને શ્રીજીમહારાજની પ્રતિમાને વિષે સર્વને જોડે, પણ પોતાને વિષે જોડે નહિ અને માન-અપમાન, સુખ-દુઃખ, હાણ્ય-વૃદ્ધિ, કચરો-કંચન, શત્રુ-મિત્ર સર્વમાં સમબુદ્ધિ હોય અને પોતાના સંગીને સત્સંગમાંથી લુખા થવા દે નહિ ને માયિક વિષય તથા ઐશ્વર્યની વાસનાએ રહિત હોય ને શ્રીજીમાં અખંડ વૃત્તિ રાખતા હોય આવાં લક્ષણ હોય તે એકાંતિક જાણવા.
પ્ર.૯ ગાલવ રાજાને દૃષ્ટાંતે સિદ્ધાંત શો સમજવો?
ઉ.૯ જેમ ગાલવ રાજાને વરુણ પાસે જવું હતું, પણ ત્યાં પોતાથી જવાય તેમ નહોતું તેણે ગરુડ ઉપર અસવારી કરી, પણ તેને વિષેથી દાસપણું મટ્યું નહિ, તેમ મુમુક્ષુ જીવને શ્રીજીમહારાજ પાસે જવું તે તેનાથી જવાય તેમ નથી, માટે મુક્ત જે ગુરુ, તેમને વિષે આપોપું એટલે એ જ પોતાનું સ્વરૂપ માનવું કે તે મુક્ત તે હું છું એમ ગુરુને વિષે આપોપું માનવાથી તે ગુરુને વિષેથી દાસપણું મટે નહિ. અને તે ગુરુને વિષે આત્મબુદ્ધિ રાખવાથી શ્રીજીમહારાજની ને મુમુક્ષુની વચ્ચે આવરણ છે તે ટળી જાય છે. અને શ્રીજીમહારાજની મૂર્તિનો સાક્ષાત્કાર થાય છે, અને જેમ મુક્તને વિષે આપોપું માનવું તેમ જ શ્રીજીમહારાજ મનુષ્યરૂપે સાક્ષાત્ મળ્યા હોય તો શ્રીજીમહારાજને વિષે પણ તેમ જ આપોપું માનવું તો પણ સ્વામીસેવકપણું ટળી જતું નથી. આ વાત સર્વનું જીવન છે, એટલે શ્રીજીમહારાજને પામવાના જેટલા ઉપાય માત્ર છે તે સર્વ ઉપાયથી આ વાત સર્વોત્તમ છે.
|| ——-x——- ||
[/raw]