Kariyani 11

[raw]

કારિયાણી: ૧૧

સંવત 1877ના કાર્તિક સુદિ 11 એકાદશીને દિવસ શ્રીજીમહારાજ ગામ શ્રી કારિયાણી મધ્યે વસ્તાખાચરના દરબારમાં ઉગમણે બાર ઓરડાની ઓસરીએ રાત્રિને સમે વિરાજમાન હતા, અને ધોળો ખેસ પહેર્યો હતો, ને ધોળી છીંટની ડગલી પહેરી હતી, અને માથા ઉપર ધોળી પાઘ બાંધી હતી, અને પીળાં ને રાતાં જે ગુલદાવદીનાં પુષ્પ તેના હાર પહેર્યા હતા, અને પાઘમાં પીળા પુષ્પના તોરા લટકતા હતા, અને પોતાની આગળ બે કોરે બે વાળંદ મશાલ લઈને ઊભા હતા, અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.

પછી શ્રીજીમહારાજને સચ્ચિદાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે,

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, લ્યો એક અમે પ્રશ્ન પૂછીએ. પછી મુનિએ કહ્યું જે, હે મહારાજ! પૂછો. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે,

ઇતિ વચનામૃતમ્ || 11 || (107)

રહસ્યાર્થ પ્રદી. — આમાં પ્રશ્ન (૨) છે. તેમાં પહેલામાં શ્રીજીમહારાજે કહ્યું છે જે, અમારી મરજી એટલે આજ્ઞા લોપે નહિ એ પ્રીતિનું લક્ષણ છે. (1) બીજામાં જગત સંબંધી પંચવિષયને હરામ કરીને પંચે પ્રકારે અમારી મૂર્તિમાં જોડાણો હોય તે ભક્તના હૃદયમાં અમે સદાય મૂર્તિમાન રહીએ છીએ. (2) બાબતો છે.

[આ વાત સચ્ચિદાનંદ સ્વામીને શ્રીજીમહારાજનો વિયોગ થાય ત્યારે રોમરોમ પ્રત્યે રુધિર નીસરતું ને શરીરનું ભાન રહેતું નહિ તેમના વિરહની નિવૃત્તિ સારુ કરી છે જે તમારા જેવા પ્રેમીભક્તને જ્યાં મૂકીએ ત્યાં અમે તમારા ભેળા જ રહીએ છીએ પણ ક્ષણ માત્ર છેટે રહેતા નથી.]

|| ——-x——- ||

[/raw]



Leave a Reply