સંવત 1882ના ચૈત્ર સુદિ 3 ત્રીજને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ ગામ શ્રી જેતલપુર મધ્યે સાંજને સમે શ્રી રાધાકૃષ્ણના મંદિરના ચોક વચ્ચે ઢોલિયો બિછાવ્યો હતો તેને ઉપર પોતે વિરાજમાન હતા, ને સુંદર શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં, ને પાઘને વિષે ડોલરિયાના પુષ્પના તોરા લટકતા હતા, ને શ્વેત પછેડી ઓઢી હતી, ને શ્વેત ખેસ પહેર્યો હતો, ને શ્વેત રૂમાલ હસ્ત કમળને વિષે ધરી રહ્યા હતા, ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
પછી શ્રીજીમહારાજ પ્રત્યે બ્રહ્માનંદ સ્વામીએ એમ પ્રશ્ન પૂછ્યો જે,
ને ગામ બહાર પધાર્યા ને યજ્ઞ થયા હતા તે ઠેકાણે પરથાર ઉપર ઢોલિયો બિછાવ્યો હતો તે ઉપર પોતે વિરાજમાન થયા, અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજીમહારાજે કહ્યું જે કાંઈક પ્રશ્ન-ઉત્તર કરો.
ત્યારે પટેલ આશજીભાઈએ પ્રશ્ન પૂછ્યો જે,
(પ્ર.૨) હે મહારાજ! આ જીવનું સ્વરૂપ તે કેવું છે? તે કહો. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, જીવ તો અછેદ્ય, અભેદ્ય, અવિનાશી, ચૈતન્યરૂપ અણુમાત્ર એવો છે ત્યારે તે જીવ ક્યાં રહે છે? તો હૃદયાકાશને વિષે રહે છે અને વિવિધ ક્રિયાને ત્યાં રહ્યો થકો કરે છે અને રૂપ જોવું હોય ત્યારે નેત્ર દ્વારે કરીને જુએ છે, અને શબ્દ સાંભળવો હોય ત્યારે કાન દ્વારે આવીને સાંભળે છે, ને નાસિકા દ્વારે સારો-નરસો ગંધ લે છે ને રસના દ્વારે રસ લે છે, ને ત્વચા દ્વારે સ્પર્શનું સુખ લે છે, અને મન દ્વારે મનન કરે છે, ને ચિત્ત દ્વારે ચિંતવન કરે છે ને બુદ્ધિ દ્વારે નિશ્ચય કરે છે, એમ દશ ઇંદ્રિયો દ્વારે તથા ચાર અંત:કરણ દ્વારે સર્વે વિષયનું ગ્રહણ કરે છે, ને નખથી તે શિખા પર્યંત શરીરમાં વ્યાપીને રહ્યો છે, એવી રીતે જીવનું સ્વરૂપ છે. અને આપણે તો પ્રગટ પ્રમાણ પુરૂષોત્તમ એવા જે શ્રી નરનારાયણ તેને પ્રતાપે કરીને એ જીવને સારી પેઠે ઓળખ્યો છે ને જાણ્યો છે. એમ કહીને સર્વને રાજી કરીને જય સચ્ચિદાનંદ કહીને મહોલમાં પોઢવા પધારતા હવા.(બા.૨)
ઇતિ વચનામૃતમ્ || 2 || (231)
રહસ્યાર્થ પ્રદી. — આમાં પ્રશ્ન (૨) છે. તેમાં પહેલામાં શ્રીજીમહારાજે હનુમાનજી ને લક્ષ્મણજીને દૃષ્ટાંતે યતિનાં લક્ષણ કહ્યાં છે અને બ્રહ્માનંદ સ્વામીની યતિપણાની પ્રશંસા કરી છે. (1) બીજામાં જીવ હૃદયને વિષે રહ્યો થકો ઇંદ્રિયો-અંતઃકરણ દ્વારે વિષયનું ગ્રહણ કરે છે, ને શરીરમાં વ્યાપી રહ્યો છે તે જીવને પ્રગટ પ્રમાણ પુરૂષોત્તમ શ્રી નરનારાયણ જે અમે તે અમારે પ્રતાપે કરીને તમે સારી પેઠે એટલે જેવો જાણવો જોઈએ તેવો બ્રહ્મરૂપ જાણ્યો છે એમ કહ્યું છે. (2) બાબતો છે.