[raw]
ગઢડા મધ્ય : ૫૬
સંવત 1881ના અષાઢ સુદિ 5 પંચમીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં ઉગમણે બાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર ગાદી-તકિયા બિછાવીને વિરાજમાન હતા, ને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં, ને પોતાના મુખારવિંદની આગળ મુનિમંડળની સભા તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી, અને સાધુ દુકડ-સરોદા લેઈને કીર્તન બોલતા હતા.
તે કીર્તન ભક્તિ થઈ રહ્યા પછી શ્રીજીમહારાજ એમ બોલ્યા જે,
ઇતિ વચનામૃતમ્ || 56 || (189)
રહસ્યાર્થ પ્રદી. — આમાં કૃપાવાક્ય (૧) છે. તેમાં શ્રીજીમહારાજે પ્રીતિને વખાણી છે અને અનાદિ મુક્તરાજ શ્રી ગોપાળાનંદ સ્વામી આદિક સિદ્ધ મુક્તને મિષે કરીને સાધનિકની પ્રીતિમાં ભૂંડા દેશ-કાળાદિકે કરીને ફેર પડી જાય અને પોતાને મિષે કરીને પોતાના સિદ્ધ મુક્તોને પોતાને વિષે પ્રીતિ છે, તેમાં ભૂંડાં દેશ-કાળાદિકને યોગે પણ ફેર પડતો નથી, એમ કહ્યું છે. (1) અને અમે પરમ સુખદાયી છીએ ને અમારા વિના બીજા પદાર્થો અતિશે તુચ્છ ને અસાર છે, માટે અમારા ભક્તોએ પંચવિષયનો ત્યાગ કરવો. (2) બાબતો છે.
પ્ર.૧ પહેલી બાબતમાં અમારો જીવ વિચારમાં જતો રહ્યો એમ કહ્યું તે જીવ તો માયાબદ્ધ છે, ને શ્રીજીમહારાજ તો સર્વ જીવ, ઈશ્વર, બ્રહ્મ, અક્ષર અને મુક્ત એ સર્વેથી પર સાક્ષાત્ પૂર્ણપુરૂષોત્તમ નારાયણ છે, તેમણે પોતાને જીવ શબ્દે કરીને કેમ કહ્યા હશે?
ઉ.૧ જીવાડે તે જીવ કહેવાય, માટે જીવ દેહને ચલાવે-હલાવે છે ને દેહનો પ્રકાશનારો છે એમ દેહને જીવાડે છે તેથી તેને જીવ કહેવાય છે, તે (લો. 17ના 3/5 ત્રીજા પ્રશ્નમાં) અંત:કરણ-ઇંદ્રિયોનો પ્રકાશક ને જેણે કરીને દેહ ચાલે-હાલે છે એમ કહ્યું છે, માટે તે જીવ કહેવાય છે. તેમ જ મૂળપુરુષ, બ્રહ્મ, અક્ષર તે પણ પોતપોતાના કાર્યમાં પ્રવેશ કરીને તેને સચેતન કરે છે, ને હલાવે-ચલાવે છે; ને પ્રકાશ કરે છે ને ધારણ કરે છે, માટે તેમની પણ જીવ સંજ્ઞા કહેવાય, તે (લો. 7ના 2/4 બીજા પ્રશ્નમાં)अपरेयमितस्त्वन्यां प्रकृतिं विद्धि मे पराम् ।
जीवभूतां महाबाहो ययेदं धार्यते जगत्॥‘જીવભૂતાં’ કહેતાં અક્ષરરૂપી ચૈતન્ય પ્રકૃતિ જે અક્ષર જેણે કરીને આ જગત ધારણ કરાય છે ત્યાં અક્ષરને જીવ શબ્દેથી કહેલ છે. અને જીવકોટી, માયાકોટી, ઈશ્વરકોટી, બ્રહ્મકોટી, મૂળઅક્ષરકોટી ને મુક્તકોટી એ સર્વના પ્રકાશક ને ધારણ કરનારા ને સચેતન કરનારા શ્રીજીમહારાજ છે, માટે સર્વને જીવાડનારા શ્રીજીમહારાજ પોતે જ છે, તેથી અમારો જીવ એમ પોતાને જીવ શબ્દેથી કહ્યા છે.
પ્ર.૨ પહેલી બાબતમાં ગોપાળાનંદ સ્વામીની પ્રીતિ કરતાં શ્રીજીમહારાજે પોતાની પ્રીતિને વખાણી તે શ્રીજીમહારાજ તો પોતે ભગવાન છે, તેમને કોની સાથે પ્રીતિ કરવાની હશે તે પોતાની પ્રીતિ વખાણી હશે?
ઉ.૨ શ્રીજીમહારાજ તો પોતે સાક્ષાત્ ભગવાન પુરૂષોત્તમ નારાયણ છે, પણ પોતાને મિષે કરીને પોતાના સિદ્ધ મુક્તની પ્રીતિને અધિક કહી છે, અને અનાદિ મુક્તરાજ શ્રી ગોપાળાનંદ સ્વામીને મિષે કરીને પોતાના સાધનદશાવાળા ભક્તોની પ્રીતિ કહી છે, પણ ગોપાળાનંદ સ્વામીને પ્રીતિ ઓછી છે એમ કહ્યું નથી; ગોપાળાનંદ સ્વામીને તો (છે. 21/6માં) ધામમાં સન્મુખ રહેલા પરમ એકાંતિક મુક્તોથી અધિક એટલે મૂર્તિમાં રહેલા અનાદિમુક્ત કહ્યા છે, અને જો ગોપાળાનંદ સ્વામીને સાધનિક કહ્યા હોય તો શ્રીજીમહારાજે અમારે ભગવાનને વિષે પ્રીતિ છે એમ કહ્યું છે, ત્યારે તો શ્રીજીમહારાજ પણ મુક્ત ઠર્યા, ને ભગવાન કોઈક બીજા ઠર્યા માટે એમ નથી; એ તો શ્રીજીમહારાજે પોતાને મિષે કરીને સિદ્ધ મુક્તની પ્રીતિ કહી છે, અને ગોપાળાનંદ સ્વામીને મિષે કરીને સાધનદશામાં ઉત્તમ ભક્તોની પ્રીતિ કહી છે.
|| ——-x——- ||
[/raw]