સંવત 1882ના ચૈત્ર સુદિ 4 ચતુર્થીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ ગામ શ્રી જેતલપુર મધ્યે મહોલને વિષે દક્ષિણાદા ગોખને વિષે ગાદી ઉપર તકિયાનું ઊઠીંગણ દઈને વિરાજમાન હતા, ને મસ્તક ઉપર પુષ્પનો ખુંપ તેણે યુક્ત શ્વેત પાઘ શોભતી હતી, ને શ્વેત પુષ્પની પછેડી ઓઢી હતી, ને કેસરે સહિત જે ચંદન તેણે કરીને સર્વ અંગ ચરચ્યાં હતાં, ને શ્વેત હીરકોરી ખેસ પહેર્યો હતો, ને કંઠને વિષે ગુલદાવદીના હાર પહેર્યા હતા, ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
પછી શ્રીજીમહારાજ સર્વે સભા પ્રત્યે એમ બોલ્યા જે,
તે સમે આશજીભાઈએ શ્રીજીમહારાજને પ્રશ્ન પૂછ્યો જે,
(પ્ર.૨) હે મહારાજ! વૈર ભાવે કરીને કલ્યાણ થાય છે તે કેમ થાય છે તે કહો? પછી શ્રીજીમહારાજ એમ બોલ્યા જે, દ્રુપદ રાજા હતો તેને દ્રૌપદી જે પોતાની પુત્રી તેને પરણાવવાં હતાં, તે સારુ સ્વયંવર રચ્યો હતો ત્યાં રાજા માત્રને તેડાવ્યા હતા, અને દ્રોણાચાર્ય પણ આવ્યા હતા, અને પાંડવ પણ આવ્યા હતા, પછી બીજા સર્વે રાજાએ મળીને મચ્છ વેંધવા માંડ્યો પણ કોઈથી મચ્છ ન વેંધાણો, ત્યારે યુધિષ્ઠિરે કહ્યું જે, હું મચ્છ વેંધું, એમ કહીને યુધિષ્ઠિરે સુરત બાંધી ત્યારે દ્રોણાચાર્યે કહ્યું જે આ સભા દેખાય છે? ત્યારે કહ્યું જે દેખાય છે, અને વળી કહ્યું જે તમારું શરીર દેખાય છે? ત્યારે કહ્યું જે દેખાય છે, પછી દ્રોણાચાર્યે કહ્યું જે તમથી મચ્છ નહિ વેંધાય, એવી રીતે ચાર ભાઈ થકી મચ્છ ન વેંધાણો, ત્યાર પછી અર્જુને ઊઠીને ધનુષ્ય લઈને સુરત બાંધી ત્યારે દ્રોણાચાર્યે પૂછ્યું જે આ સભાને દેખો છો? ત્યારે અર્જુને કહ્યું જે સભા નથી દેખતો ને મચ્છ પણ નથી દેખતો અને મચ્છ ઉપર પક્ષી છે તેને દેખું છું. ત્યારે દ્રોણાચાર્યે કહ્યું જે એના માથા સામી સુરત રાખો, ત્યારે અર્જુને સુરત બાંધીને કહ્યું જે પક્ષી નથી દેખતો, ને એકલું મસ્તક દેખું છું ત્યારે દ્રોણાચાર્યે કહ્યું જે હવે ઘા કરો! ત્યારે અર્જુન મચ્છના મસ્તકને વેંધતા હવા. એવી રીતે જ્યારે વૃત્તિ એકાગ્ર થાય ત્યારે તે દ્વેષભાવ કલ્યાણકારી છે, જેમ શિશુપાળ તથા કંસ એ આદિકની શ્રીકૃષ્ણના સ્વરૂપને વિષે તદાકારવૃત્તિ થઈ ગઈ હતી, ત્યારે કલ્યાણ થયું એવી રીતનો દ્રોહ જો ન આવડે તો નારકી થાય, અને તે કરતાં ભક્તિ સુલભ છે. અને દ્રોહબુદ્ધિ રાખીને ભજે તેનું અસુર એવું નામ મટે જ નહિ, ને તે ભક્ત તો કહેવાય જ નહિ, માટે અસુરની રીત મેલીને જેને ધ્રુ, પ્રહ્લાદ, નારદ, સનકાદિકની પંક્તિમાં ભળવું હોય તેને તો ભક્તિએ કરીને ભગવાનને ભજવા તે અતિ શ્રેષ્ઠ છે.(બા.૫)
ઇતિ વચનામૃતમ્ || 4 || (233)
રહસ્યાર્થ પ્રદી. — આમાં પ્રશ્ન (૨) બે છે. પહેલું કૃપાવાક્ય છે. તેમાં શ્રીજીમહારાજે કહ્યું છે જે પ્રત્યક્ષ ભગવાન અમે તે અમારું દર્શન ને અમારી અખંડ સ્મૃતિ તેણે કરીને કલ્યાણ થાય છે, ને અમારી અખંડ સ્મૃતિ એ જ ભક્તિ છે. (1) અને વર્તમાનમાં કસરવાળો અમારી અખંડ સ્મૃતિ રાખે તો પણ તેનાથી કોઈનું કલ્યાણ થાય નહિ, ને તે એકાંતિક ન થાય, ને અમારા ધામને ન પામે ને એનાથી સત્સંગમાં ન બેસાય. (2) અને અમારી અખંડ સ્મૃતિએ યુક્ત ને યથાર્થ ધર્મ-નિયમવાળા તમ જેવા સંતનાં દર્શન, સ્પર્શ, સેવા ઇત્યાદિક કરે તેનાં સર્વે પાપનો ક્ષય થાય છે, ને તમે જેને ધર્મ સંબંધી નિયમ ધરાવો છો તેનો મોક્ષ થાય છે, ને તમ જેવા ધર્મ-નિયમવાળા સંતની સર્વે ક્રિયા કલ્યાણકારી છે, કેમ જે પ્રત્યક્ષ શ્રી નરનારાયણ ઋષિ જે અમે તે તમારી સભામાં નિત્ય વિરાજીએ છીએ ને અમારો તમારે આશરો છે. (3) અને તમારું ઐશ્વર્ય અમારું યથાર્થ સુખ આપવા સારુ અમે રોકી રાખ્યું છે. (4) બીજામાં દ્રોહબુદ્ધિએ ભજે તે અસુર છે, ને ભક્તિએ ભજે તે મુક્ત થાય છે. (5) બાબતો છે.
પ્ર.૧ (1/2 પહેલા પ્રશ્નમાં) નિયમ-ધર્મે રહિત કેવળ શ્રીજીમહારાજની અખંડ સ્મૃતિવાળાનું કલ્યાણ કહ્યું તે કેવું થાય?
ઉ.૧ એનો ઉત્તર એ બાબતમાં જ છે કે એકાંતિક ન થાય ને નિર્ગુણ ધામને એટલે અક્ષરધામને ન પામે ને સત્સંગમાં ન બેસાય પણ સર્વ અવતારોના અવતારી ને સર્વોપરી એવા શ્રી સ્વામિનારાયણ ભગવાન તેમની અખંડ સ્મૃતિ હોય તે સ્મૃતિના પ્રતાપથી શ્રીજીમહારાજ એને જન્મમરણથી રહિત કરે ને માયાથી પર ઈશ્વરકોટીમાં મૂકે પછી ત્યાંથી પસ્તાવો પામીને મોક્ષની ઇચ્છા કરે ત્યારે તેને જ્યાં શ્રીજીમહારાજનો ને મુક્તનો યોગ હોય ત્યાં લાવીને નિર્વાસનિક કરીને આત્યંતિક મોક્ષ કરે એટલે અક્ષરધામમાં લઈ જાય એવું શ્રીજીમહારાજે આ ઠેકાણે પોતાની અખંડ સ્મૃતિના પ્રતાપનું બળ દેખાડ્યું છે.
પ્ર.૨ (1/3 પહેલા પ્રશ્નમાં) ધર્મ-નિયમે યુક્ત સંતની વાત નોખી છે એમ કહ્યું તે કેવા સંત જાણવા?
ઉ.૨ સ્ત્રી-દ્રવ્યાદિક માયિક પદાર્થનો કોઈ દિવસ સંકલ્પ જ થાય નહિ, ને ત્રણે અવસ્થામાં પંચવિષયનો અતિશે અભાવ વર્તે ને શ્રીજીમહારાજની મૂર્તિ વિના બીજી કોઈ પ્રકારની વાસના ન હોય, ને આત્માને વિષે શ્રીજીમહારાજનો સાક્ષાત્કાર હોય તેવા જાણવા.
પ્ર.૩ (1/4 પહેલા પ્રશ્નમાં) અમે તમારા સુખને અર્થે તમારા સાર્મથ્યને રુંધી રાખ્યું છે એમ કહ્યું તે સાર્મથ્ય આપવાથી શ્રીજીમહારાજના સુખમાં શી ન્યૂનતા રહેતી હશે?
ઉ.૩ ષડ્ઉર્મિએ ને માયિક ગુણે રહિત થાય તથા અસંખ્ય જન્મની સ્મૃતિ થઈ આવે, અને અનંત બ્રહ્માંડની ક્રિયાને દેખે એવું ઐશ્વર્ય આવે તેમાં લોભાઈ જાય, ને એ ઐશ્વર્યમાં વધુ લગની થાય, તો શ્રીજીમહારાજને ભૂલી જાય ને કલ્યાણને રસ્તેથી બીજે ઐશ્વર્યને રસ્તે ચડી જાય, તો શ્રીજીમહારાજનું સુખ ન આવે એટલા સારુ સામર્થી રોકી રાખી છે, અને જો સામર્થી રોકી ન રાખે તો તેમાં મોટપ માની બેસે ને મોટા મુક્તનું માહાત્મ્ય જાણીને તેમનો સમાગમ ને સેવા કરે નહિ, ને જીવનું બગડે તેથી નથી જણાવતા.