[raw]
ગઢડા મધ્ય : ૩૧
સંવત 1880ના શ્રાવણ સુદિ 4 ચોથને દિવસ શ્રીજીમહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં પોતાને ઉતારે વેદીકા ઉપર ગાદી-તકિયા નખાવીને વિરાજમાન હતા, અને શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં, ને કાળા છેડાની ધોતલી મસ્તકે બાંધી હતી, અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી, ને પ્રાગજી દવે પાસે શ્રીમદ્ ભાગવતમાં કપિલગીતાની કથા વંચાવતા હતા.
પછી કથાની સમાપ્તિ થઈ ત્યારે શ્રીજીમહારાજ પરમહંસ પ્રત્યે બોલ્યા જે,
ત્યારે શુકમુનિએ પૂછ્યું જે,
ઇતિ વચનામૃતમ્ || 31 || (164)
રહસ્યાર્થ પ્રદી. — આમાં પ્રશ્ન (૨) છે. પહેલું કૃપાવાક્ય છે, તેમાં શ્રીજીમહારાજે કહ્યું છે જે અમે સર્વે કારણના કારણ, અક્ષરાતીત ને પુરૂષોત્તમ વાસુદેવ છીએ અને પુરુષદ્વારાએ માયાને વિષે વીર્ય ધારણ કરીએ છીએ તે પુરુષથકી વૈરાજપુરુષ થાય છે. (1) અને વૈરાજપુરુષ તથા વ્યષ્ટિ જીવોના પ્રકાશક પુરુષરૂપે કરીને અમે છીએ. (2) અને એ વૈરાજપુરુષ આ વ્યષ્ટિ જીવની પેઠે બદ્ધ છે અને વૈરાજપુરુષ તથા જીવ તે જ્યારે અમારી ઉપાસના કરે ત્યારે માયાનો ત્યાગ કરીને બ્રહ્મરૂપ થાય ને મોક્ષને પામે. (3) અને અમારું ઐશ્વર્ય પુરુષ દ્વારે વૈરાજમાં આવ્યું હોય ત્યારે એ વૈરાજપુરુષ થકી અવતાર કહ્યા છે. (4) બીજામાં જીવમાં ને વૈરાજમાં ભેદ છે અને વૈરાજમાં ને પુરુષમાં ભેદ છે તેમ પુરુષને વિષે ને અમારે વિષે તો એવો ઘણો ભેદ છે અને પુરુષ ઘણા છે અને એ ચાર ભેદ અનાદિ છે. (5) બાબતો છે.
પ્ર.૧ પહેલા પ્રશ્નમાં અમે સર્વે કારણના પણ કારણ ને અક્ષરાતીત ને પુરૂષોત્તમ વાસુદેવ છીએ એમ શ્રીજીમહારાજે કહ્યું તે સર્વ શબ્દ વડે કરીને કોને જાણવા? અને તે સર્વના કારણ કોને જાણવા? અને કિયા અક્ષરથી અતીત કહ્યા? અને વાસુદેવ એવું નામ તો મૂળપુરુષના ઉપરી જે બ્રહ્મ તેમનું છે અને આ ઠેકાણે શ્રીજીમહારાજે પોતાને વાસુદેવ નામે કહ્યા તેનું શું કારણ હશે?
ઉ.૧ જીવકોટી, મૂળપુરુષરૂપ ઈશ્વરકોટી, બ્રહ્મકોટી તથા મૂર્તિમાન મૂળઅક્ષરકોટી તે સર્વેને સર્વ શબ્દ વડે કરીને જાણવા અને તે સર્વનું કારણ શ્રીજીમહારાજનું તેજ છે તે અક્ષરાદિક સર્વેનું કારણ જાણવું અને એ તેજને જ અક્ષર નામે કહ્યું છે તે તેજથી શ્રીજીમહારાજ અતીત એટલે પર છે ને તે તેજ પોતાનું છે માટે તેના કારણ છે. અને શ્રીજીમહારાજ પોતાના તેજરૂપે મૂળ અક્ષરાદિકને વિષે વ્યાપક છે તેથી વાસુદેવ કહ્યા છે.
પ્ર.૨ શ્રીજીમહારાજના તેજને મૂળઅક્ષરનું કારણ કિયા વચનામૃતમાં કહ્યું છે?
ઉ.૨ (પ્ર. 64/1માં) શ્રીજીમહારાજના તેજને અક્ષરનું આત્મા, દૃષ્ટા ને વ્યાપક કહ્યું છે તથા (કા. 8/1માં) મૂર્તિમાન અક્ષરનું આત્મા કહ્યું છે અને (પ્ર. 63ના 3/4 ત્રીજા પ્રશ્નમાં) અક્ષરને વિષે અમે કાન્તિએ કરીને અન્વયપણે રહ્યા છીએ તથા (72ના 2/4 બીજા પ્રશ્નમાં) ક્ષર-અક્ષરને અમારી શક્તિએ કરીને ધરી રહ્યા છીએ, માટે મૂર્તિમાન મૂળઅક્ષરનું કારણ, આધાર, વ્યાપક ને પ્રેરક શ્રીજીમહારાજનું તેજ છે અને તે તેજના કારણ પોતે શ્રીજીમહારાજ મૂર્તિમાન છે.
પ્ર.૩ મૂળપુરુષાદિક સર્વેને પ્રેરણા તો અક્ષરદ્વારે શ્રીજીમહારાજ કરાવે છે એમ (પ્ર. 41માં તથા સા. પના 2/3 બીજા પ્રશ્નમાં) કહ્યું છે અને (આમાં 1/2 પહેલા પ્રશ્નમાં) શ્રીજીમહારાજ પાધરા જ પુરુષ દ્વારે વૈરાજને વિષે આવ્યા એમ કહ્યું તેનું શું કારણ હશે?
ઉ.3 શ્રીજીમહારાજના આપેલા ઐશ્વર્ય વડે કરીને મૂળઅક્ષર વાસુદેવબ્રહ્મને પ્રેરણા કરે છે ને તે બ્રહ્મ મૂળપુરુષને પ્રેરણા કરે છે અને મૂળપુરુષ પોતાથી ઓરા રહ્યા તે સર્વેને પ્રેરણા કરે છે પણ તે શ્રીજીમહારાજના ઐશ્વર્ય વડે કરીને કરે છે, માટે સર્વેના મૂળ પ્રેરક શ્રીજીમહારાજ છે, માટે સૂઝે તે દ્વારે પ્રેરણા કરે તો પણ પોતે જ કરે છે એમ જાણવું. આનો વિસ્તાર (પ્ર. 41ના ત્રીજા પ્રશ્નોત્તરમાં) છે.
પ્ર.૪ (1/2 પહેલા પ્રશ્નમાં) મનન દ્વારાએ બ્રહ્મનો સંગ કરવાનું કહ્યું તે બ્રહ્મ કિયું જાણવું?
ઉ.૪ માયા થકી મુક્ત કહેતાં રહિત અને પર એવું બ્રહ્મ કહ્યું છે માટે સર્વથી પર તો શ્રીજીમહારાજના તેજરૂપ બ્રહ્મ છે તે બ્રહ્મ સાથે એકતા કરવી એમ કહ્યું છે.
પ્ર.૫ શ્રીજીમહારાજના તેજને ને શ્રીજીમહારાજને સ્વામી–સેવકભાવ નથી એમ (પ્ર. 21ના ચોથા પ્રશ્નોત્તરમાં) કહ્યું છે ત્યારે એ તેજરૂપ જે બ્રહ્મ તેનો મનન દ્વારા સંગ કરવાથી શ્રીજીમહારાજને વિષે સ્વામી–સેવકપણું કેમ આવે?
ઉ.૫ શ્રીજીમહારાજના તેજને વિષે એકતા કરવાથી શ્રીજીમહારાજની ને ભક્તની વચ્ચે આવરણ રહેતું નથી ને શ્રીજીમહારાજનું દર્શન થાય છે, જેમ સૂર્યનો પ્રકાશ આપણા નેત્રમાં આવે છે તેણે કરીને સૂર્યનું દર્શન થાય છે, પણ ચંદ્રનો પ્રકાશ નેત્રમાં આવે તેણે કરીને સૂર્ય દેખાય નહિ તેમ શ્રીજીમહારાજના તેજને ને ભક્તના ચૈતન્યને એકતા થાય છે ત્યારે જ શ્રીજીમહારાજનું દર્શન ને સમીપપણું થાય છે, તે હેતુ માટે શ્રીજીમહારાજના તેજ સાથે એકતા કરવી તે (મ. 50/1 માં) કહ્યું છે અને જ્યારે સમીપપણું થાય ત્યારે સ્વામી-સેવકપણું અતિશે દૃઢ થાય છે તે (સા. 17/1માં) દાસપણું અતિ દૃઢ થાય છે એમ કહ્યું છે. માટે શ્રીજીમહારાજનું સમીપપણું કરવા સારુ શ્રીજીમહારાજના તેજ સાથે એકતા કરવી અને સ્વામી-સેવકપણું તો સાધનકાળમાંથી જ છે, માટે જ્યારે શ્રીજીમહારાજનું દર્શન થાય ત્યારે સ્વામી-સેવકપણું તો અતિ દૃઢ થાય છે, માટે શ્રીજીમહારાજનું સમીપપણું થવા વાસ્તે શ્રીજીમહારાજના તેજ સાથે એકતા કરવી કેમ જે મૂળઅક્ષરાદિકના તેજ અથવા મૂર્તિ સાથે એકતા કરવાથી શ્રીજીમહારાજનું દર્શન થાતું નથી; દર્શન તો જે જેના તેજરૂપ થાય તેનું જ થાય માટે આપણે તો શ્રીજીમહારાજના તેજરૂપ બ્રહ્મ સાથે એકતા કરવી.
પ્ર.૬ (1/3 પહેલા પ્રશ્નમાં) વૈરાજપુરુષને એનો બાપ જે પુરુષ તે જાળવે છે તે બાપ કિયા જાણવા? અને તે કેટલો જાળવે છે?
ઉ.૬ વૈરાજપુરુષની સો વર્ષની આયુષ્ય પૂરી થાય છે ત્યારે તેના કાર્યનો તથા પંચભૂતનો તથા અહંકાર, મહત્તત્વ એ સર્વેનો નાશ થાય છે તે વખતે પ્રધાનપુરુષની સાંજ પડે છે ત્યારે પ્રધાનપુરુષ તે વૈરાજપુરુષને પોતાના લોકમાં રાખે છે. અને સૃષ્ટિ સમે પ્રધાન દ્વારે ઉપજાવે છે ને એના સ્થાનમાં રાખે છે એટલો જાળવે છે.
પ્ર.૭ (1/4 પહેલા પ્રશ્નમાં) મૂળપુરુષને મુક્ત કહ્યા અને બ્રહ્મસુખે સુખિયા કહ્યા તે મુક્ત કોના હશે? ને કિયા બ્રહ્મના સુખે સુખિયા હશે?
ઉ.૭ શ્વેતદ્વીપપતિ વાસુદેવબ્રહ્મના એ મૂળપુરુષ મુક્ત છે અને વાસુદેવબ્રહ્મને સુખે સુખિયા છે તે (લો. 12ના પહેલા પ્રશ્નમાં) નિર્વિકલ્પ નિશ્ચયમાં શ્રીકૃષ્ણ જેવા જાણે તેને કનિષ્ઠ કહ્યા છે અને વાસુદેવની ઉપાસના કરે તેને મધ્યમમાં ગણ્યા છે માટે તે વાસુદેવના મુક્ત છે.
પ્ર.૮ (2/5 બીજા પ્રશ્નમાં) બહુધા શાસ્ત્રમાં પુરુષને જ પુરૂષોત્તમ કહ્યા છે એમ કહ્યું તે શાસ્ત્ર કિયાં જાણવાં?
ઉ.૮ ભાગવત, ગીતા આદિક શાસ્ત્રને વિષે મૂળપુરુષને પુરૂષોત્તમ તથા શ્રીકૃષ્ણ વાસુદેવ નામે કહ્યા છે.
પ્ર.૯ મૂળપુરુષને અક્ષરાત્મક કહ્યા તે કિયા અક્ષરરૂપ કહ્યા હશે?
ઉ.૯ શ્રીજીમહારાજ તથા મૂર્તિમાન મૂળઅક્ષર તથા વાસુદેવબ્રહ્મ તથા મૂળપુરુષ એ સર્વેને પુરૂષોત્તમ કહેવાય છે ને સર્વેના તેજને અક્ષર કહેવાય છે. અને મૂળપુરુષનું આત્મા તે વાસુદેવબ્રહ્મનું તેજ છે તે વાસુદેવબ્રહ્મના તેજને આ ઠેકાણે અક્ષર નામે કહ્યું છે તે મૂળપુરુષનું આત્મા કહેતાં અંતર્યામી છે માટે તેને અક્ષરાત્મક કહ્યા છે.
પ્ર.૧૦ જીવમાં ને વૈરાજપુરુષમાં ભેદ કહ્યો તે ભેદ કિયો જાણવો? અને વૈરાજમાં ને મૂળપુરુષમાં ભેદ કહ્યો તે ભેદ કિયો જાણવો? અને મૂળપુરુષમાં ને શ્રીજીમહારાજમાં ઘણો ભેદ કહ્યો તે કેવી રીતે જાણવો?
ઉ.૧૦ એક જીવનો, બીજો દેવનો, ત્રીજો બ્રહ્મા, વિષ્ણુ, શિવનો ને ચોથો વૈરાજનો આવી રીતે ભેદ છે. અને વૈરાજથી પર ચોવીશ તત્વ તેથી પર અહંકાર તેથી પર મહત્તત્વ તેથી પર પ્રધાનપુરુષ ને તેથી પર મૂળપુરુષ છે એવી રીતે વૈરાજપુરુષ ને મૂળપુરુષની વચ્ચે ચાર ભેદ છે. ને મૂળપુરુષથી પર મહાકાળ, નરનારાયણ, વાસુદેવબ્રહ્મ તેથી પર મૂળઅક્ષરના મુક્ત ને તેથી પર મૂળઅક્ષર ને તેથી પર શ્રીજીમહારાજના મુક્ત ને તેથી પર શ્રીજીમહારાજ છે માટે એવી રીતે મૂળપુરુષની ને શ્રીજીમહારાજની વચ્ચે એવો ઘણો ભેદ છે તેમાં જીવ તથા વૈરાજ તે તો સજાતિ છે, પણ વૈરાજને વિષે સામર્થી વિશેષ છે એટલો જ ભેદ છે અને વૈરાજ જીવ સંજ્ઞામાં છે અને પુરુષ ઈશ્વર છે ને એવા અનંત વૈરાજના ઉપરી છે ને તેથી સામર્થી ઘણી વિશેષ છે ને વૈરાજથી વિજાતિ છે અને પુરુષમાં ને શ્રીજીમહારાજમાં તો એવો અતિશે ઘણો ભેદ છે જે એવા અનંતકોટી પુરુષના ઉપરી વાસુદેવબ્રહ્મ છે ને તે બ્રહ્મ સંજ્ઞામાં છે ને પુરુષનાં કારણ છે ને એવા અનંતકોટી વાસુદેવબ્રહ્મ તેના ઉપરી મૂળઅક્ષર છે તે અક્ષર સંજ્ઞામાં છે ને બ્રહ્મના કારણ છે, અને એવા અનંતકોટી મૂળઅક્ષરના કારણ શ્રીજીમહારાજ છે ને તે પુરૂષોત્તમ છે તેથી પર કોઈ નથી, માટે પુરુષમાં ને પુરૂષોત્તમ જે શ્રી સ્વામિનારાયણ ભગવાન તેમાં ઘણો જ ભેદ છે.
પ્ર.૧૧ શાસ્ત્રના શબ્દને સાંભળીને સમજણમાં ઠા રહેતો નથી એમ કહ્યું તે ઠા કેવી રીતે નહિ રહેતો હોય?
ઉ.૧૧ સર્વોપરી પુરૂષોત્તમ ભગવાન એક શ્રીજીમહારાજ છે પણ શ્રીજીમહારાજ વિના બીજો કોઈ ભગવાન નથી, એવી સમજણ શ્રીજીમહારાજ થકી અથવા મોટા મુક્ત થકી થઈ હોય અને તેવી જ રીતે બીજાં શાસ્ત્રે બીજા અવતારોને સર્વોપરી પુરૂષોત્તમ કહ્યા હોય તેને સાંભળીને સમજણ ફરી જાય તે ઠા ન રહ્યો એમ જાણવું.
|| ——-x——- ||
[/raw]