[raw]
ગઢડા પ્રથમ : ૭૭
સંવત 1876ના દ્વિતીય જ્યેષ્ઠ વદિ અમાવાસ્યાને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં શ્રી વાસુદેવનારાયણના મંદિરની આગળ આથમણે બાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા, અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં, અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી, અને મુનિ માંહોમાંહી પ્રશ્ન-ઉત્તર કરતા હતા, ને પછી એક મુનિએ અણસમજણે કરીને ભગવાનના નિશ્ચયનું બળ લઈને ધર્મને ખોટા જ કરવા માંડ્યા.
પછી શ્રીજીમહારાજ બોલ્યા જે,
પછી સંતે પ્રશ્ન પૂછ્યો જે,
અને અંતકાળે એ ત્રણ અવસ્થા થકી પર ને બ્રહ્મરૂપ એવા પોતાના જીવાત્માને સાક્ષાત્કાર માનતો થકો જે દેહ મૂકે તે તો જેવી ઈશ્વરને સામર્થી હોય તેવી સામર્થી જણાવીને દેહ મૂકે છે ને એમ બ્રહ્મરૂપ થઈને ને સામર્થી જણાવીને દેહ મૂકવો તે ભગવાનના ભક્તને જ થાય છે, પણ બીજા વિમુખ જીવને એમ થાય જ નહિ.(બા.૪)
એવી રીતે કાળે કરીને અંતસમે સારું-નરસું જણાય છે, અથવા અવસ્થાઓને યોગે કરીને સારું-નરસું જણાય છે, અને વિમુખ હોય તેને અંતકાળે જાગ્રત અવસ્થા વર્તતી હોય ને બોલતો બોલતો દેહ મૂકે તેણે કરીને કાંઈ તેનું કલ્યાણ થાતું નથી; વિમુખ તો સારી રીતે દેહ મૂકે અથવા ભૂંડી રીતે દેહ મૂકે પણ નરકે જ જાય, અને ભગવાનનો ભક્ત હોય તે બોલતો બોલતો દેહ મૂકે અથવા ઝંખ્યા જેવું બોલીને દેહ મૂકે, અથવા શૂન્ય મૂન્ય રહીને દેહ મૂકે પણ તેનું કલ્યાણ જ છે, પણ એમાં કાંઈ સંશય નથી, એમ ભગવાનના ભક્તને જાણવું. અને ભગવાનનો ભક્ત હોય તેને અંતસમે સ્વપ્નાદિકને યોગે કરીને ઉપરથી પીડા જેવું જણાતું હોય પણ એને અંતરમાં તો ભગવાનને પ્રતાપે કરીને અતિ આનંદ વર્તતો હોય માટે નક્કી હરિભક્ત હોય ને અંતસમે લાવાં ઝંખાં કરતો થકો દેહ મૂકે પણ એના કલ્યાણમાં લેશ માત્ર સંશય રાખવો નહિ.(બા.૫)
ઇતિ વચનામૃતમ્ || 77 ||
રહસ્યાર્થ પ્રદી. — આમાં પ્રશ્ન (૨) છે. તેમાં પહેલું કૃપાવાક્ય છે તેમાં શ્રીજીમહારાજે કહ્યું છે જે, અમારો આશરો ને નિશ્ચય હોય તેમાં અમારા કલ્યાણકારી ગુણ ને સાધુનાં બત્રીશ લક્ષણ આવે છે. (1) અને જે પંચ વર્તમાનને મૂકીને જ્ઞાન-ભક્તિનું બળ લે તે ગુરુદ્રોહી, વચનદ્રોહી ને અસુર છે તેની વાત ન માનવી. (2) બીજામાં કાળે કરીને, અવસ્થાએ કરીને અંતસમે સારું-નરસું જણાય છે. (3) અને બ્રહ્મરૂપ થઈને ને સામર્થી જણાવીને તો અમારો ભક્ત જ દેહ મૂકે. (4) ને વિમુખ સારી રીતે દેહ મૂકે તો ય નરકે જાય ને અમારો ભક્ત શૂન્ય મૂન્ય રહીને દેહ મૂકે, તો પણ કલ્યાણ જ થાય. (5) બાબતો છે.
પ્ર.૧ પહેલા પ્રશ્નમાં અમારે આશરે કરીને કલ્યાણકારી ગુણ આવે છે એમ કહ્યું અને (પ્ર. 62ના પહેલા પ્રશ્નમાં) અમારા નિશ્ચયે કરીને જ કલ્યાણકારી ગુણ આવે છે એમ શ્રીજીમહારાજે કહ્યું છે તે કેમ સમજવું?
ઉ.૧ નિશ્ચયમાં ને આશરામાં સરખી ગૌરવતા છે, માટે કલ્યાણકારી ગુણ એ બેય વતે આવે છે તે આમાં આ પ્રશ્નમાં જ શ્રીજીમહારાજે કહ્યું છે જે, અમારો નિશ્ચય હોય તેમાં અમારા કલ્યાણકારી ગુણ જરૂર આવે અને સાધુનાં લક્ષણ પણ એ બેયથી આવે છે.
પ્ર.૨ જે આશરે કરીને શ્રીજીમહારાજના કલ્યાણકારી ગુણ આવે તે આશરાનું શું રૂપ છે?
ઉ.૨ શ્રીજીમહારાજ વિના બીજા કોઈને કર્તા જાણે નહિ; એક શ્રીજીમહારાજને જ સર્વ કર્તા ને સર્વેના સુખદાતા જાણે અને શ્રીજીમહારાજની મૂર્તિના સુખ વિના બીજું કાંઈ સુખ કે ઐશ્વર્ય તેને ઇચ્છે જ નહિ ને જેમ શ્રીજીમહારાજની મરજી હોય તેમ જ વર્તે તે આશરો કહેવાય.
પ્ર.૩ સાધુનાં બત્રીશ લક્ષણ કહ્યાં તે કિયાં જાણવાં?
ઉ.૩ કૃપાળુ = પર દુ:ખને સહન નહિ કરનારા. (1) અકૃતદ્રોહ = સર્વ પ્રાણીમાં કોઈનો દ્રોહ નહિ કરનારા. (2) તિતિક્ષુ = ક્ષમાવાન. (3) સત્ય = સત્ય એ જ છે સાર (બળ) જેને. (4) અનવદ્યાત્મા = અસૂયાદિ દોષે રહિત. (5) સમ = સ્વ-પરમાં સમદૃષ્ટિવાળા. (6) સર્વોપકારક = સર્વને ઉપકાર કરનારા. (7) કામૈરહતધી = વિષયને વિષે ક્ષોભ નહિ પામનારા. (8) દાન્ત = શ્રોત્ર, ત્વક્, ચક્ષુ, રસના, ઘ્રાણ એ જ્ઞાન ઇંદ્રિયો તથા વાક્, પાણિ, પાદ, પાયુ ને ઉપસ્થ એ કર્મ ઇંદ્રિયો તેને શ્રીજીમહારાજની આજ્ઞામાં યથાર્થ વર્તાવનારા. (9) મૃદુ = કોમળ ચિત્તવાળા. (10) શુચિ = બાહ્ય શૌચ જે સ્નાનાદિક ક્રિયા કરવી તથા સ્પર્શ કરવા યોગ્ય નહિ તેના સ્પર્શે રહિત અને અંતરમાં શ્રીજીમહારાજની આજ્ઞા વિરુદ્ધ સંકલ્પે રહિત થઈને મૂર્તિનું ચિંતવન કરનારા. (11) અકિંચન = ધનાદિક પરિગ્રહ રહિત (ધન જે સુવર્ણ, રૂપું, તામ્ર, મુદ્રા તથા નોટ આદિક દ્રવ્યનો સંગ્રહ કરનાર-કરાવનાર નહિ એવા). (12) અનીહ = નહિ કરવા યોગ્ય એવી શ્રીજીમહારાજની આજ્ઞા વિરુદ્ધ ક્રિયા તેને નહિ કરનારા. (13) મિતભુક્ = ઉદરના ચાર વિભાગપૂર્વક બે ભાગ અન્ને કરીને પૂર્ણ કરનારા અને એક ભાગ જળે કરીને પૂર્ણ કરનારા અને એક ભાગ વાયુ પ્રચારને અર્થે ખાલી રાખીને એક જ વાર જમનારા. (14) શાંત = મન, બુદ્ધિ, ચિત્ત ને અહંકાર એ અંત:કરણોને શ્રીજીમહારાજની આજ્ઞામાં વર્તાવનારા. (15) સ્થિર = ત્યાગી-ગૃહી પોતપોતાના આશ્રમના ધર્મ પ્રમાણે યથાર્થ વર્તનારા. (16) મચ્છરણ = સાક્ષાત્ સ્વામિનારાયણ ભગવાન જે અમે તે અમે જ છીએ રક્ષણ કરનાર ને પ્રાપ્ય તે જેને. (17) મુનિ = શ્રીજીમહારાજની મૂર્તિનું મનન કરનારા. (18) અપ્રમત્ત = સ્થૂળ, સૂક્ષ્મ દેહે કરીને પાળવાના જે ધર્મ તેને પાળવામાં તત્પર. (19) ગંભીરાત્મા = જેનો અભિપ્રાય જાણી ન શકાય તેવા. (20) ધૃતિમાન્ = આપત્કાળમાં પણ ધર્મનો ત્યાગ નહિ કરનારા. (21) જીતષડ્ગુણ = ભૂખ-તરસ, શોક-મોહ, જરા-મૃત્યુ તે જીત્યા છે જેણે એવા. (22) અમાની = માનની ઇચ્છાએ રહિત. (23) માનદ = બીજાને માન આપનારા. (24) કલ્પ = બીજાને વિષયની આસક્તિ ટળાવીને મોક્ષને માર્ગે ચલાવવારૂપી જ્ઞાનબોધ દેવામાં સમર્થ. (25) મૈત્ર = કોઈને ઠગનારા નહિ. (26) કારુણિક = ભવાબ્ધિમાં બૂડેલા જીવોના દુ:ખની નિવૃત્તિ કરવારૂપી કૃપાએ કરીને છે વિચરણ જેનું. (27) કવિ = જીવ, માયા, ઈશ્વર, બ્રહ્મ, અક્ષર તથા પરબ્રહ્મ જે શ્રીજીમહારાજ તેમના સ્વરૂપને યથાર્થ જાણનારા. (28) સત્તમ = અમે ઉપદેશ કરેલા આત્મનિષ્ઠારૂપ ગુણ જે પોતાના આત્માને અમારા તેજરૂપ બ્રહ્મને વિષે એકતા કરીને, તેને વિષે અમારી મૂર્તિને ધારીને આત્માનો તથા અમારો સાક્ષાત્કાર કરવો અને દોષ જે દેહાભિમાન તેને જાણીને સર્વ ધર્મના ફળનો ત્યાગ કરીને અમને નિષ્કામ ભાવે ભજે તે ઉત્તમ સાધુ છે. (સાધુનું ઉત્તમ લક્ષણ છે). (29) ભક્તતમ = અમને ક્ષર જે મૂળમાયાપર્યંત અને અક્ષર જે મૂળઅક્ષરપર્યંત સર્વના નિયંતા, સર્વ કારણના કારણ, સર્વાંતર્યામી, સર્વકર્તા, સર્વના સુખદાતા, સર્વ સુખમયમૂર્તિ, અતિશે તેજસ્વી અને સૌશિલ્ય, વાત્સલ્યાદિ સ્વભાવ યુક્ત તથા અનંત ઐશ્વર્ય સંપન્ન જાણીને અનન્ય ભાવથી અમારી મૂર્તિમાં લુબ્ધ થઈને, અમારા સુખને અનુભવે તે અતિ ઉત્તમ ભક્ત, કહેતાં સાધુ છે. (તે સાધુનું અતિ ઉત્તમ લક્ષણ છે). (30) અજાતશત્રુ = નથી ઉત્પન્ન થયો શત્રુ જેને. (31) સાધુભૂશણ = શીળ જે બ્રહ્મચર્ય તે જ છે ભૂષણ જેને (અષ્ટ પ્રકારનું બ્રહ્મચર્ય તેને પાળનારા). (32) આ બત્રીશ લક્ષણે યુક્ત હોય તે અમારા સંત કહેવાય એમ શ્રીજીમહારાજે કહ્યું છે.
|| ——-x——- ||
[/raw]