Gadhada Pratham 74

[raw]

ગઢડા પ્રથમ : ૭૪

સંવત 1876ના વૈશાખ સુદિ 11 એકાદશીને દિવસ સવારમાં સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં શ્રી વાસુદેવનારાયણના મંદિરની આગળ લીંબડાના વૃક્ષની હેઠે ઓટા ઉપર ઢોલિયો બિછાવ્યો હતો તે ઉપર વિરાજમાન હતા, અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં, ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે,

પછી મુક્તાનંદ સ્વામી બોલ્યા જે, ભગવાનના ભક્તનો પક્ષ તો હૈયામાં રહે છે ખરો તે પણ સમજીને રહે છે જે, જો સત્સંગનું ઉત્કૃષ્ટપણું હોય તો ઘણા જીવોને સમાસ થાય અને જ્યારે કાંઈ સત્સંગનું અપમાન જેવું હોય ત્યારે કોઈ જીવને સમાસ થાય નહિ, એટલા માટે હર્ષ-શોક જેવું થઈ આવે છે.

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે,

ઇતિ વચનામૃતમ્ || 74 ||

રહસ્યાર્થ પ્રદી. — આમાં કૃપાવાક્ય (૨) છે. તેમાં પહેલામાં સંપત્ મળવાથી વૈરાગ્ય કળાય છે અને આપત્કાળથી સમજણ કળાય છે. (1) બીજામાં અમારી ઇચ્છાથી સત્સંગનું ઉત્કૃષ્ટપણું થાય અથવા ગૌણપણું જણાય અથવા પોતાને માન-અપમાન થાય તેમાં રાજી રહેવું. (2) અને અમારી મૂર્તિ વિના બીજે ક્યાંય પ્રીતિ રાખવી નહિ. (3) અને અમારે તપની રુચિ છે અને તમે અમારા દાસ છો માટે તમારે પણ તપની રુચિ વિશેષ રાખવી. (4) અને અમે કાંઈક અંગીકાર કરીએ છીએ તે ભક્તની ભક્તિ જાણીને કરીએ છીએ. (5) અને બીજા અવતાર કરતાં અમે અત્યંત ત્યાગી છીએ ને જીવોના કલ્યાણને અર્થે અમે તપ કરીએ છીએ માટે અમારા આશ્રિતો સર્વેને ત્યાગ વિશેષ રાખવો. અને અમારે આધીન રહીને અમારું ભજન કરવું, એમ શ્રીજીમહારાજે કહ્યું છે. (6) બાબતો છે.

|| ——-x——- ||

[/raw]



Leave a Reply