Gadhada Madhya 33

[raw]

ગઢડા મધ્ય : ૩૩

સંવત 1880ના શ્રાવણ વદિ 13 તેરશને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં પોતાને ઉતારે ઢોલિયા ઉપર ગાદી-તકિયા નખાવીને વિરાજમાન હતા, ને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં, અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.

પછી શ્રીજીમહારાજ સર્વે સંત તથા સર્વે હરિભક્ત પ્રત્યે એમ બોલતા હવા જે,

પછી હરજી ઠક્કરે પ્રશ્ન પૂછ્યો જે,

ઇતિ વચનામૃતમ્ || 33 || (166)

રહસ્યાર્થ પ્રદી. — આમાં પ્રશ્ન (૨) છે. તેમાં પહેલું કૃપાવાક્ય છે, તેમાં શ્રીજીમહારાજે કહ્યું છે જે, અમારા ભક્તોએ અમારા વિના બીજે હેત ને સ્મૃતિ ન રાખવાં અને અમારા ભક્તનો અભાવ આવવા દેવો નહિ ને વિષયનો ત્યાગ કરવો. (1) અને નિષ્કામી વર્તમાન દૃઢ હોય તે જ અમને વહાલો છે ને અમે તેના ભેળા જ છીએ ને તેની જ સેવા ગમે છે ને વર્તમાન દૃઢ ન હોય તેના ઉપર કુરાજી છીએ ને તેની સેવા ગમતી નથી અને સત્સંગમાં કોઈ સ્ત્રી વા પુરુષને નિષ્કામી વર્તમાનમાં ફેર પડે તો અમને સંભળાવશો નહિ અર્થાત્ અમને સંભળાવ્યા વિના જ તેને સત્સંગ બહાર કાઢી મૂકજ્યો એમ સૂચવ્યું છે. તે (પ્ર. 18/3માં) કુપાત્રને સત્સંગ બહાર કાઢી મેલવો એમ આજ્ઞા આપી છે. (2) બીજામાં નિષ્કામી વર્તમાન દૃઢ કરવાના ઉપાય બતાવ્યા છે જે, અમારી કથા-કીર્તનાદિક ભક્તિએ કરીને મનને વશ કરવું અને આહાર નિયમમાં કરીને પ્રાણને નિયમમાં કરવો અને નિયમમાં વર્તીને દેહને નિયમમાં કરવો, એ ત્રણ ઉપાયે નિષ્કામ વર્તમાન દૃઢ થાય છે અને સ્વભાવ ટાળવાનો અભ્યાસ રાખે તો તે નાશ થઈ જાય છે. (3) બાબતો છે.

|| ——-x——- ||

[/raw]



Leave a Reply