[raw]
અમદાવાદ : ૪
સંવત 1882ના ફાગણ વદિ 3 તૃતીયાને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી અમદાવાદ મધ્યે શ્રી નરનારાયણના મંદિરને સન્મુખ વેદિકા ઉપર ગાદી-તકિયો તેણે યુક્ત જે ઢોલિયો તે ઉપર વિરાજમાન હતા, ને મસ્તક ઉપર ગુલાબી રંગની પાઘ વિરાજમાન હતી, અને તે પાઘને વિષે ગુલાબના તોરા ઝૂકી રહ્યા હતા, ને શ્રવણ ઉપર ગુલાબના ગુચ્છ ખોસ્યા હતા, ને ગુલાબના અગણિત હાર તે કોટને વિષે વિરાજમાન હતા, અને બાજુબંધ બાંયે ગુલાબના બાંધ્યા હતા, ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
પછી શ્રીજીમહારાજ મુનિમંડળ તથા હરિભક્ત પ્રત્યે એમ બોલ્યા જે,
ઇતિ વચનામૃતમ્ || 4 || (224)
રહસ્યાર્થ પ્રદી. — આમાં કૃપાવાક્ય (૧) છે. તેમાં શ્રીજીમહારાજે કહ્યું છે કે અમે અજન્મા, અજર, અમર ને માયાને આવરણે રહિત ને મૂર્તિમાન છીએ ને સર્વના આધાર ને સ્વામી છીએ અને નટની પેઠે મનુષ્ય રૂપે દેખાઈએ છીએ. (1) અને શ્રી નરનારાયણ જે અમે તે અમે પ્રથમ ધર્મદેવ થકી મૂર્તિને વિષે પ્રગટ થઈને બદરિકાશ્રમમાં તપ કરીએ છીએ અને મચ્છ, કચ્છ, રામકૃષ્ણાદિક રૂપને ગ્રહણ કરીને જીવોના દેહાભિમાનનો ત્યાગ કરાવીને બ્રહ્મ અભિમાન ગ્રહણ કરાવીને અન્ય જીવોની પેઠે દેહનો ત્યાગ કરીએ છીએ જેમ નૃસિંહજી, ઋષભદેવ તથા શ્રીકૃષ્ણ ભગવાને દેહનો ત્યાગ કર્યો તેમ, અને એવાં અમારાં ચરિત્રને વિષે નાસ્તિક અને અભક્તની મતિ ભ્રમી જાય છે, ને અમારા ભક્ત મોહ નથી પામતા. અને શ્રી પુરૂષોત્તમ નરનારાયણ જે અમે તે અમે સર્વના કારણ છીએ અને અનેકરૂપે દર્શન આપીને અદૃશ્ય થઈએ છીએ ને અમારે વિષે મરણભાવ કલ્પે તેને ચોરાશી ને યમપુરીના દુ:ખનો અંત નથી આવતો. (2) અને અમને અજર, અમર જાણે તે ચોરાશી ને કર્મથી મુકાય છે. માટે આગળ થયા જે અવતાર અને હમણાં આ પ્રગટ પ્રમાણ જે અમે ને આગળ થશે જે અવતાર તે સર્વેમાં મરણભાવ પરઠશો નહિ. (3) બાબતો છે.
પ્ર.૧ શ્રીજીમહારાજને સ્વપ્રકાશ કહ્યા તે સ્વપ્રકાશ કેવી રીતે જાણવા?
ઉ.૧ સ્વપ્રકાશ એટલે બીજા કોઈનો આપેલો પ્રકાશ નહિ, પોતાને જ પ્રકાશે પ્રકાશમાન છે, માટે સ્વપ્રકાશ કહ્યા છે.
પ્ર.૨ આમાં શ્રીજીમહારાજને બ્રહ્મ ને અક્ષર કહ્યા અને (પ્ર. 39,42, 50 તથા વ. 13ના બીજા પ્રશ્નમાં) બ્રહ્મ કહ્યા છે. અને (પં. 2માં) અક્ષર કહ્યા છે અને કેટલાંક વચનામૃતોમાં પરબ્રહ્મ તથા અક્ષરાતીત કહ્યા છે તે કેવી રીતે સમજવું?
ઉ.૨ જે સર્વથી અતિશે મોટા હોય તે બ્રહ્મ કહેવાય, અને જે ન ક્ષરે તેમને તથા જે મૂર્તિથી જુદા ન પડે તે સર્વને તથા ચૈતન્ય વર્ગ સર્વને અક્ષર કહેવાય તે શ્રીજીમહારાજ જેવા અક્ષર બીજા કોઈ નથી, માટે શ્રીજીમહારાજને અક્ષર કહ્યા છે. અને શ્રી ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી, શતાનંદ સ્વામી આદિ સર્વ અનાદિમુક્ત છે તે શ્રીજીમહારાજની મૂર્તિમાં સદાય રહ્યા છે, પણ જુદા પડતા જ નથી, માટે તેમને પણ અક્ષર કહેવાય છે, પણ જે સૃષ્ટિકર્તા મૂળઅક્ષર છે તે તો અનાદિ તથા પરમ એકાંતિકથી ન્યૂન છે અને ગોપાળાનંદ સ્વામી આદિકને મૂળઅક્ષરની ઉપમા આપી હોય તે તો શાસ્ત્રમાં તેની મોટપ હોય તેથી તેની ઉપમા આપી છે, પણ અનાદિમુક્ત જેવા અક્ષર બીજા કોઈ કહેવાય નહિ અને બ્રહ્મ તથા અક્ષરથી પર છે માટે પરબ્રહ્મ તથા અક્ષરાતીત કહ્યા છે.
પ્ર.૩ બદરિકાશ્રમમાં તો નરનારાયણ કલ્પ કલ્પ પ્રત્યે આવીને તપ કરે છે અને પ્રથમ પ્રગટ થઈને બદરિકાશ્રમમાં તપ કરે છે એમ બીજી બાબતમાં કેમ કહ્યું હશે?
ઉ.૩ આ બ્રહ્માંડમાં શ્રીજીમહારાજ પ્રથમ પ્રગટ થયા છે તેથી પ્રથમ ધર્મદેવ ને મૂર્તિ જે ભક્તિ તે થકી પ્રગટ થઈને તપ કરે છે એમ કહ્યું છે, અને મુમુક્ષુ જીવોના કલ્યાણને અર્થે વનમાં વિચર્યા ને તપ કર્યું તે તપ કહ્યું છે, અને આ લોકને વિષે પોતાના ભક્તોને દર્શન-સ્પર્શાદિકનું સુખ આપવા સારુ ઊંઘ-ઉજાગરો, ભૂખ-તરસ, ટાઢ-તડકાને સહન કરીને દેશ, વિદેશમાં વિચરતા હતા માટે તપ કરે છે એમ કહ્યું છે. અને જેમ પોતાને નરનારાયણ નામે કહ્યા છે તેમ વનને બદરિકાશ્રમ નામે કહ્યું છે, પણ જે બદરિકાશ્રમમાં તપ કરે છે તે નરનારાયણ અને શ્રીજીમહારાજ તો જુદા છે ને સર્વના કારણ ને અવતારી છે તે એ જ બાબતમાં અમે મચ્છ, કચ્છ, રામકૃષ્ણાદિક અવતારોનું ગ્રહણ કરીએ છીએ એમ કહ્યું છે.
|| ——-x——- ||
[/raw]