[raw]
ગઢડા પ્રથમ : ૭
સંવત 1876ના માગશર સુદિ 10 દશમીને દિવસ શ્રીજીમહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં વિરાજમાન હતા, અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં, ને પોતાના મુખારવિંદની આગળ સાધુ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
પછી શ્રીજીમહારાજ બોલ્યા જે,
ઇતિ વચનામૃતમ્ || 7 ||
રહસ્યાર્થ પ્રદી.— આમાં કૃપાવાક્ય (૧) છે. તેમાં શ્રીજીમહારાજે જીવકોટી, ઈશ્વરકોટી અને અક્ષરકોટીનું તથા પોતાનું વાચ્યાર્થ એટલે અન્વયપણું અને લક્ષ્યાર્થ એટલે વ્યતિરેકપણું કહ્યું છે અને પોતાને રહેવાનું પોતાની કિરણોના મધ્યને વિષે બ્રહ્મજ્યોતિ રૂપ ધામ છે તેને જીવકોટી, ઈશ્વરકોટી તથા અક્ષરકોટીથી પર કહ્યું છે. (1) અને પાંચ ભેદ અનાદિ કહ્યા છે. (2) બાબતો છે.
પ્ર.૧ પહેલી બાબતમાં જીવ, ઈશ્વર ને અક્ષરબ્રહ્મ કહ્યા તે કોને કોને જાણવા?
ઉ.૧ (છે. 10માં) જે મૂળમાયામાં રહ્યા છે તે સર્વેને જીવ કહ્યા છે માટે પ્રધાનપુરુષ સુધી જીવકોટી છે પણ આ ઠેકાણે વૈરાજથી ઉત્પન્ન થયા તે સર્વેને જીવ કહ્યા છે પણ વાસ્તવિક રીતે તો મૂળમાયાની અંદર જે રહ્યા છે તે સર્વે જીવ કહેવાય. અને ઈશ્વર પણ એ જ વચનામૃતમાં મૂળપુરુષને કહ્યા છે, પરંતુ આ ઠેકાણે વૈરાજપુરુષને ઈશ્વર કહ્યા છે પણ વાસ્તવિક રીતે ઈશ્વર તો મૂળપુરુષ છે. અને મૂર્તિમાન મૂળઅક્ષરને આ ઠેકાણે અક્ષરબ્રહ્મ કહ્યા છે. અને શ્રીજીમહારાજે પોતાને શ્રીકૃષ્ણ નામે કહ્યા છે.
પ્ર.૨ આમાં શ્રીજીમહારાજે વૈરાજથી પર પાધરા જ અક્ષરબ્રહ્મને કહ્યા છે ને તેના વચમાં પ્રધાનપુરુષ તથા પ્રકૃતિપુરુષને ગણ્યા નથી તેથી કરીને પ્રધાનના અધિષ્ઠાતા પુરુષને જ અક્ષરબ્રહ્મ સમજાય છે અને પ્રધાન-પ્રકૃતિને જ માયા સમજાય છે ને મૂળપુરુષને શ્રીકૃષ્ણ સમજાય છે ને ગોલોક પણ મૂળપુરુષનું ધામ સમજાય છે ને બ્રહ્મજ્યોતિ તે મૂળપુરુષનો પ્રકાશ સમજાય છે અને તમે તો મૂળમાયાને માયા કહો છો ને તેથી પર મૂળપુરુષને તથા વાસુદેવબ્રહ્મને મૂકીને મૂળઅક્ષરને અક્ષરબ્રહ્મ કહો છો અને શ્રીજીમહારાજને શ્રીકૃષ્ણ કહો છો, તે કાંઈ સમજાતું નથી માટે કૃપા કરીને સમજાવો.
ઉ.૨ શ્રીજીમહારાજે કહ્યું જે, અધ્યાત્મ વાર્તા કોઈને સમજાતી નથી એનો અર્થ એવો છે જે કોઈને એટલે અમે ને અમારા મુક્ત વિના કોઈને સમજાતી નથી અને બીજું સર્વેને સાંભળવાનું કહ્યું છે તેનો અર્થ એવો છે કે અક્ષરાદિક સર્વે અવતારોને પણ સાંભળવાનું કહ્યું, માટે શ્રીજીમહારાજે પોતાનો સિદ્ધાંત કહ્યો છે પણ પરોક્ષ શાસ્ત્રનો સિદ્ધાંત નથી કહ્યો કેમ જે પરોક્ષ શાસ્ત્રનો સિદ્ધાંત તો શાસ્ત્રોના કરનારા જાણે છે જ; તે સિદ્ધાંત કહેવાનું કાંઈ પ્રયોજન નથી, અને કોઈ વચનામૃતમાં પ્રધાનપ્રકૃતિને મૂળમાયા કહી નથી ને તેના પતિ પુરુષને અક્ષર કહ્યા નથી; પ્રધાનપુરુષને તો (પ્ર. 12ના બીજા પ્રશ્નમાં) મૂળમાયામાંથી ઉત્પન્ન થયા છે એમ કહ્યું છે અને મૂળમાયાને ક્ષેત્ર કહી છે અને (છે. 10માં) મૂળમાયાને પૃથ્વીને ઠેકાણે કહી છે અને પ્રધાનપુરુષાદિક સર્વેને બીજને ઠેકાણે એટલે જીવ કહ્યા છે ને મૂળપુરુષને ઈશ્વર કહ્યા છે ને મેઘને ઠેકાણે કહ્યા છે, માટે માયામાંથી ઉત્પન્ન થાય ને માયામાં લીન થાય તે તો જીવ જ કહેવાય પણ ઈશ્વર કહેવાય નહિ, તો બ્રહ્મ કે અક્ષર તો કહેવાય જ કેમ? માટે શ્રીજીમહારાજે આ વચનામૃતમાં વૈરાજથી લઈને મૂળપુરુષ સુધી ઈશ્વરમાં ગણ્યા છે, અને મૂળમાયાને જ માયા કહી છે ને મૂળઅક્ષરને જ અક્ષરબ્રહ્મ કહ્યા છે અને પોતાના તેજની કિરણોને જ ગોલોક નામે કહેલ છે ને પોતાના તેજને જ બ્રહ્મજ્યોતિ કહેલ છે ને પોતાને જ શ્રીકૃષ્ણ નામે કહ્યા છે.
પ્ર.૩ પરથારાની પહેલી બાબતમાં ગોલોકના મધ્યને વિષે અક્ષરધામ કહ્યું છે અને આમાં તો ગોલોકને જ ધામ કહ્યું તે પરસ્પર વિરોધ આવ્યો તે કેમ સમજવું?
ઉ.૩ ધામ શબ્દ ઘણે ઠેકાણે પ્રવર્તે છે. બ્રહ્મજ્યોતિની કિરણોને અને બ્રહ્મજ્યોતિને અને શ્રીજીમહારાજની મૂર્તિને અને મૂળઅક્ષર એ સર્વેને ધામ કહેવાય છે.
પ્ર.૪ શ્રીજીમહારાજને તથા મૂળઅક્ષરને કિયા કિયા વચનામૃતોમાં ધામ નામે કહ્યા છે?
ઉ.૪ (પં. 7/1માં) શ્રીજીમહારાજે પોતાને ધામ નામે કહ્યા છે. (પ્ર. 51 તથા 63ના 3/3 ત્રીજા પ્રશ્નમાં) તથા (સા. 17માં) મૂળઅક્ષરને ધામ નામે કહ્યા છે, અને પરથારાની પહેલી બાબતમાં પોતાનો પ્રકાશ જે બ્રહ્મજ્યોતિ તેને ધામ નામે કહેલ છે અને આ ઠેકાણે બ્રહ્મજ્યોતિની કિરણોને ધામ નામે કહેલ છે.
પ્ર.૫ આમાં અક્ષરબ્રહ્મને સાકાર કહ્યા ને તેથી પર ગોલોક ધામને વિષે બ્રહ્મજ્યોતિ છે તેમાં અમે રહ્યા છીએ એમ કહ્યું, અને પરથારાના બીજા પ્રશ્નોત્તરમાં (મ. પ0ની) સાખ્ય આપી છે, તેમાં શ્રીજીમહારાજની મૂર્તિના પ્રકાશને અક્ષરબ્રહ્મ કહ્યા છે માટે તે સાકાર અક્ષરબ્રહ્મ કોને જાણવા? અને નિરાકાર અક્ષરબ્રહ્મ કોને જાણવા?
ઉ.૫ આમાં અધિકારીવર્ગવાળા મૂળઅક્ષરને સાકાર અક્ષરબ્રહ્મ કહ્યા છે અને પરથારાના બીજા પ્રશ્નોત્તરમાં શ્રીજીમહારાજની મૂર્તિના પ્રકાશને અક્ષરબ્રહ્મ કહ્યા છે અને સાકાર અક્ષરબ્રહ્મને (પ્ર. 64/1માં) અક્ષર નામે કહ્યા છે ને નિરાકાર અક્ષરબ્રહ્મને આત્મા નામે કહ્યા છે ને સાકાર મૂળઅક્ષરના દૃષ્ટા કહ્યા છે. ને સાકાર મૂળઅક્ષરને તે આત્માના દૃશ્ય કહ્યા છે, તથા (કા. 8/1માં) સાકાર મૂળઅક્ષરને અક્ષર કહ્યા છે અને નિરાકાર અક્ષરબ્રહ્મને તે સાકાર મૂળઅક્ષરબ્રહ્મના આત્મા કહ્યા છે.
પ્ર.૬ કયા કયા વચનામૃતોમાંથી સાકાર અક્ષરબ્રહ્મને સમજવા? અને કયા કયામાંથી સાકાર અક્ષરબ્રહ્મથી પર ને તેના કારણ, આધાર, વ્યાપક, નિયંતા, દૃષ્ટા ને આત્મા એવા જે શ્રીજીમહારાજના તેજરૂપ બ્રહ્મજ્યોતિ જે અક્ષરબ્રહ્મ તેને સમજવા?
ઉ.૬ (પ્ર. 7/1માં) શ્રીજીમહારાજ અક્ષરબ્રહ્મને વિષે અન્વયપણે રહ્યા છે એમ કહ્યું છે તે અક્ષરબ્રહ્મ સાકાર જાણવા. (પ્ર. 21/7માં) એ અક્ષર બીજે રૂપે કરીને પુરૂષોત્તમની સેવામાં રહે છે એમ કહ્યું છે તે શ્રીજીમહારાજના પ્રકાશરૂપ નિરાકાર અક્ષરધામ છે તે મૂળઅક્ષરમાં વ્યાપીને તે મૂળઅક્ષરદ્વારે સૃષ્ટિ કરાવે છે તે સૃષ્ટિકર્તા મૂળઅક્ષર તે નિરાકાર અક્ષરનું બીજું સ્વરૂપ છે અને તે સાકાર છે. (33ના પહેલા પ્રશ્નમાં) શ્રીજીમહારાજ અક્ષરરૂપે વર્તે છે એમ કહ્યું છે. (41માં) શ્રીજીમહારાજ અંતર્યામીરૂપે રહ્યા છે. (63ના 3/3 ત્રીજા પ્રશ્નમાં) અક્ષરધામ નામે કહ્યા છે. (64માં) અક્ષર કહ્યા છે, (72ના 2/3 બીજા પ્રશ્નમાં) અક્ષર કહ્યા છે. અને ચોથી બાબતમાં “અક્ષરબ્રહ્મના આત્મા છે. અને તે અક્ષરને પોતાની શક્તિએ કરીને ધરી રહ્યા છે ને તે અક્ષરથી ન્યારા છે.” તે અક્ષર સાકાર જાણવા. (સા. 5ના 2/3 બીજા પ્રશ્નમાં) શ્રીજીમહારાજ અન્વયપણે રહ્યા છે.(કા. 8/1માં) “નિર્ગુણ સ્વરૂપ અક્ષરનું આત્મા છે.” (10ના 1/4 પહેલા પ્રશ્નમાં) “અક્ષર જેવો થાય” એમ કહ્યું છે. (લો. 4ના 2/6 બીજા પ્રશ્નમાં) અમારા જેવો થવાને અક્ષરપર્યંત કોઈ સમર્થ નથી. (7ના 3/8 ત્રીજા પ્રશ્નમાં) અક્ષરથી પર શ્રીજીમહારાજને કહ્યા છે. (10ના 6/8 છઠ્ઠા પ્રશ્નમાં) અમે અક્ષરના આત્મા છીએ. (13ના બીજા પ્રશ્નમાં) “અક્ષરને પણ ભગવાન ન કહેવાય.” (15ના પાંચમા પ્રશ્નમાં) અક્ષર કહ્યા છે. (17ના 5/7 પાંચમા પ્રશ્નમાં) અક્ષરને શ્રીજીમહારાજે પોતાની શક્તિ કહી છે. (18/2માં) અક્ષરનો ભાવ અમારે વિષે આવે એમ કહ્યું છે. (અ. 4/1માં) અક્ષરાદિક મુક્તના નિયંતા છીએ. (5ના પહેલા પ્રશ્નમાં) “અક્ષરાદિક મુક્તને નિયમમાં રાખવા સમર્થ છે,” (6ના 2/3 બીજા પ્રશ્નમાં) “અક્ષરાદિકના સ્વામી ને પરબ્રહ્મ પુરૂષોત્તમ તે જ આ સત્સંગને વિષે વિરાજમાન છે,” (પ્ર. 51 તથા 63ના 3/3 ત્રીજા પ્રશ્નમાં તથા સા. 17/1 એ ત્રણમાં) અક્ષરધામ નામે કહ્યા છે. એ વચનામૃતોમાં સાકાર અક્ષરબ્રહ્મ સમજવા. (1)
હવે સાકાર અક્ષરબ્રહ્મથી પર ને એનું આત્મા, આધાર, વ્યાપક ને દૃષ્ટા જે શ્રીજીમહારાજની મૂર્તિના તેજરૂપ નિરાકાર અક્ષરધામ જે બ્રહ્મજ્યોતિરૂપ અક્ષરબ્રહ્મ જેમાં કહેલ છે, તે વચનામૃતો લખીએ છીએ. પરથારાની પહેલી બાબતમાં સચ્ચિદાનંદ, બ્રહ્મપુર, અમૃતધામ, પરમપદ, અનંત, અપાર, બ્રહ્મ, ચિદાકાશ એ નામે કહેલ છે; (પ્ર. 1ના ત્રીજા પ્રશ્નમાં) ભગવાનનું ધામ કહ્યું છે, (7/1માં) બ્રહ્મજ્યોતિ નામે કહેલ છે, (8ના 2/4 બીજા પ્રશ્નમાં) “જીવને ભગવાનના ધામમાં પહોંચાડવો તે અમને આવડે છે.” (9/2માં) “પોતાના ધામને વિષે ઐશ્વર્ય તથા મૂર્તિઓ દેખાડે છે,” (12ના ત્રીજા પ્રશ્નમાં) “તેજોમય ભગવાનનું ધામ તેને પામે છે,” (18/4માં) “મુક્ત થઈને ધામમાં જાશો,” (21/6માં) “અર્ચિ માર્ગે કરીને અક્ષરધામને પામે છે” તથા (સાતમી બાબતમાં) “નિરાકાર એકરસ ચૈતન્ય છે તેને ચિદાકાશ કહીએ; બ્રહ્મમોહોલ કહીએ” તથા અક્ષર તથા અક્ષરધામ નામે કહ્યું છે તથા (આઠમી બાબતમાં) અક્ષરધામ તથા અક્ષર નામે કહેલ છે, (31ના 2/3 બીજા પ્રશ્નમાં ) “અક્ષરાતીત એવા જે ભગવાન પુરૂષોત્તમ તે મને પ્રત્યક્ષ મળ્યા છે,” (37/5માં ) “ભગવાનના ધામમાં ચૈતન્યની જ મૂર્તિ થઈને ભગવાનની હજૂરમાં રહે છે,” (40ના પહેલા પ્રશ્નમાં) “અક્ષરબ્રહ્મના સાર્ધમ્યપણાને પામીને મૂર્તિને વિષે નિમગ્ન રહેતો હોય,” (45માં) “સચ્ચિદાનંદ બ્રહ્મ છે તે તો મૂર્તિમાન એવા જે પુરૂષોત્તમ ભગવાન તેમનું તેજ છે,” (46માં) સર્વાધાર અને ચિદાકાશ શબ્દેથી કહેલ છે, (56ના 3/4 ત્રીજા પ્રશ્નમાં ) “પરમપદને પામે છે.” તથા “સ્વામિનારાયણ નામ ઉચ્ચારણ થાય તો પાપથી છૂટીને બ્રહ્મમોહોલને વિષે નિવાસ કરે,” (59ના પહેલા પ્રશ્નમાં) “આ ભગવાન બ્રહ્મમોહોલાદિક ધામના પતિ છે,” (60ના 2/2 બીજા પ્રશ્નમાં) “ભગવાનનું અતિશય માહાત્મ્ય જાણવું જોઈએ જે ભગવાન વૈકુંઠ, ગોલોક, બ્રહ્મમોહોલ તે સર્વે ધામના પતિ છે,” (63ના 3/4 ત્રીજા પ્રશ્નમાં) “પોતાની કાન્તિએ કરીને અન્વયપણે રહ્યા છે,” ત્યાં કાન્તિ શબ્દેથી પોતાના પ્રકાશરૂપ ધામને કહેલ છે. તથા “તે અક્ષરધામને વિષે પોતાના સાર્ધમ્યપણાને પામ્યા એવા અનંત મુક્ત ભગવાનની સેવાને વિષે રહે છે,” ત્યાં અક્ષરધામ શબ્દથી કાન્તિ જે પ્રકાશ તેને કહેલ છે, (64/1માં) આત્મા તથા બ્રહ્મ તથા દૃષ્ટા નામથી કહેલ છે. (66/1માં ) “બ્રહ્મસત્તારૂપ પ્રકાશ તે પુરૂષોત્તમની મૂર્તિનો છે.” તથા બીજી બાબતમાં “એકાંતિક સંત ભગવાનની મૂર્તિને અક્ષરાતીત સમજે છે,” (71ના પાંચમા પ્રશ્નમાં) નિરાકાર અક્ષરબ્રહ્મ, બ્રહ્મપુર, અક્ષરધામ શબ્દથી કહેલ છે, તથા (છઠ્ઠી બાબતમાં) ધામ તથા અક્ષરધામ શબ્દથી કહેલ છે, (72ના 2/4 બીજા પ્રશ્નમાં) “ભગવાન અક્ષરને પોતાની શક્તિએ કરીને ધરી રહ્યા છે,” તે શક્તિ શબ્દ શ્રીજીમહારાજના પ્રકાશવાચક છે. (73ના 5/6 પાંચમા પ્રશ્નમાં) “પુરૂષોત્તમ ભગવાન તો અનંતકોટી બ્રહ્માંડના આધાર જે અક્ષર તે થકી પણ પર છે” તથા (નવમી બાબતમાં) “બ્રહ્મથી પર જે પરબ્રહ્મ તેનું સાક્ષાત્ દર્શન થાય છે” તથા (10મી બાબતમાં) “બ્રહ્મનો પ્રકાશ દેખીને પુરૂષોત્તમ ભગવાનથી બ્રહ્મમાં અધિકપણું માને,” (78ના નવમા પ્રશ્નમાં) “અક્ષરાતીત છે,” (અગિયારમા પ્રશ્નમાં) “આ ભગવાન ને આ સંત બ્રહ્મપુરાદિક ધામના નિવાસી છે,” (સોળમા પ્રશ્નમાં) “અક્ષરાતીત એવા જે આ પુરૂષોત્તમ ભગવાન તેની ઇચ્છાએ કરીને બ્રહ્માંડની ઉત્પત્તિ થાય છે, ને પોતાની શક્તિએ કરીને ધારી રહ્યા છે;” (સા. 10ના 2/4 બીજા પ્રશ્નમાં) ધામ તથા શ્વેતદ્વીપ એ બે નામથી કહેલ છે, (11ના બીજા પ્રશ્નમાં) “સાધનની ન્યૂનતાવાળો અક્ષરધામને ન પામે.” (12ના 2/3 બીજા પ્રશ્નમાં) “બ્રહ્મને વિષે પરબ્રહ્મ પુરૂષોત્તમ ભગવાન અખંડ વિરાજે છે” (14ના પહેલા પ્રશ્નમાં) “ભગવાનની ઇચ્છાએ તો અક્ષરધામમાંથી પણ દેહ ધરે છે.” (17/2માં) “મહાતેજ જેવો થાય” (કા. 7ના ચોથા પ્રશ્નમાં) “પ્રકૃતિપુરુષ તે અક્ષરબ્રહ્મના તેજમાં અદૃશ્ય થઈ જાય છે. પછી એકલું સચ્ચિદાનંદ ચિદ્ઘન તેજ રહે છે” (પાંચમી બાબતમાં) અક્ષરધામ શબ્દથી કહેલ છે. (8/1માં) સગુણ-નિર્ગુણ ઐશ્વર્ય શબ્દથી કહેલ છે. (લો. 3/2માં) ધામ કહેલ છે અને (ત્રીજી બાબતમાં) બ્રહ્મમોહોલ કહેલ છે. (4ના પહેલા પ્રશ્નમાં) અક્ષરધામ કહેલ છે. (7ના 2/4 બીજા પ્રશ્નમાં) “બ્રહ્મરૂપ થયો તેને જ ભગવાનની ભક્તિનો અધિકાર છે.” (10ના 6/8 છઠ્ઠા પ્રશ્નમાં) સર્વાત્મા બ્રહ્મ નામે કહેલ છે. (12ના પહેલા પ્રશ્નમાં) “ધામરૂપ અક્ષર તેને વિષે રહ્યો થકો પુરૂષોત્તમ ભગવાનની ઉપાસના કરે,” (13ના બીજા પ્રશ્નમાં) અક્ષરધામ તથા અક્ષર નામે કહેલ છે. (14ના પહેલા પ્રશ્નમાં) “તેજના સમૂહમાં દિવ્ય સિંહાસન ઉપર દિવ્યમૂર્તિ પુરૂષોત્તમ ભગવાન વિરાજમાન છે.” (15ના પાંચમા પ્રશ્નમાં) “જીવ, પુરુષ, અક્ષર અને પુરૂષોત્તમના તેજમાં ભેદ ઘણો છે.” (પં. 1/1માં) “અક્ષરબ્રહ્મ છે તે તો એ ભગવાનના અંગનો પ્રકાશ છે અથવા રહ્યાનું ધામ છે.” (2માં) “પોતાના આત્માને શુદ્ધ બ્રહ્મરૂપ માનીને ભગવાનનું ધ્યાન કરવું.” (4માં) અક્ષરધામ નામે કહ્યું છે. (7/1માં) “અક્ષરધામમાં જેવું ભગવાનનું સ્વરૂપ છે તેવું જ આ પ્રત્યક્ષ જાણવું.” (મ. 3/2માં) બ્રહ્મ નામે કહ્યા છે. (9/1માં) અક્ષરધામ નામે કહેલ છે. (10ના પહેલા પ્રશ્નમાં) બ્રહ્મરૂપ પોતાની શક્તિ કહી છે. અને એ બ્રહ્મને પોતાની કિરણ કહી છે. (11/1માં) ગુણાતીત જે ભગવાનનું ધામ ત્યાં ગુણથી પર એવું જે ધામ કહેતાં મહારાજનો પ્રકાશ તેને ગુણાતીત નામે કહેલ છે, (13/2માં) એકરસ તેજને આત્મા, બ્રહ્મ તથા અક્ષરધામ નામે કહેલ છે. (22ના 3/5 ત્રીજા પ્રશ્નમાં) ધામ નામે કહેલ છે, (24માં) અક્ષરધામ નામે કહેલ છે, (25ના પહેલા પ્રશ્નમાં) બ્રહ્મપુર ધામ કહેલ છે, (32/2માં) અક્ષરધામ નામે કહેલ છે, (34ના 1/2 પહેલા પ્રશ્નમાં) ધામ નામે કહેલ છે, (39ના પહેલા પ્રશ્નમાં) ચૈતન્યમય ને તેજોમય એવું ભગવાનનું અક્ષરધામ કહેલ છે, (42/1માં) અક્ષરધામ કહેલ છે, તથા (બીજી બાબતમાં) અક્ષરબ્રહ્મ કહેલ છે, તથા “જ્યાં અમારી મૂર્તિ ત્યાં જ અક્ષરધામનું મધ્ય છે,” (47/3માં) ધામ કહેલ છે, (48/1માં) પરમપદ તથા શ્વેતદ્વીપ નામે કહ્યું છે, (50/1માં) “એકરસ પરિપૂર્ણ એવું બ્રહ્મસ્વરૂપ તથા તેજોમય એવું અક્ષરબ્રહ્મ તેને વિષે મૂર્તિમાન એવા પુરૂષોત્તમ ભગવાન રહ્યા છે.” (62ના બીજા પ્રશ્નમાં) ધામ કહેલ છે. (64ના 2/2 બીજા પ્રશ્નમાં) “અક્ષરધામરૂપી તખત તેમાં વિરાજમાન છે” તથા (ત્રીજી બાબતમાં) “અક્ષરધામમાં રહ્યા થકા અનંત બ્રહ્માંડમાં દેખાય છે,” (66ના 4/4 ચોથા પ્રશ્નમાં) અક્ષરધામ કહ્યું છે. (67માં) ધામ કહેલ છે, (વ. 9માં) “ચિદાકાશને મધ્યે સદા ભગવાનની મૂર્તિ વિરાજમાન છે.” (12/1માં) “અનંતકોટી સૂર્ય, ચંદ્રમા ને અગ્નિ તે સરખું પ્રકાશમાન એવું જે અક્ષરધામ તેને વિષે સદા દિવ્યમૂર્તિ થકા વિરાજમાન છે.” (અ. 5ના બીજા પ્રશ્નમાં) અક્ષરધામ કહેલ છે. (6ના પહેલા પ્રશ્નમાં) અક્ષરધામ નામે કહ્યું છે તથા (બીજા પ્રશ્નમાં) બ્રહ્મમોહોલ તથા અક્ષરબ્રહ્મ તથા ગોલોક નામે કહ્યું છે. (7માં) બ્રહ્મમોહોલ તથા પુરૂષોત્તમનું ધામ નામે કહ્યું છે. (અશ્લા. 1ના પહેલા પ્રશ્નમાં) અક્ષરધામ નામે કહેલ છે. (જે. 4ના 1/2 પહેલા પ્રશ્નમાં) નિર્ગુણ ધામ નામે કહેલ છે. (5/1માં) અક્ષરધામને પમાડીએ છીએ. (છે. 5ના 3/4 ત્રીજા પ્રશ્નમાં) ભગવાનના ધામમાં બહુ મોટા સુખને પામે છે. (7/2માં) બ્રહ્મપુર ધામને વિષે ભગવાન સદા સાકારમૂર્તિ વિરાજમાન છે. તથા ધામ શબ્દથી કહેલ છે. તથા (ત્રીજી બાબતમાં) છતી દેહે જ ધામને પામી રહ્યો છે. (9માં) અક્ષરધામ કહ્યું છે. (21/1માં) માયાને તરીને અક્ષરધામને પામે છે. તથા (છઠ્ઠી બાબતમાં) માયા પર દિવ્ય ધામ કહ્યું છે. (સાતમી બાબતમાં) ધામ શબ્દથી કહેલ છે. (22ના 2/3 બીજા પ્રશ્નમાં) ધામ કહ્યું છે. (30ના પહેલા પ્રશ્નમાં) ચૈતન્યના તેજનો રાશિ છે તેને મધ્યે પુરૂષોત્તમ ભગવાન સદા વિરાજે છે. (31માં) તેજનો સમૂહ સમુદ્ર જેવો જણાય છે અને બ્રહ્મરૂપ તેજોમય ભગવાનનું ધામ કહ્યું છે તથા તે અક્ષરધામને ગુણાતીત કહેતાં ગુણ થકી પર એવું વિશેષણ આપ્યું છે. (33ના 2/3 બીજા પ્રશ્નમાં) તેજના મંડળને વિષે દિવ્યમૂર્તિ એવા વાસુદેવ ભગવાનને વિષે એ ભક્તને સ્નેહ હોય. (35ના 5/6 પાંચમા પ્રશ્નમાં) સદા પોતાના અક્ષરધામને વિષે વિરાજમાન છે. (36ના પહેલા પ્રશ્નમાં) પુરૂષોત્તમ ભગવાનને બ્રહ્મજ્યોતિના સમૂહને વિષે અનાદિ સાકારમૂર્તિ સમજવા. (37માં) ભગવાનના ધામમાં ભક્તનો આકાર પણ ભગવાનના જેવો છે,” (38ના પહેલા પ્રશ્નમાં) “અક્ષરધામને વિષે જે ભગવાનનો મૂળ આકાર છે તે તો મનુષ્યના જેવો છે,” (39/3માં) “પોતાની મૂર્તિમાં તથા પોતાના ધામમાં જે સુખ છે તે તો બહુ ભારે છે,” ઇત્યાદિક વચનામૃતોમાં બ્રહ્મ, ચિદાકાશ, બ્રહ્મમોહોલ, સચ્ચિદાનંદ, બ્રહ્મપુર, સર્વાધાર, તેજનો સમૂહ, મહાતેજ, શક્તિ, કાન્તિ, અક્ષરધામ, પરમપદ, કિરણ, અક્ષરબ્રહ્મ, બ્રહ્મજ્યોતિ, એકરસ તેજ, ચિદ્ઘન તેજ ઇત્યાદિક વિશેષણોથી શ્રીજીમહારાજની મૂર્તિના પ્રકાશરૂપ અક્ષરધામને સમજવું.
|| ——-x——- ||
[/raw]