સંવત 1876ના મહા સુદિ 11 એકાદશીને દિવસ સાંજને સમે શ્રીજીમહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં શ્રી વાસુદેવનારાયણના મંદિરની સમીપે ઓટા ઉપર દક્ષિણાદે મુખારવિંદે વિરાજમાન હતા, ને ધોળો ખેસ પહેર્યો હતો, ને ધોળી ચાદર ઓઢી હતી, ને માથે ધોળી પાઘ બાંધી હતી, ને પોતાના મુખારવિંદની આગળ મુનિની સભા તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
તે સમે ભટ્ટ માહેશ્વર નામે વેદાંતી બ્રાહ્મણ હતો, તેણે શ્રીજીમહારાજને પ્રશ્ન પૂછ્યો જે,
ઇતિ વચનામૃતમ્ || 46 ||
રહસ્યાર્થ પ્રદી. — આમાં પ્રશ્ન (૧) છે, તેમાં શ્રીજીમહારાજે પોતાના પ્રકાશરૂપ ચિદાકાશને સર્વનો આધાર ને નિર્વિકારી કહ્યો છે, ને એની લીનતા નથી એમ કહ્યું છે. (1) બાબત છે.
પ્ર.૧ અષ્ટાવરણ પાર તો મૂળપુરુષનો પ્રકાશ છે અને રહસ્યાર્થમાં મહારાજનો કેમ કહ્યો?
ઉ.૧ પુરુષની તો સંકોચ-વિકાસ અવસ્થા આમાં કહી છે, માટે તેના ભેળી તેના પ્રકાશની સંકોચ-વિકાસ અવસ્થા આવી ગઈ અને ચિદાકાશની તો સંકોચ-વિકાસ અવસ્થા ક્યાંય કહી નથી, ને શ્રીજીમહારાજથી ઓરા જે રહ્યા તે સર્વેનો આધાર કહ્યો છે, માટે સર્વાધાર તો શ્રીજીમહારાજનું તેજ છે તેને જ આ ઠેકાણે ચિદાકાશ કહ્યો છે અને મૂળપુરુષ તથા વાસુદેવબ્રહ્મ તથા મૂળઅક્ષર તે સર્વે એ ચિદાકાશને આધારે છે. અને મૂળપુરુષાદિકના પ્રકાશને પણ પૂર્વ શાસ્ત્રોમાં ચિદાકાશ નામે કહ્યો છે.
પ્ર.૨ બ્રહ્માંડની ચારેકોરે લોકાલોક પર્વત ગઢની પેઠે રહ્યો છે એમ કહ્યું અને તે લોકાલોકથી બહાર અલોક કહ્યો ને તે અલોકથી પર સપ્ત આવરણ કહ્યાં અને તે આવરણથી પર અંધારું કહ્યું અને તે અંધકારથી પર પ્રકાશ છે તેને ચિદાકાશ કહ્યો અને હેઠે ને ઉપર પણ તેવી જ રીતે છે એમ કહ્યું તે કેવી રીતે સમજવું?
ઉ.૨ આ પૃથ્વીમાં પાતાળથી લઈને રસાતળ, મહાતળ, તળાતળ, સુતળ, વિતળ, અતળ, ભૂર્, ભૂવર્, સ્વર્ગ, મહર્, જન, તપ અને સત્યલોક સુધી ચૌદ લોક રહ્યાં છે તે ચૌદે લોકમાં સુંસરો લોકાલોક પર્વત રહ્યો છે તે પર્વતની બહાર અલોક છે તે ચૌદ લોકને બ્રહ્માંડ કહ્યું છે તે પૂર્વ-પશ્ચિમ અડતાળીશ કરોડ યોજનમાં છે અને ઉત્તર-દક્ષિણ પણ અડતાળીસ કરોડ યોજન છે તે અડતાળીશ કરોડ યોજન અવકાશ અને તે અવકાશમાં રહ્યા એવાં જે ચૌદ લોક તેના ફરતું એક કરોડ યોજન જાડું પૃથ્વીનું દળ છે તે દળે સહિત પચાસ કરોડ યોજન પૃથ્વી છે અને તેના ફરતું તળે-ઉપર, અડખે-પડખે સર્વ દિશામાં ફરતું પાંચ અબજ યોજન જળનું આવરણ છે, એવી જ રીતે તેજ, વાયુ, આકાશ, અહંકાર ને મહત્તત્વ એમનાં એક એકથી દશ દશ ગણાં આવરણો છે. તેમાં મહત્તત્વનું સાતમું આવરણ પાંચ જલદિ યોજનનું છે; અને તેથી પર પાંચ પાંચ અંત્ય યોજનનાં અનંત પ્રધાનપુરુષોનાં આવરણો છે; અને તેથી પર મૂળમાયાનો અંધકાર છે તે અંધકારમાં અનંત પ્રધાનપુરુષો રહ્યા છે તેમને માયાના અંધકારમાં ભેળા ગણ્યા છે, માટે મૂળમાયા સુધી આઠ આવરણ કહ્યાં છે અને તે માયાના અંધકારના ફરતો ચિદાકાશ જે શ્રીજીમહારાજની મૂર્તિનો પ્રકાશ છે, અને જેમ આકાશમાં સૂર્ય, ચંદ્ર, તારા રહ્યા છે, તેમ એ ચિદાકાશને મધ્યે સૂર્યને ઠેકાણે શ્રીજીમહારાજ ને તેમના મુક્તો રહ્યા છે, ને ચંદ્રને ઠેકાણે મૂળઅક્ષરો ને તેમના મુક્તો રહ્યા છે, અને તારાને ઠેકાણે વાસુદેવ બ્રહ્મ ને તેમના મુક્તો રહ્યા છે તે સર્વે અચળ છે.
પ્ર.૩ દહર તથા અક્ષિવિદ્યા કોને કહેવાય?
ઉ.૩ હૃદયમાં તેજના સમૂહને મધ્યે શ્રીજીમહારાજની મૂર્તિને ધારવી તે દહરવિદ્યા કહેવાય. અને એક નેત્રે અંતરમાં મૂર્તિ જુએ ને બીજા નેત્રને ઉઘાડું રાખીને મટકા રહિત કરીને બહાર મૂર્તિ જુએ, અને બેય નેત્રને ઊલટ-સૂલટ કરે એટલે જે નેત્રની વૃત્તિ અંતર સન્મુખ કરીને મૂર્તિ જોતો હોય તે નેત્રની વૃત્તિને બહાર લાવે ને બહાર મૂર્તિને જુએ; અને જે નેત્રને મટકાએ રહિત કરીને બહાર મૂર્તિ જોતો હોય તે નેત્રની વૃત્તિ અંતર સન્મુખ કરીને અંતરમાં મૂર્તિ જુએ તે અક્ષિવિદ્યા કહેવાય.