[raw]
ગઢડા પ્રથમ : ૬૨
સંવત 1876ના ફાગણ વદિ 4 ચોથને દિવસ શ્રીજીમહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં ચોક વચ્ચે ઢોલિયા ઉપર વિરાજમાન હતા, અને ધોળો ખેસ પહેર્યો હતો, ને ધોળી ચાદર ઓઢી હતી, અને માથે શ્વેત પાઘ વિરાજમાન હતી, અને તે પાઘને વિષે શ્વેત પુષ્પના હાર તથા શ્વેત પુષ્પના તોરા વિરાજમાન હતા, ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
પછી સ્વયંપ્રકાશાનંદ સ્વામીએ પૂછ્યું જે,
પછી વળી નિર્વિકારાનંદ સ્વામીએ પૂછ્યું જે,
ઇતિ વચનામૃતમ્ || 62 ||
રહસ્યાર્થ પ્રદી. — આમાં પ્રશ્ન (૨) છે. તેમાં પહેલામાં શ્રીજીમહારાજે કહ્યું છે જે અમને સર્વેથી જુદા અને સર્વેના નિયંતા ને સર્વેના કર્તાથકા નિર્લેપ જાણીને કોઈ રીતે ન ડગે એવો અમારો નિશ્ચય થાય તેને વિષે અમારા કલ્યાણકારી ગુણ આવે છે, પછી તે ભક્ત અમારા જેવો સમર્થ ને નિર્બંધ થાય છે. (1) બીજામાં આસુરી ને અતિ કુપાત્ર જીવ હોય તે સ્વભાવને મૂકે નહિ ને અમારો ને અમારા ભક્તનો દ્રોહ કરે ને અમારા ગરીબ ભક્તનું અપમાન કરે તેથી અમે દુ:ખાઈએ ને એનું ભૂંડું થાય. અને સાધુને લેશમાત્ર માન રાખવું નહિ. (2) બાબતો છે.
પ્ર.૧ પહેલા પ્રશ્નમાં અમારે વિષે કલ્યાણકારી ગુણ રહ્યા છે એમ કહ્યું તે કિયા સમજવા?
ઉ.૧ સત્ય સર્વે જીવ-પ્રાણીમાત્રને માયાના બંધનથી રહિત કરીને બ્રહ્મભાવને પમાડવારૂપી હિત છે જેમને વિષે તથા પોતાના મુક્તોદ્વારે એવું હિત કરાવવાપણું તથા સત્ય જે બ્રહ્મ તેનું કારણપણું (1), શૌચ પોતાનું ધ્યાન કરનારા ભક્તોનું માયારૂપી વગળ ટાળીને પોતા જેવા નિર્દોષ કરવાપણું (2), દયા ભવાબ્ધિમાં ડૂબેલા એવા જીવોના જન્મમરણ ને યમયાતનાદિક દુ:ખને ટાળીને પોતાનું સુખ આપવાપણું (3), ક્ષાંતિ આસુરી જીવોએ કરેલા અનેક ઉપદ્રવોનું સહન કરવાપણું તથા પોતાને મન અર્પનારા એવા પોતાના આશ્રિતજનો તેમને ક્રોધ થવાનું નિમિત્ત છતાં પણ ચિત્તમાં ક્રોધ ઉત્પન્ન ન થવા દેવાપણું (4), ત્યાગ = મોક્ષાર્થી જનના અપરાધને ન ગણીને, પોતાની મૂર્તિના સુખને આપવાપણું (5), સંતોષ નિજાશ્રિતને પોતાને સુખે સુખી કરવાથી પોતાને પરિપૂર્ણ માનવાપણું (6), આર્જવ બહારની તથા અંદરની એકતારૂપી સ્વભાવની સરળતા અથવા પોતાના આશ્રિતના રજ-તમાદિક દોષ ટાળીને મન-વાણી આદિકે કરીને કોઈને દુ:ખનો ઉદ્ભવ ન થવા દેવાપણું તથા સત્પુરુષદ્વારે પણ તેવી રીતે કરાવવાપણું (7), શમ યોગાદિક પ્રયાસ વિના પણ પોતાના ધ્યાનથી ભક્તના મનને વશ કરાવવાપણું (8), દમ પોતે કરેલી ધર્મ-મર્યાદામાં વર્તાવવાથી ભક્તની ઇંદ્રિયોનું નિગ્રહ કરવાપણું (9), તપ જીવોના મોક્ષને અર્થે પૃથ્વી ઉપર વિચરીને અનેક જનોના અપમાનાદિકનું તથા અનેક પ્રકારનાં કષ્ટનું સહન કરવાપણું અથવા વન-વિચરણાદિક (10), સામ્ય અનવધિકાતિશય જે પોતાનું સુખ તેને વિષે પોતાના ધ્યાનનિષ્ઠ ભક્તોને નિમગ્ન કરવાથી સારા-નરસા વિષયને વિષે સમભાવ પમાડવાપણું (11), તિતિક્ષા પોતાના આશ્રિતને પોતાના સંબંધે કરીને કોઈના અપરાધને ન ગણે એવા કરવાપણું (12), ઉપરતિ પોતાના આશ્રિતને અનેક પ્રકારના વૈભવની પ્રાપ્તિ છતાં પણ રાગે રહિત કરવાપણું (13), શ્રૃત પોતાને વિષે નિષ્ઠાવાળા ભક્તને શાસ્ત્રના અર્થને યથાર્થ જાણી શકે એવી શક્તિ દેવાપણું (14), જ્ઞાન પોતાના આશ્રિતોને જીવ, માયા, ઈશ્વર, બ્રહ્મ, અક્ષર તથા મુક્ત એ સર્વેનું નિયંતા એવું જે પોતાનું સ્વરૂપ તેનું યથાર્થપણે જણાવવાપણું (15), વિરક્તિપોતાના આશ્રિતોને પોતાની મૂર્તિનું સુખ આપીને વાસનાએે રહિત કરવાપણું (16), ઐશ્વર્યસર્વેનું નિયંતાપણું (17), શૌર્ય મહાપાપીને પણ ભક્ત બનાવી દેવાપણું તથા પોતાના આશ્રિતોને નાના પ્રકારના સ્વભાવ તથા કામ-ક્રોધાદિક શત્રુને જીતવામાં સામર્થી આપવાપણું (18), તેજ કોઈથી પરાભવ ન પામવાપણું અથવા પોતાના આશ્રિતોને કાળ-માયાદિકથી પરાભવ ન પામવા દેવાપણું (19), બળ અનેક જનને સમાધિ કરાવીને નાડી-પ્રાણનું આકર્ષણ કરવાપણું તથા પોતાના આશ્રિતોને પ્રાણને નિયમમાં કરાવવાનું સાર્મથ્ય આપવાપણું (20), સ્મૃતિ પોતાના અક્ષરધામથી જે કર્તવ્યને અર્થે પોતે પૃથ્વીને વિષે પ્રગટ થયેલા તે કર્તવ્યનું અનુસંધાનપણું તથા પોતાના આશ્રિતોને તે અનુસંધાન કરાવવાપણું (21), સ્વાતંત્ર્ય સર્વોપરીપણું જે સર્વનું નિયંતાપણું અને પોતાના આશ્રિતોને કાળ–માયાદિકના ભયે રહિત કરીને પોતાનું સાર્ધમ્યપણું પમાડીને સ્વતંત્ર કરવાપણું (22), કૌશલ આત્યંતિક મોક્ષ કરવારૂપ ક્રિયામાં નિપુણપણું, કોઈ પણ પ્રકારે ગમે તેવા જીવને પોતાના સન્મુખ કરી આકર્ષી લેવાની કુશળતા તથા પોતે કહેલા નિયમ પરાયણ એવા જે જન તેમને અનેક જીવના મોક્ષ કરવારૂપી ક્રિયાનું સાર્મથ્ય દાતાપણું (23), કાન્તિ બ્રહ્મકોટી, અક્ષરકોટી, તથા મુક્તકોટી તે સર્વેથી અતિશે પ્રકાશમાનપણું-વા તે સર્વને પ્રકાશ દેવાપણું (24), ધૈર્ય પોતાના આશ્રિતોને ઇંદ્રિયો-અંત:કરણને જીતવારૂપી ધીરજ આપવાપણું તથા પોતાના ધ્યાનનિષ્ઠ ભક્તોને સાક્ષાત્કાર થવા પર્યંત ધ્યાનમાં એકાગ્રતા, આગ્રહ તથા ઉત્સાહ ટકાવી રાખવારૂપી ધીરજ આપવાપણું (25), માર્દવ ભક્તોનાં દુ:ખ ન જોઈ શકવાપણું તથા પોતાનું ધ્યાન કરનારા ભક્તોના ચિત્તને કોમળ કરવાપણું (26), પ્રાગલ્ભ્ય પોતાના ભક્તોને પોતાની મૂર્તિનું નવીન નવીન સુખનો અનુભવ કરવારૂપી જ્ઞાનનું દેવાપણું તથા વિદ્વત્સભામાં શાસ્ત્રાર્થ કરી પ્રતિપક્ષીઓને પરાસ્ત કરી સ્વમત સ્થાપન કરવાપણું (27), પ્રશ્રય પોતાના ભક્તોને સત્પુરુષ આગળ દાસપણું રહે એવી બુદ્ધિ દેવાપણું (28), શીલ પોતાના આશ્રિતોને બ્રહ્મચર્યવ્રત દૃઢ કરાવવાપણું (29), સહ પોતાના ભક્તોની પ્રાણવૃત્તિઓનું સ્વાભાવિક પોતાની મૂર્તિમાં આકર્ષણ કરવાપણું (30), ઓજ પોતાના ભક્તોની જ્ઞાન ઇંદ્રિયો તથા કર્મ ઇંદ્રિયોને જીતવામાં સાર્મથ્ય દેવાપણું તથા દેહે કરીને સુખ-દુ:ખાદિકને સહન કરવાની સત્તા આપવાપણું (31), બળ જીવકોટી, ઈશ્વરકોટી, બ્રહ્મકોટી, મૂળઅક્ષરકોટી તથા મુક્તકોટી તે સર્વેને પોતાના તેજરૂપ શક્તિદ્વારે ધારવાપણું તથા તે સર્વને ધારણ કરવાની શક્તિને આપવાપણું (32), ભગ પોતાના મુક્તોને આત્યંતિક કલ્યાણ કરવાનું સાર્મથ્ય આપવાપણું તથા મૂળઅક્ષર તથા મૂળપુરુષાદિક સર્વે અવતારોને ઉત્પત્યાદિક કરવાનું ઐશ્વર્ય આપવાપણું (33), ગાંભીર્ય થોડી વાતમાં રાજી-કુરાજી ન થવારૂપ સાગરહૃદયપણું તથા મૂળપુરુષ, બ્રહ્મ તથા મૂળઅક્ષરાદિક તે કોઈએ પોતાનો અભિપ્રાય ન જાણી શકવાપણું તથા પોતાની સમીપે રહેનારા નિષ્કામ મુક્તો તેમણે પણ યથાર્થ અભિપ્રાય ન જાણી શકવાપણું તથા પોતાના આશ્રિતોને કોઈ વિકારે કરીને ક્ષોભ ન પામવા દેવાપણું (34), સ્થૈર્ય પોતાની મૂર્તિને પામેલા ભક્તોને પોતાના સુખથી ચળાયમાન નહિ થવા દેવાપણું (35), આસ્તિક્ય પોતાના ભક્તોને પોતાની સર્વોપરી ઉપાસનાના બળ વડે પોતા સિવાય બીજે ક્યાંય આસ્થા નહિ આવવા દેવાપણું (36), કીર્તિ ઘોર કલિયુગમાં એકાંતિક ધર્મ સ્થાપન કરી મોક્ષદાનરૂપી અપૂર્વ કીર્તિ ફેલાવવાપણું અને પોતાની આજ્ઞા પાળીને ધર્મ દૃઢ કરનારા એવા જે ભક્તો તેમની કીર્તિનું વધારવાપણું (37), માન પોતાની સર્વોપરી ઉપાસના તથા ધ્યાને કરીને પોતાના તદાકાર ભાવને પામેલા એવા જે પોતાના ભક્તો તેમને મોટા મોટા ઈશ્વરો તથા બ્રહ્મકોટી તથા અક્ષરાદિક ઐશ્વર્યાર્થીઓ દ્વારાએ માન-પૂજ્યપણું અપાવવાપણું (38), અનહંકૃતિ પોતાના ભક્તોની માયા નિવૃત્તિ પામવાથી અહંકારે રહિત કરવાપણું (39). આ ઉપર કહ્યા જે શ્રીજીમહારાજના કલ્યાણકારી ગુણ તે રાજારૂપ ને સાધુરૂપ એ સર્વ અવતારોના કારણ એવા જે શ્રીજીમહારાજ તેમના નિશ્ચયે કરીને સંતમાં આવે છે.
પ્ર.૨ અમને કાળ, કર્મ, સ્વભાવ, માયા ને પુરુષ જેવા ન જાણે એમ શ્રીજીમહારાજે કહ્યું તે કેવા જાણે તો કાળ, કર્મ, સ્વભાવ, માયા અને પુરુષ જેવા જાણ્યા કહેવાય? અને શ્રીજીમહારાજને સર્વેના નિયંતા, સર્વ કર્તા ને નિર્લેપ કેવી રીતે જાણવા?
ઉ.૨ કાળ છે તે પ્રકૃતિ પુરુષના કાર્યનો પ્રલય કરે છે એટલો જ મહિમા શ્રીજીમહારાજનો જાણે તો કાળ જેવા જાણ્યા કહેવાય, અને કર્મ પ્રમાણે ફળ મળે છે પણ એથી અધિક ભગવાન આપી શકતા નથી, એમ જાણે તો કર્મ જેવા જાણ્યા કહેવાય. અને આ જગત સ્વાભાવિક થયા જ કરે છે પણ ભગવાન કર્તા છે એમ ન જાણે તો સ્વભાવ જેવા જાણ્યા કહેવાય. અને માયાદ્વારે જગત સૃજે છે તેટલું જ કાર્ય ભગવાન કરી શકે છે એમ જાણે તો માયા જેવા જાણ્યા કહેવાય. અને જેટલું મૂળપુરુષ થકી થાય છે તેટલું જ મહારાજ કરી શકે છે એમ જાણે તો પુરુષ જેવા જાણ્યા કહેવાય. અને જીવકોટી, માયાકોટી, પુરુષકોટી, બ્રહ્મકોટી, અક્ષરકોટી ને મુક્તકોટી, એ સર્વે શ્રીજીમહારાજની આજ્ઞામાં નિરંતર વર્તે છે, એવી રીતે જાણે તો નિયંતા જાણ્યા કહેવાય. અને અનંત મૂળઅક્ષરો તે અનંતકોટી બ્રહ્માંડોની ઉત્પત્યાદિક કરે છે તે શ્રીજીમહારાજની આપેલી સત્તાથી કરે છે પણ શ્રીજીમહારાજ વિના બીજો કોઈ સ્વતંત્રપણે કરી શકે તેમ નથી, એવી રીતે શ્રીજીમહારાજને જાણે તો કર્તા જાણ્યા કહેવાય, અને મૂળઅક્ષરાદિક સર્વેને વિષે અંતર્યામીપણે રહ્યા છે, પણ તે અક્ષરાદિકની તથા મૂળપુરુષાદિક કોઈની ઉપાધિ શ્રીજીમહારાજને અડતી નથી એમ જાણે તો નિર્લેપ જાણ્યા કહેવાય.
પ્ર.૩ સંત ભગવાનની પેઠે નિર્બંધ ને ચહાય તે કરવા સમર્થ થાય છે એમ કહ્યું તે કેવી રીતે સમજવું?
ઉ.૩ નિર્બંધ એટલે મૂળઅક્ષરાદિક કોઈના ઐશ્વર્યમાં લેવાય નહિ અને આવરણ રહિત થાય તે નિર્બંધ કહેવાય, અને શ્રીજીમહારાજની પેઠે જ અસંખ્યાત જીવોનો ઉદ્ધાર સંકલ્પ માત્રમાં કરે તે ચહાય તે કરવા સમર્થ જાણવા, પણ મૂળઅક્ષરાદિકની પેઠે ઉત્પત્યાદિક તથા કર્મફળ આપવું તે કામ નથી કરતા એ કામને તો તુચ્છ જાણે છે.
પ્ર.૪ બીજા પ્રશ્નમાં ગરીબને દુ:ખવેથી શ્રીજીમહારાજ દુ:ખાય એમ કહ્યું તે ગરીબ કેવા જાણવા?
ઉ.૪ શ્રીજીમહારાજની મૂર્તિને અખંડ ધારી રહ્યા હોય તેવા પોતાના ભક્તને ગરીબ કહ્યા છે, તે લોક વ્યવહારે ગરીબ હોય અને સ્વભાવે પણ ગરીબ હોય તે કોઈના સામો જવાબ ન આપે ને સંકલ્પ પણ ન કરે જે, આણે મારું અપમાન કર્યું, એવા મોટા સહનશક્તિવાળા ભક્ત હોય તેને દુ:ખાવે તો તે પોતે તો ન દુ:ખાય, પણ શ્રીજીમહારાજ દુ:ખાય તો દુ:ખાવનારના જીવનો નાશ થઈ જાય છે. || 62 ||
|| ——-x——- ||
[/raw]