સંવત 1877ના કાર્તિક સુદી 15 પૂનમને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ ગામ શ્રી કારિયાણી મધ્યે વસ્તાખાચરના દરબારમાં ઉગમણે બાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા, અને ધોળો ખેસ પહેર્યો હતો, ને ધોળી છીંટની ડગલી પહેરી હતી, અને ધોળો ફેંટો બોકાના સહિત બાંધ્યો હતો, અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
પછી શ્રીજીમહારાજ બોલ્યા જે,
પછી શ્રીજીમહારાજે મુનિ પ્રત્યે પ્રશ્ન પૂછ્યો જે,
(પ્ર.૨) જાગ્રત અવસ્થામાં સત્વગુણ વર્તે છે અને સર્વ પદાર્થનું યથાર્થ જ્ઞાન વર્તે છે તો પણ જાગ્રત અવસ્થામાં જે શ્રવણ કર્યું હોય તેને સૂક્ષ્મ દેહમાં જ્યારે મનન કરે ત્યારે જે સાંભળ્યું હોય તે પાકું થાય છે અને સૂક્ષ્મ દેહમાં તો રજોગુણ વર્તે છે તે રજોગુણમાં તો અયથાર્થ જ્ઞાન રહ્યું છે તો પણ જે જાગ્રતમાં સાંભળ્યું હોય તેનું સૂક્ષ્મ દેહમાં મનન કરે ત્યારે યથાર્થ જ્ઞાન થાય છે તેનું શું કારણ છે? પછી મુનિ સર્વે મળીને જેની જેવી બુદ્ધિ હતી તેણે તેવો ઉત્તર કર્યો પણ શ્રીજીમહારાજના પ્રશ્નનું સમાધાન થયું નહિ, પછી મુનિ સર્વે હાથ જોડીને બોલ્યા જે, હે મહારાજ! આ પ્રશ્નનો ઉત્તર તો તમે કરો તો થાય. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, એનો ઉત્તર તો એ છે જે, હૃદયને વિષે ક્ષેત્રજ્ઞ જે જીવ તેનો નિવાસ છે તે ક્ષેત્રજ્ઞ ચૌદ ઇંદ્રિયોનો પ્રેરક છે તેમાં અંત:કરણ જે છે તે ક્ષેત્રજ્ઞને સમીપે વર્તે છે માટે અંત:કરણમાં મનન કરે ત્યારે દૃઢ થાય છે, કાં જે ક્ષેત્રજ્ઞ છે તે સર્વે ઇંદ્રિયો-અંત:કરણ થકી સમર્થ છે, માટે ક્ષેત્રજ્ઞ પ્રમાણ કરે એ વાત અતિ દૃઢ થાય છે. એવી રીતે એ પ્રશ્નનો ઉત્તર કર્યો. ત્યારે સર્વે મુનિએ કહ્યું જે, હે મહારાજ! યથાર્થ ઉત્તર કર્યો; એવો ઉત્તર બીજા કોઈથી થાય નહિ.(બા.૨)
પછી શ્રીજીમહારાજ બોલ્યા જે,
(પ્ર.૩) ગમે તેવો કામી, ક્રોધી, લોભી, લંપટ જીવ હોય અને જો આવી રીતની વાતમાં વિશ્વાસ રાખીને પ્રીતિએ કરીને સાંભળે તો તેના સર્વે વિકાર ટળી જાય છે, જેમ કોઈ પુરુષને પ્રથમ તો કાચા ચણા ચાવે એવું દાંતમાં બળ હોય ને તે જો કાચી કેરી સારી પેઠે ખાય તો તેથી ભાત પણ ચવાય નહિ, તેમ ગમે તેવો કામાદિકને વિષે આસક્ત હોય પણ આવી રીતની વાતને આસ્તિક થઈને શ્રદ્ધાએ સહિત સાંભળે તો તે પુરુષ વિષયનાં સુખ ભોગવવાને સમર્થ રહે નહિ અને તપ્તકૃચ્છ-ચાંદ્રાયણાદિક વ્રતે કરીને જો દેહને સૂકવી નાખે તો પણ જેવું આવી ભગવદ્વાર્તા સાંભળનારાનું મન નિર્વિષયી થાય છે તેવું તેનું થાતું નથી અને આવી વાત સાંભળીને જેવું તમારું સર્વેનું મન નિર્વિકલ્પ થાતું હશે તેવું ધ્યાન કરતા હશો તથા માળા ફેરવતા હશો ત્યારે નહિ થાતું હોય, માટે વિશ્વાસ રાખીને પ્રીતિએ સહિત જે ભગવાન પુરૂષોત્તમ નારાયણની વાત સાંભળવી એથી બીજું મનને સ્થિર થવાનું ને નિર્વિષયી થવાનું કોઈ મોટું સાધન નથી.(બા.૩)
ઇતિ વચનામૃતમ્ || 12 || (108)
રહસ્યાર્થ પ્રદી. — આમાં પ્રશ્ન (૩) છે. તેમાં પહેલું ને ત્રીજું કૃપાવાક્ય છે. અને (જેતલપુર 1ના પહેલા પ્રશ્નમાં) જેને સુષુપ્તિ કહી છે તે પ્રધાન સુષુપ્તિને આંહીં પહેલા પ્રશ્નમાં શ્રીજીમહારાજે સ્થૂળ, સૂક્ષ્મ ને કારણ ત્રણ દેહનું કારણ કહી છે. ને એ પ્રધાન સુષુપ્તિને ને ત્રણ દેહને જીવની માયા કહી છે ને વિરાટ, સૂત્રાત્મા ને અવ્યાકૃત એ ઈશ્વરની માયા કહી છે. અને જીવની કારણ શરીરરૂપ માયાને વજ્રસાર જેવી કહી છે. ને તે સંતના સમાગમથી અમને ઓળખીને અમારું ધ્યાન ને અમારા વચનમાં વર્તે તો કારણ દેહ બળી જાય છે. (1) બીજામાં સૂક્ષ્મ દેહને ને ક્ષેત્રજ્ઞને સમીપપણું છે માટે જાગ્રતમાં સાંભળેલી વાર્તાનું સૂક્ષ્મ દેહમાં મનન કરે તેનું ક્ષેત્રજ્ઞ પ્રમાણ કરે છે ત્યારે દૃઢ થાય છે. (2) ત્રીજામાં અમારો વિશ્વાસ રાખીને પ્રીતિએ સહિત અમારી વાત સાંભળવાથી મન સ્થિર ને નિર્વિષયી થાય છે તેવું કોઈ સાધને કરીને થતું નથી એમ કહ્યું છે. (3) બાબતો છે.
પ્ર.૧ આમાં ત્રીજા પ્રશ્નમાં આવી વાત સાંભળીને જેવું તમારું મન નિર્વિકલ્પ થતું હશે તેવું ધ્યાન કરતા હશો, માળા ફેરવતા હશો ત્યારે નહિ થાતું હોય અને આવી વાત સાંભળવી એથી મનને સ્થિર થવાનું ને નિર્વિષયી થવાનું કોઈ મોટું સાધન નથી એમ શ્રીજીમહારાજે કહ્યું એમ જોતાં તો સર્વ સાધનથી વાત સાંભળવી તે સાધન અધિક થયું ત્યારે તો બીજાં સાધન કરવાનું કાંઈ પ્રયોજન રહ્યું નહિ માટે તે કેમ સમજવું?
ઉ.૧ સર્વ સાધનથી ધ્યાન કરવું તે ઉત્તમ સાધન છે પણ શ્રીજીમહારાજના સ્વરૂપનું જ્ઞાન થયા પછી ધ્યાન કરે તથા માળા ફેરવે તો વિક્ષેપ ન થાય અને જેને જ્ઞાન થયું ન હોય, તેને માયિક વાસના ટળી ન હોય ને પોતાને શુદ્ધ આત્મારૂપ માનવું તે પણ સમજ્યો ન હોય તેથી તેને વિક્ષેપ ઘણા આવે અને જો પ્રથમ આસ્તિક થઈને વાત સાંભળે તો શ્રીજીમહારાજના સ્વરૂપનું જ્ઞાન યથાર્થ થાય ને મહિમા જણાય ત્યારે શ્રીજીમહારાજ વિના બીજું સર્વ તુચ્છ થઈ જાય પછી ધ્યાન તથા માળા જે કરે તે વિક્ષેપે રહિત સુખે થાય; માટે સર્વ સાધન કરતાં શ્રીજીમહારાજની જ્ઞાને સહિત વાર્તા સાંભળવી તે સર્વથી અધિક કહી છે.
ઇતિ શ્રી કચ્છ દેશે વૃષપુર નિવાસી અનાદિ મુક્તરાજ શ્રી અબજીભાઈ વિરચિત સાક્ષાત્ પૂર્ણ પુરૂષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણ મુખકમળ નિ:સૃત વચનામૃત રહસ્યાર્થ પ્રદીપિકાયાં કારિયાણી પ્રકરણં સમાપ્તમ્.